Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહેનપણીના ઘરમાં ચોરી કરનાર મહિલાની ધરપકડ:ચા પીવાનાં બહાને આવી મોકો જોઈ 6.50 લાખના દાગીના ચોર્યા’તા, પોલીસે 15.32 લાખનો મુદામાલ કબ્જે કર્યો

    9 hours ago

    રાજકોટ શહેરમાં મિત્રતાના પવિત્ર સંબંધને કલંકિત કરતી ઘટના સામે આવી છે. આજી ડેમ ચોક નજીક પીઠડ આઈ સોસાયટીમાં રહેતી પરિણીતાના ઘરે ચા પીવાના બહાને પહોંચેલી નાનપણની બહેનપણીએ મોકો જોઈ કબાટમાંથી ₹6.50 લાખના દાગીના ચોરી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા આજીડેમ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી મહિલાને ઝડપી પાડી હતી. પોલીસ પૂછપરછમાં આરોપી મહિલાએ અન્ય બે બહેનપણીઓના ઘરે પણ હાથફેરો કર્યો હોવાનો ઘટસ્ફોટ થતાં પોલીસે કુલ ત્રણ ચોરીનો ભેદ ઉકેલી ₹15.32 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. દૂધ લેવા જતાં રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો પોલીસ ફરિયાદ અનુસાર, પીઠડ આઈ સોસાયટીમાં રહેતા ભાવનાબેન ભીમજીભાઈ ચૌહાણના ઘરે ગત 17 ઓગસ્ટે તેમની નાનપણની બહેનપણી કાજલ દિપકભાઈ વાઘેલા (ઉં.વ. 29) આવી હતી. ભાવનાબેને તેને બેઠક રૂમમાં બેસાડી હતી. કાજલે ચા પીવાની ઈચ્છા વ્યક્ત કરતાં ઘરમાં દૂધ ન હોવાથી ભાવનાબેન નજીકની દુકાને દૂધ લેવા ગયા હતા. તેઓ પરત આવ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવતાં કાજલે "હું કપડાં બદલાવું છું, થોડી વાર લાગશે" તેવો બહાનો બનાવ્યો હતો. જેથી ભાવનાબેન રસોડામાં ચા બનાવવા ચાલ્યા ગયા હતા. થોડીવાર બાદ કાજલ બહાર આવી, બંનેએ સાથે ચા પીધી અને ભાવનાબેનના પતિ ઘરે આવતાં કાજલ પોતાના ઘરે જવાનું કહી નીકળી ગઈ હતી. પ્રસંગમાં પહેરવા માટે કબાટ ખોલતાં ચોરીનો પર્દાફાશ થયો ગત 30 ઓગસ્ટના રોજ ભાવનાબેનની ભત્રીજીની સગાઈનો પ્રસંગ હોવાથી તેમણે પહેરવા માટે સોનાનો હાર લેવા કબાટ ખોલ્યો હતો. જોકે, કબાટમાં સોનાનો હાર ગાયબ જણાતાં સમગ્ર ઘરમાં શોધખોળ હાથ ધરાઈ હતી, પરંતુ ક્યાંય પત્તો લાગ્યો નહોતો. દરમિયાન ભાવનાબેને અંગત તપાસ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે કાજલે આ અગાઉ કાથરોટા ગામે રહેતી તેમની અન્ય બહેનપણી વૈશાલી મકવાણાના ઘરેથી તેમજ અન્ય એક બહેનપણી મનીષા સારદીયાના ફઈના ઘરેથી પણ આવી જ રીતે સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી હતી. આથી પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે ભાવનાબેને આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ₹15.32 લાખનો મુદ્દામાલ કબ્જે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે ત્વરિત કાર્યવાહી કરી આરોપી કાજલ વાઘેલાને રાઉન્ડઅપ કરી કડક પૂછપરછ હાથ ધરી હતી. પોલીસની પૂછપરછ સામે કાજલ ભાંગી પડી હતી અને તેણે ભાવનાબેનના ઘરેથી ₹6.50 લાખના દાગીના ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. વધુ તપાસમાં તેણે પોતાની અન્ય બે બહેનપણીઓના ઘરે પણ ચોરીને અંજામ આપ્યો હોવાનું સ્વીકાર્યું હતું. પોલીસે આજીડેમ વિસ્તારમાં નોંધાયેલા ત્રણેય અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી આરોપી કાજલ પાસેથી એક સોનાનો હાર, ત્રણ સોનાના ઢાળિયા, ચાંદીના સાંકળા અને સોનાની સરવાળી બુટ્ટી સહિત કુલ ₹15,32,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
    Click here to Read More
    Previous Article
    રખડતા શ્વાન મુદ્દે હાઈકોર્ટની AMCને વોર્ડવાઇઝ એક્શન પ્લાન બનાવવા ટકોર:કહ્યું- હડકાયા કુતરાં માણસો માટે જોખમી, એકપણ રહી ગયું તો તમામ પ્રયાસો પર પાણી ફરી વળશે
    Next Article
    Gujarat Government | ગુજરાતમાં વેપારીઓ માટે મોટા સમાચાર | Business | News Rules | Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment