Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બર્ગર કિંગ, મેકડોનાલ્ડ્સ અને છાત્રાલયો પર ફૂડ શાખાનો સપાટો:65 કિલો વાસી-સડેલો ખોરાક નાશ કરાયો, 53 પેઢીઓમાં દરોડાથી ફફડાટ

    14 hours ago

    રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતી પેઢીઓ, હોસ્ટેલો અને રેસ્ટોરન્ટ્સ સામે લાલ આંખ કરીને વ્યાપક સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ વિશેષ ઝુંબેશ દરમિયાન મનપાની ફૂડ સેફ્ટી ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 53 નામાંકિત ખાદ્ય પેઢીઓ, ફૂડ આઉટલેટ્સ અને હોસ્ટેલોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન જાણીતી મલ્ટીનેશનલ બ્રાન્ડ્સ મેકડોનાલ્ડ્સ, બર્ગર કિંગ સહિત કન્યા અને કુમાર છાત્રાલયોમાંથી 65 કિલો જેટલો વાસી અને આરોગ્ય માટે હાનિકારક અખાદ્ય ખોરાક ઝડપાયો હતો, જેને તુરંત જ મનપાના વાહનમાં ભરીને નાશ કરવામાં આવ્યો હતો. 18 પેઢીઓને હાઈજેનિક સ્થિતિ અને લાયસન્સ મુદ્દે નોટિસ તપાસ દરમિયાન લોકોના સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી એવો કુલ 65 કિલો વાસી સામગ્રીનો જથ્થો સ્થળ પર જ નષ્ટ કરી દેવાયો હતો. નિયમોનું ઉલ્લંઘન કરનાર, રસોડામાં અસ્વચ્છતા રાખનાર તેમજ યોગ્ય ફૂડ સ્ટોરેજ કે લાયસન્સ ન ધરાવનાર કુલ 18 પેઢીઓને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ તમામ પેઢીઓ પાસેથી કુલ ₹17,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ગુણવત્તાની ચકાસણી માટે વિવિધ ખાદ્ય ચીજોના 3 જેટલા શંકાસ્પદ નમૂના સીલ કરીને રાજ્ય કક્ષાની ફૂડ એનાલિસિસ લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મેકડોનાલ્ડ્સ અને બર્ગર કિંગ સામે પણ પગલાં મનપાની આ ઝુંબેશમાં આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઇન્સ પણ બાકાત રહી નહોતી. કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોક નજીક આવેલા હાર્ડ કેસલ રેસ્ટોરન્ટ પ્રા. લી. (મેકડોનાલ્ડ્સ) માંથી 'જસ્ટ મિલ્ક' ટોન્ડ મિલ્ક (1 લિટર પાઉચ) અને 'ડહલર' સ્ટ્રોબેરી ફ્રૂટ ક્રશના નમૂના લેવાયા હતા તેમજ નિયમભંગ બદલ ₹3,000 નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો હતો. આ ઉપરાંત, કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સ્થિત રેસ્ટોરન્ટ બ્રાન્ડઝ એશિયા લિમિટેડ (બર્ગર કિંગ) માંથી વારંવાર તળવા માટે વપરાતું લૂઝ ફ્રાઇંગ પામોલિન ઓઇલનું સેમ્પલ લેબોરેટરી તપાસ માટે એકત્ર કરવામાં આવ્યું હતું અને સંચાલકોને કડક નોટિસ આપવામાં આવી હતી. ગર્લ્સ-બોયઝ હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં શહેરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલો અને કેન્ટીનોમાં ભોજન લે છે ત્યાં પણ ગંભીર ક્ષતિઓ પકડાઈ હતી. રામપાર્ક સ્થિત લેઉવા પટેલ ગર્લ્સ હોસ્ટેલમાંથી 20 કિલો વાસી-પડતર અખાદ્ય ઘઉંનો જથ્થો જપ્ત કરી નાશ કરાયો હતો અને ₹1,000 નો દંડ વસૂલાયો હતો. ક્રિસ્ટલ મોલ નજીક ફીનોલ ઇન્સ્ટિટયૂટમાંથી 20 કિલો એક્સપાયરી ડેટવાળા પોપકોર્નના પેકેટો મળતાં તેનો નાશ કરી ₹1,000 દંડ કરાયો હતો. વિવાન્તા ગર્લ્સ હોસ્ટેલમાંથી 5 કિલો સડેલા બટેટાનો નાશ કરી ₹1,000 તથા મહિલા કોલેજ ખાતે કાર્યરત પ્રેમ કેટરર્સમાંથી અંદાજે 20 કિલો પડતર અખાદ્ય ચીજનો નાશ કરી ₹3,000 નો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પીજી, હોસ્ટેલ્સ અને સ્વિગી ઇન્સ્ટામાર્ટને પણ નોટિસ આ ચેકિંગમાં લીંબુડીવાડી રોડ પર પટેલ સૌરાષ્ટ્ર સમાજ સંચાલિત કન્યા છાત્રાલય, સત્યસાંઈ રોડ પર કૃષ્ણમ પી.જી., કાલાવાડ રોડની શિવમ હોસ્ટેલ, નાના મવા રોડ પર માધવ બોયઝ હોસ્ટેલ, પંચવટી મેઇન રોડ પર ફોર્ચ્યુન ગર્લ્સ હોસ્ટેલ, અમૃત કન્યા છાત્રાલય, મોરબી રોડની આરસીપી હોસ્ટેલ, જય રેસીડેન્સી હોસ્ટેલ અને રાજપૂતપરા સ્થિત હરભમજીરાજ ગરાસીયા બોર્ડિંગ સામે લાયસન્સ અને ગંદકી બાબતે દંડાત્મક પગલાં લેવાયા હતા. આ સિવાય રાયકા ટ્રસ્ટ હોસ્ટેલ, ગોંડલ રોડ સ્થિત સ્વિગી ઇન્સ્ટામાર્ટ, શ્રીજી બોયઝ હોસ્ટેલ અને સોરઠીયા પ્રજાપતિ કુમાર છાત્રાલયને નોટિસ પાઠવી તાકીદે હાઈજેનિક સ્થિતિ સુધારવા આદેશ આપવામાં આવ્યો હતો. નિર્મળા રોડ અને સોરઠિયાવાડી વિસ્તારની ડેરી-બેકરીઓમાં વ્યાપક તપાસ આ મહાઝુંબેશ હેઠળ વનિતા વિશ્રામ છાત્રાલય, ઓમ બોયઝ હોસ્ટેલ સહિત શહેરના સોરઠિયાવાડી અને નિર્મળા રોડ જેવા ધમધમતા વિસ્તારોમાં આવેલી પટેલ ગ્રુપ વસ્તુ ભંડાર, અશોક વિજય ડેરી, જલારામ ખમણ, અતુલ આઇસક્રીમ, રંગોલી આઇસક્રીમ, શિવ શક્તિ ફાસ્ટફૂડ, મદ્રાસ કાફે, શ્રી હરિ નમકીન, વિનોદ બેકરી, સોનાલી પાવભાજી, શ્રીરામ ગાંઠીયા અને ગોકુલ ડેરી સહિત કુલ 53 પેઢીઓમાં સઘન તપાસ હાથ ધરાઈ હતી. આગામી તહેવારોની મોસમને ધ્યાને રાખીને ફૂડ શાખા દ્વારા શહેરભરમાં ખાદ્યપદાર્થોના ગુણવત્તા પરીક્ષણની આ ડ્રાઇવ હજુ વધુ આક્રમક બનાવવામાં આવશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં ૐ પ્લે હાઉસમાં ગણપતિ ઉત્સવ ઉજવાયો:આરતી, ધૂન અને ગણેશ નૃત્ય સાથે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ, વિજેતાઓને ઇનામ અપાયા
    Next Article
    ગુજરાત યુનિ. પૂર્વ VC નીરજા ગુપ્તાનું વધુ એક કથિત કૌભાંડ:એક્ઝિક્યુટીવ કાઉન્સિલને અંધારામાં રાખી 32 કરોડના કામ બારોબાર પાસ કરાવ્યા, મિનિટ્સમાંથી 40 નંબરનું કામ પણ ગાયબ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment