Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપાઈ:ધ્રાંગધ્રા પાસે 65.76 લાખનો દારૂ ઝડપાયો: બે આરોપી પકડાયા

    1 सप्ताह पहले

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) દ્વારા ધ્રાંગધ્રા તાલુકાના કલ્પના ચોકડી પાસે હાઈવે રોડ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એક ટ્રકમાંથી કુલ 27,072 બોટલ દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત 45.66 લાખ રૂપિયા આંકવામાં આવી છે. ટ્રક અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 65.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, અને આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની બદીને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજાને ચોક્કસ હકીકતો મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા નિર્દેશ અપાયો હતો. આ અન્વયે, LCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા અને પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ ટીમો બનાવી હાઈવે પર પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ધ્રાંગધ્રા કલ્પના ચોકડી પાસે હાઈવે રોડ પરથી એક આયશર કંપનીની બંધ બોડીની ટ્રક (રજી. નંબર HR.55.AA.1261)માંથી ગેરકાયદેસર ઇંગ્લિશ દારૂની 27,072 નાની શીલબંધ બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો (કિંમત રૂ. 45,66,000), ટ્રક (કિંમત રૂ. 20,00,000) અને બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,000) સહિત કુલ 65,76,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ગુનામાં ટ્રક ચાલક જયકુમાર ઉદયવીર પવાર (રહે. પાણીહારી, તા. બરવાલા, જિ. હીસાર, હરિયાણા) અને ટ્રક ક્લીનર મીન ધરમીવીર મીરાસી (રહે. મુ. કપરો ૭, તા. જિ. હીસાર, હરિયાણા)ની ધરપકડ કરવામાં આવી છે. ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં દારૂ ભરેલો ટ્રક આપનાર પવનકુમાર રાજેન્દ્રકુમાર બરવાલ (રહે. હાંશી, હરિયાણા), ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યો ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. આ કામગીરીમાં LCB ટીમ સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. જાડેજા, પેરોલ ફર્લો સ્ક્વોડના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ. એન.એ. રાયમા, તથા સ્ટાફના એ.એસ.આઈ. અસલમખાન મલેક, પો.હેડ કોન્સ. યશપાલસિંહ રાઠોડ, પો.હેડ કોન્સ. દશરથભાઈ ઘાંઘર, પો.કોન્સ. પ્રતાપસિંહ રાઠોડ અને પો.કોન્સ. ગીરીરાજસિંહ જાડેજા સહિતની ટીમે સફળતાપૂર્વક કામગીરી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય:ટાઈ બાદ ચિઠ્ઠી ઉછાળી પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરાયા, ગીતાબેન રબારી પ્રમુખ, રાહુલ ઠાકોર ઉપપ્રમુખ
    Next Article
    ખનન માફિયાઓને માહિતી આપતા વોટ્સએપ ગ્રુપ ઝડપાયા:પોલીસ કાર્યવાહીની બાતમી આપતા 23 એડમિનની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment