Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગનો સપાટો:'બેસ્ટ મયુર ભજીયા' અને 'વિરમણી સ્વીટ્સ' સહિત 66 પેઢીઓમાં ચેકિંગ, ભારે દંડ અને સીલની કાર્યવાહી કરાઈ

    12 hours ago

    રાજકોટ મહાપાલિકાના આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વેચાતા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ફૂડ વિભાગની ટીમોએ શહેરમાં સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 66 પેઢી, રેસ્ટોરન્ટ અને સ્વીટ માર્ટની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જેમાં 218 કિલો વાસી તેમજ અખાદ્ય જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો છે. અને રૂ. 42,000 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે. સાથે અમુક પેઢીને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વિરમણી સ્વીટ્સમાં વ્યાપક ગંદકી, 91 કિલો અખાદ્ય જથ્થાનો નાશ ચેકિંગ દરમિયાન જનકલ્યાણ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, શોપ નં. 4, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ મુકામે આવેલ "વિરમણી સ્વીટ્સ નમકીન" નામની જાણીતી પેઢીમાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ સ્થળ પર તપાસ કરતા અત્યંત અનહાઇજેનિક કન્ડિશન (અસ્વચ્છ વાતાવરણ) જોવા મળ્યું હતું. પેઢીમાંથી વાસી, અખાદ્ય, ફૂગ વાળો માવો, એક્સપાયરી ડેટ વાળો મિલ્ક પાવડર, સડેલા બટેટા અને શાકભાજી, પડતર મસાલો, ચારોળીનો પ્રતિબંધિત કલર કેમિકલ્સ, કચોરીનો મસાલો, પડતર ગુલ્ફી, વાસી પ્રિપેર્ડ ફૂડ, તેમજ પ્રિપેર્ડ સમોસા અને કચોરીનો માવો મળી આવ્યો હતો. આ તમામ બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનો કુલ જથ્થો આશરે 91 કિલોનો ફૂડ વિભાગે સ્થળ પર જ નાશ કર્યો હતો. અને આટલી ગંભીર બેદરકારી બદલ ફૂડ વિભાગે તાત્કાલિક પગલાં ભરીને વિરમણી સ્વીટ્સ પેઢીને સ્થળ પર જ સીલ મારી દીધું હતું. બેસ્ટ મયુર ભજીયામાંથી સડેલા શાકભાજી અને બ્રેડ ઝડપાયા આ ઉપરાંત, અજંતા પાર્ક, ચંદ્રમૌલેશ્વર મહાદેવ સામે આવેલ લોકપ્રિય "બેસ્ટ મયુર ભજીયા" માં પણ ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી. અહીંથી એક્સપાયરી ડેટ વાળું પાણી (200ml અને 1-લીટરની પેક્ડ 350 બોટલ મળી કુલ 100 લીટર પાણીનો જથ્થો) તેમજ 6kg સડેલા શાકભાજી અને બ્રેડનો વાસી જથ્થો મળી આવ્યો હતો. આ અખાદ્ય ખોરાકનો પણ ફૂડ વિભાગ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. આ ગંભીર ક્ષતિ બદલ પેઢીને રૂ. 10,000/- નો વહીવટી ચાર્જ વસૂલ કરી પેઢીને હાઇજેનિક કન્ડિશન બાબતે તથા લાઇસન્સ મેળવવા બાબતે નોટિસ આપવામાં આવી છે. ભારે દંડનીય વસૂલાત અને નોટિસોનો દોર આ ચેકિંગ દરમિયાન ફૂડ વિભાગે કુલ 66 પેઢીઓમાંથી 218 કિલો વાસી અને આરોગ્ય માટે હાનિકારક પદાર્થો શોધી કાઢ્યા હતા અને તેનો ત્વરિત નાશ કર્યો હતો. આ સાથે જ, નિયમોનું ઉલ્લંઘન કરનારી અને સ્વચ્છતા ન જાળવનારી કુલ 26 પેઢીઓને સ્ટોરેજ, લાઇસન્સ, હાઇજેનિક કન્ડિશન તથા પ્રિન્ટેડ પસ્તીના વપરાશ બાબતે કડક નોટિસ ફટકારવામાં આવી છે. ફૂડ વિભાગ દ્વારા આ કામગીરી અંતર્ગત પેઢીઓ પાસેથી કુલ રૂ. 42,000/- નો વહીવટી ચાર્જ (દંડ) પણ વસૂલ કરવામાં આવ્યો છે. ખોરાક અને દૂધના 17 નમૂના લેવાયા માત્ર દંડ કે સીલિંગ જ નહીં, પરંતુ કાયદાકીય તપાસના ભાગરૂપે FSSAI એક્ટ હેઠળ અલગ-અલગ 17 સ્થળોએથી ખાદ્ય પદાર્થો અને દૂધના નમૂના (સેમ્પલ) લેવામાં આવ્યા છે. આ નમૂનાઓને લેબોરેટરીમાં પૃથ્થકરણ (એનાલિસિસ) માટે મોકલવામાં આવ્યા છે, જેથી જો તેમાં કોઈ કેમિકલ કે ભેળસેળ સાબિત થાય તો આગળની કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરી શકાય. બેસ્ટ મયુર ભજીયામાંથી મીઠી ચટણી (લુઝ) નો નમૂનો લેવામાં આવ્યો છે. આ ડેરીઓમાંથી દૂધના નમૂના લેવાયા અન્ય પેઢીઓ સામે પણ પગલાં અને દંડ ચેકિંગ દરમિયાન ભગવતી ફરસાણ સ્વીટ માર્ટ (આશા જીલ એપાર્ટમેન્ટ, ગુરુપ્રસાદ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ) ને ખુલ્લા ખાદ્ય ચીજો રાખવા તથા પ્રિન્ટેડ પસ્તીના ઉપયોગ અંગે રૂ. 5,000નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો છે. આ સિવાય શ્રીનાથજી પાણીપુરી,ગોંડલ રોડ ચોકડી પાસે આવેલ પેઢીમાંથી 2 કિલો વાસી કાપેલી ડુંગળીનો નાશ કરી પ્રિન્ટેડ પસ્તીના વપરાશ અંગે નોટિસ અપાઈ છે. જયરાજ દાબેલી (કોઠારીયા રોડ, માલધારી ફાટક પાસે) માંથી 3 કિલો બાફેલા બટેટાનો માવો તથા 1કિલો વાસી ચટણીનો નાશ કરી પસ્તીના વપરાશ અંગે નોટિસ આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દોલતપરામાં અશાંત ધારો લાગૂ કરવાની માંગ:400 લોકોનો કલેક્ટર કચેરીએ મોરચો, કલેક્ટરે ન મળતા એસ.પી.ને રજૂઆત કરી
    Next Article
    UP trader killed toddler after woman refused to marry him. Court awards death

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment