Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા:મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નં. 4 માં આયોજન

    19 hours ago

    મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નંબર-4 ખાતે સંત શિરોમણી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે એક વ્યાખ્યાન માળા યોજાઈ હતી. આ વ્યાખ્યાન માળામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેન્દ્રનગર વિભાગના પ્રચાર પ્રમુખ નિલેશભાઈ પટેલે મુખ્ય વક્તા તરીકે સંત રવિદાસજીના જીવન ચરિત્રનું વર્ણન કર્યું. હળવદના લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપકદાસજી મહારાજ અને અનિલભાઈ પુરાણી (બજરંગ) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક સંઘના સંગઠનમંત્રી હિતેષભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મુકેશભાઈ કટારીયા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની ટીમના સભ્યો, આર.એસ.એસ.ની ભગીની સંસ્થાના પદાધિકારીઓ, શિક્ષકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળા નંબર-4 હળવદના શિક્ષક કાંતિલાલ એમ. લકુમ દ્વારા કરવામાં આવ્યું.
    Click here to Read More
    Previous Article
    સપ્ટેમ્બરમાં SIPમાં ₹32,490 કરોડનું રેકોર્ડ રોકાણ:ઓગસ્ટની સરખામણીએ ₹193 કરોડ વધુ, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું AUM 5.1% ઘટ્યું
    Next Article
    મોરબીમાં નવરાત્રિના પહેલા નોરતે 133 દીકરીઓનું કન્યા પૂજન:RSSના 35 સ્વયંસેવકોના પરિવારોએ સામાજિક સમરસતા માટે આયોજન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment