Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ:મતદારોનો સારો પ્રતિસાદ, સાંજે સાડા પાંચ વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 64.02% મતદાન

    14 hours ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું અને સાંજે 6 વાગ્યે પૂર્ણ થયું છે. વહેલી સવારથી જ મતદારો મતદાન મથકો પર પહોંચીને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો છે, જેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાંજે 6 વાગ્યા સુધીમાં જિલ્લા પંચાયતનું 64.02 ટકા મતદાન નોંધાયું છે. જિલ્લાના ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારોમાં મતદારો મતદાન કરવા ઉમટી પડ્યા હતા. સમગ્ર મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે અનેક સ્થળે ખૂબ ઓછું મતદાન થયું હતું. વિસ્તારવાર જોઈએ તો દ્વારકા તાલુકા પંચાયતમાં 45,560 મતદારોમાંથી 28,500 એ મતદાન કરતા 62.42 ટકા મતદાન થયું હતું કલ્યાણપુર તાલુકા પંચાયતમાં 1,33,707 મતદારોમાંથી 87,691 એ મતદાન કરતા 65.58 ટકા મતદાન થયું હતું. ભાણવડ તાલુકા પંચાયતના 78,689 મતદારોમાંથી 45,102 એ મતદાન કરતા 57.32 ટકા મતદાન થયું હતું ત્યારે ખંભાળિયા તાલુકા પંચાયતમાં 1,23,047 મતદારોમાંથી 83,753 ને મતદાન કરતા 68.07 ટકા મતદાન થયું હતું જે તાલુકા પંચાયતોમાં દ્વારકા જિલ્લામાં સૌથી વધારે છે જ્યારે જિલ્લા પંચાયતમાં 3,89621 મતદારોમાંથી,49,441 મતદારોએ મતદાન કરતા 64.02 ટકા થયું છે નગરપાલિકાની ચૂંટણીઓમાં જોઈએ તો જામરાવલમાં સૌથી વધુ 79.12 ટકા જેટલું મતદાન થયું છે 15481 મતદારોમાંથી 12,248 મતદારોએ મતદાન કર્યું હતું ત્યારે ખંભાળિયા નગરપાલિકામાં 39,251 મતદારોમાંથી 24,273 એ મતદાન કરતા 61.84% જ મતદાન થયું હતું. સલાયા નગરપાલિકામાં વોર્ડ નંબર 3 ની એક બેઠક માટે 3215 મતદારોમાંથી 1728 એ મતદાન કરતા 57.31% મતદાન થયું છે મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે ક્યાંય કોઈ જગ્યાએ ગંભીર ફરિયાદો આવી નથી ક્યાંક મશીન બંધ થઈ ગયા હતા તો તે તુરંત જ બદલી નાખવા વ્યવસ્થા કરવામાં આવી હતી. એકમાત્ર ટીટોડી ગામમાં મતદાનના બહિષ્કાર સિવાય તમામ જગ્યાએ શાંતિપૂર્ણ મતદાન થયું હતું. વાડીનાર પંથકમાં ભારે ઘસારાના કારણે જિલ્લા પંચાયત સીટ પર ભારે ભીડ સાથે મતદાન થયું હતું
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન પૂર્ણ:તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ, હવે 28 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે
    Next Article
    Divyenndu Confirms Sequel To Madgaon Express: "Kunal Kemmu Is Working On The Script"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment