Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં નવરાત્રિના પહેલા નોરતે 133 દીકરીઓનું કન્યા પૂજન:RSSના 35 સ્વયંસેવકોના પરિવારોએ સામાજિક સમરસતા માટે આયોજન કર્યું

    20 hours ago

    મોરબીમાં નવરાત્રિના પહેલા નોરતે સામાજિક સમરસતાનો કાર્યક્રમ યોજાયો. ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટની મોરબી શાખા અને સામાજિક સમરસતા મંચ મોરબીએ આનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) મોરબીના 35 સ્વયંસેવકોના પરિવારો દ્વારા અનુસૂચિત જાતિ હિન્દુ સમાજની 133 દીકરીઓનું કન્યા પૂજન કરાયું. કાર્યક્રમમાં સ્વયંસેવકોના વડીલો અને પરિવારજનોએ દીકરીઓને માતૃશક્તિનું સ્વરૂપ માની તિલક કર્યું. શાસ્ત્રોક્ત વિધિથી તેમનું પૂજન અને સન્માન કરાયું. દીકરીઓને ભક્તિભાવપૂર્વક લ્હાણી અને ભેટ પણ આપવામાં આવી. ત્યારબાદ પરિવારજનો સાથે તેમને સ્નેહભોજન કરાવવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના અલગ અલગ વર્ગો વચ્ચે એકતા, સમાનતા અને આત્મીયતા વધારવાનો હતો. આયોજકોએ કહ્યું કે, સામાજિક સમરસતા માત્ર એક વિચાર ન રહે, પરંતુ લોકોના જીવંત સંબંધો દ્વારા તે સમાજમાં દેખાય.
    Click here to Read More
    Previous Article
    સંત રવિદાસજીની 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા:મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નં. 4 માં આયોજન
    Next Article
    Salman Khan's Monster Gears Up For 50-Day Action Schedule Ahead Of Release

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment