Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા:: મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શાળા નંબર 4 ખાતે આયોજન કરાયું, નિલેશભાઈ પટેલે વક્તવ્ય આપ્યું

    1 day ago

    મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હળવદની શાળા નંબર 4 ખાતે સંત શિરોમણી રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ હતી. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સુરેન્દ્રનગર વિભાગના પ્રચાર પ્રમુખ નિલેશભાઈ પટેલે મુખ્ય વક્તા તરીકે રવિદાસજીના જીવન ચરિત્રોનું વર્ણન કર્યું હતું. હળવદના લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજ અને અનિલભાઈ પુરાણી (બજરંગ) દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગુજરાત રાજ્યના અખિલ ભારતીય પ્રાથમિક શૈક્ષિક સંઘના સંગઠનમંત્રી હિતેષભાઈ ગોપાણી, સૌરાષ્ટ્ર સંભાગના સંગઠન મંત્રી મુકેશભાઈ કટારીયા, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાની ટીમના સભ્યો, આર.એસ.એસ.ની ભગીની સંસ્થાના પદાધિકારીઓ, શિક્ષકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હળવદની શાળા નંબર 4ના શિક્ષક કાંતિલાલ એમ. લકુમ દ્વારા કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમૃતસરમાં ભગવંત માનની સરદારધામ સાથે સંકળાયેલા સંતો સાથે મુલાકાત:ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પણ હાજર રહેતા રાજકીય ચર્ચા તેજ, પાટીદાર સમાજ સાથેના સંપર્ક અંગે અટકળો શરૂ થઈ
    Next Article
    ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ દરોડા, કરોડોનો જથ્થો શંકાસ્પદ:અલદેસણના 4 અને લીંચના 1 મોટા ગોડાઉનમાં વહીવટી તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક, સેમ્પલો લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment