Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આજે પાણી પુરવઠો બંધ રહેશે:રાજેન્દ્ર ભુવન ટાંકીના 400 એમએમ પાઇપમાં લીકેજ, સમારકામ પૂરું ન થાય ત્યાં સુધી વિતરણ બંધ

    22 hours ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં આજે 2 ઓક્ટોબરના રોજ પાણી પુરવઠો બંધ રહેશે. રાજેન્દ્ર ભુવન ટાંકી પરના 400 એમએમ આઉટલેટ પાઇપમાં મોટું લીકેજ થતાં આ નિર્ણય લેવાયો છે. પાઇપ સંપૂર્ણપણે ખરાબ થઈ ગયો હોવાથી મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા આ ખરાબ પાઇપને બદલી નવો પાઇપ લગાવવાની કામગીરી તરત હાથ ધરવામાં આવશે. આ કામગીરી પૂરી ન થાય ત્યાં સુધી નગરપાલિકા વિસ્તારના કોઈપણ ઝોનમાં પાણી આપવામાં આવશે નહીં. ચીફ ઓફિસરની સૂચના મુજબ, નાગરિકોને જરૂરી પાણીનો જથ્થો અગાઉથી સાચવી રાખવા અને કાળજીપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરાઈ છે. સમારકામ પૂરું થયા પછી કોઈ અલગ જાણ કર્યા વિના પાણી પુરવઠો રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે. નગરપાલિકા તંત્ર પાણી પુરવઠો વહેલી તકે ચાલુ કરવા પ્રયાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    4 વર્ષની બાળકીની શ્વાસનળીમાંથી 22 દિવસે ‘નઝરિયા’નો પારો બહાર કઢાયો:રાજકોટની હોસ્પિટલમાં ENT સર્જને મુશ્કેલ બ્રોન્કોસ્કોપી દ્વારા બાળકીને નવજીવન આપ્યું
    Next Article
    મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ શરૂ થયાના થોડા જ સમયમાં નિષ્ફળ:હિંમતનગર પાલિકાનું કાપડની થેલીનું ATM ત્રણ મહિનાથી ધૂળ ખાઈ રહ્યું છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment