Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કોર્ટે ગેરકાયદે દુકાન તોડવાનો દાવો નામંજૂર કર્યો:66 KV વીજલાઈન નીચેની દુકાન માટે વેરો ભરવો કાયદેસર મંજૂરી નથી

    7 hours ago

    પાટણની એડિશનલ સિનિયર સિવિલ જજ સ્વાતિ ખત્રીની કોર્ટે હાંસાપુરની તિરુપતિ બંગ્લોઝ સોસાયટીમાં ગેરકાયદે દુકાન તોડવાની નગરપાલિકાની કાર્યવાહી સામેનો દાવો નામંજૂર કર્યો છે. કોર્ટે કહ્યું કે કોમર્શિયલ વેરો ભરવાથી કે અધિકારીઓની મૌખિક સંમતિના દાવાથી ગેરકાયદે બાંધકામ કાયદેસર બનતું નથી. મકાનમાલિક અરવિંદભાઈ ઠક્કર, અતુલકુમાર અને જયંતિભાઈએ માર્ચ 2021માં ઘરની આગળની ખુલ્લી જગ્યામાં દુકાન બનાવી હતી. તેમનો દાવો હતો કે નગરપાલિકાના અધિકારીઓએ કોમર્શિયલ વેરો ભરી દુકાન બનાવવા મૌખિક સંમતિ આપી હતી. તેમણે એ જ દિવસે કોમર્શિયલ વેરો ભરી પડોશીની કોમન દીવાલને અડીને દૂધ-છાશ વેચવાની દુકાન બનાવી હતી. વાદીઓના કહેવા મુજબ, જૂન 2021માં નગરપાલિકાએ નોટિસ આપ્યા વિના દુકાન તોડી હતી. તેમણે દૂધ-છાશનાં કેરેટને નુકસાન, વીડિયો ઉતારતા ભાઈનો મોબાઈલ ઝૂંટવી ફૂટેજ ડિલીટ કરવા અને ધમકી આપવાના પણ આક્ષેપ કર્યા હતા. વાદીઓએ RTI હેઠળ માહિતી મેળવી વીજ કંપની અને કલેક્ટરને રજૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે રૂ. 2,000ના આંકથી કાયમી મનાઈ હુકમ અને માલિકી-સુખાધિકાર મેળવવા કોર્ટમાં દાવો કર્યો હતો. કોર્ટ સમક્ષ GETCOના RTI જવાબ અને કોર્ટ કમિશનરના પંચનામાથી સાબિત થયું કે દુકાન ઉપરથી 66 KVની હાઈવોલ્ટેજ વીજલાઈન પસાર થાય છે. વીજ અધિનિયમ, 2003ની કલમ 68(5) મુજબ લાઈનની બંને બાજુ 9-9 મીટર, એટલે કે કુલ 18 મીટરના વિસ્તારમાં બાંધકામ થઈ શકે નહીં. વાદીઓ રહેણાંક સોસાયટીના લે-આઉટ પ્લાન વિરુદ્ધ માર્જિનમાં દુકાન બનાવવા માટે પાલિકાની કાયદેસર મંજૂરી રજૂ કરી શક્યા નહોતા. અધિકારીઓએ મૌખિક સંમતિ આપી હોવાનો પુરાવો પણ તેઓ આપી શક્યા નહોતા. કોર્ટે નગરપાલિકાની કાર્યવાહી કાયદેસર ગણાવી દાવો રદ કર્યો.
    Click here to Read More
    Previous Article
    મેફેડ્રોનના ગુનામાં આરોપી ચોટીલાથી ઝડપાયો:સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને બાતમીના આધારે મંગળું ધાધલને પકડ્યો
    Next Article
    અમેરિકી સંસદમાં ભારતીયોનો દબદબો:મિડટર્મ ચૂંટણીમાં ભારતીય મૂળના ઉમેદવારોની જીત, ડેમોક્રેટિક પાર્ટીના 5 સભ્યો સાંસદ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment