Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચૂંટણીને લઈ પરવાનેદાર 658 હથિયાર પોલીસ મથકમાં જમા:22 દિવસમાં 1.54 કરોડનો દારૂ ઝડપાયો, વડોદરામાં 4,261 શખસો સામે અટકાયતી પગલાં

    9 hours ago

    આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે વડોદરામાં ચૂંટણી ન્યાયિક અને મુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે રેન્જ આઈ.જી. અને પોલીસ અધિક્ષકની સૂચના મુજબ 1 એપ્રિલથી 22 એપ્રિલ દરમિયાન જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હતી. 658 હથિયારો પોલીસ મથકે જમા થયા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લાના પરવાનેદારો પાસેથી હથિયાર જમા લેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં વડોદરા ગ્રામ્યમાં કુલ 718 પરવાનેદાર હથિયારો છે. જેમાંથી 658 હથિયારો પોલીસ મથકે જમા લેવાયા છે. બાકીના હથિયારો સરકારી/અર્ધસરકારી સંસ્થાઓ (બેંક, સિક્યુરિટી વગેરે) અને રમતવીરોને નિયમ મુજબ મુક્તિ આપવામાં આવી છે. 1.54 કરોડના દારૂનો જથ્થો ઝડપાયો આ સાથે પોલીસે ભારતીય બનાવટનો વિદેશી દારૂ સહિત દેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપી પાડ્યો હતો. ગ્રામ્ય પોલીસે કુલ 595 કેસો નોધ્યા છે. જેમાં દેશી દારૂ 2248 લિટર, વિદેશી દારૂની 18043 બોટલ (કિંમત 88.16 લાખ ) મળી કુલ 1.54 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. 4261 શખસો સામે અટકાયતી પગલાં આ સાથે ગ્રામ્ય પોલીસે અસામાજિક તત્વો પર લગામ કસવા માટે મોટા પાયે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. વિવિધ ધારા હેઠળ 4261 શખસો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા. આ સાથે 565 ઈસમો પાસે સારી વર્તણૂક અંગેના જામીન લેવડાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ 434 (Non-Bailable) વોરંટની બજવણી કરવામાં આવી છે. જિલ્લામાં કુલ 15 ચેકપોસ્ટ પર સઘન વ્હીકલ ચેકિંગ હાથ ધરી 19409 વાહનોની તપાસ કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ 25 કેસ અને 43 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પતિએ પત્ની પાસેથી બાળક ઝૂંટવ્યું:181 અભયમ અને 112 ટીમે માતાને પરત અપાવ્યું
    Next Article
    578 Kmph, Mid-Air Selfies: South Korean Pilot Fined Rs 55 Lakh For Crash

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment