Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભેળસેળયુક્ત ખોળના વિવાદ બાદ દરોડા, કરોડોનો જથ્થો શંકાસ્પદ:અલદેસણના 4 અને લીંચના 1 મોટા ગોડાઉનમાં વહીવટી તંત્રની સર્જિકલ સ્ટ્રાઈક, સેમ્પલો લેવાયા

    1 day ago

    કડી ખાતે યોજાયેલી ગુજરાત કોટન સીડ્સ ક્રશર્સ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભામાં પશુ આહાર (ખોળ)માં થતી ભેળસેળનો મુદ્દો ભારે ગાજ્યો હતો. કૃષિ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં જ સ્થાનિકો અને એસોસિએશન દ્વારા કડી સ્થિત NCDXના ગોડાઉનોમાંથી સસ્તા ભાવે ભેળસેળયુક્ત ખોળ વેચાતો હોવાના આક્ષેપો કરાયા હતા. આ બાબતને ગંભીરતાથી લઈને મંત્રીએ ત્વરિત તપાસના આદેશ આપતાં જ મોડી રાત્રે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. કડી અને લીંચના 5 સ્થળો પર સંયુક્ત દરોડા મંત્રીના નિર્દેશ બાદ મહેસાણા પશુપાલન વિભાગ, મામલતદાર ટીમ અને ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી વિભાગે સંયુક્ત રીતે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. આ કામગીરી હેઠળ કડી તાલુકાના અલદેસણ નજીક આવેલા 4 ગોડાઉનો અને મહેસાણાના લીંચ નજીકના 1 મોટા ગોડાઉન મળી કુલ 5 મુખ્ય સ્થળ પર સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હજારો બોરી ખોળ જપ્ત, કરોડોનો જથ્થો શંકાસ્પદ તપાસ દરમિયાન ગોડાઉનોમાંથી ભેળસેળયુક્ત ખોળની હજારો બોરીઓનો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. અધિકારીઓની ટીમે તમામ સ્ટોકનું નિરીક્ષણ કરીને શંકાસ્પદ ખોળના સેમ્પલો લઈ પૃથક્કરણ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પ્રાથમિક તપાસમાં કરોડો રૂપિયાની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ થાય તેવી શક્યતાને પગલે કાળાબજારીયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
    Click here to Read More
    Previous Article
    હળવદમાં સંત રવિદાસ મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે વ્યાખ્યાન માળા:: મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શાળા નંબર 4 ખાતે આયોજન કરાયું, નિલેશભાઈ પટેલે વક્તવ્ય આપ્યું
    Next Article
    Pakistan Scores It's 2nd Highest Total In T20 Cricket To Win Series Against Sri Lanka

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment