Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરના જોગવડમાં મહિલા ગાંજા સાથે ઝડપાઈ:રહેણાંક ઓરડીમાંથી 648 ગ્રામ ગાંજો જપ્ત, બે સામે NDPS ગુનો

    13 hours ago

    જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામમાં મેઘપર (પડાણા) પોલીસે નશીલા પદાર્થો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. પોલીસે એક મહિલાને 648 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે રામદુતનગર વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઓરડી પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન 648 ગ્રામ ગાંજો અને એક મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 37,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે 43 વર્ષીય સુનીતા વિધ્યાચલ યાદવની ધરપકડ કરી છે. જોકે, ગાંજો સપ્લાય કરનાર રાકેશ નામનો આરોપી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ બંને વિરુદ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટ રેન્જના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન અને જામનગર જિલ્લા પોલીસના નિર્દેશ મુજબ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં યુવકનો સિંહે શિકાર કર્યાના CCTV સામે આવ્યાં:ટ્રક ચાલક હેડલાઈટ ચાલુ રાખી લાઈવ દ્રશ્ય જોતો રહ્યો; સિંહો ભૂખ્યા ન હતા છતાં કેમ હુમલો કર્યો તે અંગે શંકા
    Next Article
    મોડાસામાં મહારાણા પ્રતાપ જયંતિની ભવ્ય ઉજવણી:ભારત વિકાસ પરિષદ દ્વારા બાઈક રેલી અને ઓધારી તળાવે મહાઆરતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment