Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીજળી પડતાં વિચરતા પશુપાલકોના 64 પશુઓના મોત:સરકાર ₹2.89 લાખની આર્થિક સહાય આપશે, બે દિવસમાં સહાય ચૂકવવા તંત્રની ખાતરી

    13 hours ago

    ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મોટી ભોયણ ગામે કુદરતી પ્રકોપને કારણે ગરીબ પશુપાલકો પર આભ તૂટી પડ્યું છે. ગઈકાલે આ વિસ્તારમાં વરસી રહેલા ચોમાસાના વરસાદ વચ્ચે આકાશી વીજળી પડવાની ગમખ્વાર અને કાળજું કંપાવી દે એવી ઘટના બની હતી. આ દુર્ઘટનામાં વિચરતા પશુપાલકોના નાના-મોટા કુલ 64 પશુઓ કાળનો કોળિયો બન્યા હતા. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. અસરગ્રસ્ત પશુપાલકોને મહેસૂલ વિભાગના નિયમો મુજબ આગામી બે દિવસમાં સહાય ચૂકવવાની સત્તાવાર ખાતરી આપવામાં આવી છે. માત્ર બે દિવસ પહેલા જ સુરેન્દ્રનગરથી આવ્યા હતા પશુપાલકો આ હૃદયદ્રાવક ઘટનાની વિગતો મુજબ, મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને થાનગઢ તાલુકાના રહેવાસી એવા માલધારી પશુપાલકો પોતાના પશુધનને સાથે લઈને લાંબા સમયથી ઘાસચારાની શોધમાં સ્થળાંતર કરી રહ્યા હતા. તેઓ પશુઓ સાથે વિચરતા માત્ર બે દિવસ પહેલા જ કલોલના મોટી ભોયણ ગામે આવી પહોંચ્યા હતા. કમનસીબે, તેઓ હજુ અહીં સ્થિર થાય તે પહેલા જ કુદરતની ક્રૂરતાનો ભોગ બન્યા હતા અને તેમની આજીવિકા સમાન પશુધન પળવારમાં નષ્ટ થઈ ગયું હતું. પશુપાલન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ આકાશી વીજળી પડવાની ઘટનાની જાણ થતાં જ જિલ્લા પશુપાલન અધિકારીએ તાત્કાલિક અસરથી કલોલના પશુચિકિત્સા અધિકારી અને તેમની વિશેષ ટીમને ઘટનાસ્થળે રવાના કરી હતી. સ્થળ પર પહોંચેલી ટીમે તપાસ કરતાં માલધારીઓને વ્યાપક નુકસાન થયું હોવાનું સામે આવ્યું હતું. તંત્ર દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરીને તમામ મૃત પશુઓના પોસ્ટમોર્ટમ અહેવાલ (PM રિપોર્ટ) તૈયાર કરાવવાની કામગીરી રાઉન્ડ ધ ક્લોક પૂર્ણ કરવામાં આવી છે, જેથી પશુપાલકોને સહાય મેળવવામાં કોઈ વહીવટી વિલંબ ન નડે. કયા પશુપાલકના કેટલા પશુઓના મોત થયા? સૂત્રો અને સરકારી સર્વે દ્વારા પ્રાપ્ત આંકડા મુજબ આ દુર્ઘટનામાં સરકાર દ્વારા અંદાજે ₹2.89 લાખની સહાય મંજૂર કુદરતી આપત્તિના નિયમો હેઠળ નુકસાનીના સર્વેના આધારે આગામી બે દિવસમાં પશુપાલકોના બેંક ખાતામાં સીધી જ નીચે મુજબની સહાય જમા કરાવવામાં આવશે. જિલ્લા પશુપાલન અધિકારી ડૉ. એસ. આઈ. પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી (TDO) મારફતે આ તમામ સહાયની દરખાસ્તો મંજૂર કરી દેવામાં આવી છે. જોકે, આ ભયાનક દુર્ઘટનાને કારણે વર્ષોથી પશુપાલન પર નભતા આ ગરીબ પરિવારોની આજીવિકા પર મોટું સંકટ આવી પડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    આકાશી આફતથી શ્વાસ થયા અધ્ધર:પરવત ગામની શાળામાં પાણી ભરાતા 12 વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સહિત 26 ફસાયા, ફાયર બ્રિગેડે રેસ્ક્યૂ કર્યા
    Next Article
    Ground Report |મેઘસવારીનો 'મેગા' ગ્રાઉન્ડ રિપોર્ટ| દક્ષિણ ગુજરાતના 5 જિલ્લામાં રેડ એલર્ટ | Weather

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment