Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    64% બિઝનેસ લીડર્સ AIને પૂછીને કર્મચારીને છૂટા કરે છે!:46% લોકોને ભાગીદાર કરતા ચેટબોટ્સ પર વધારે વિશ્વાસ, માનવીય બુદ્ધિ પર જોખમ

    4 days ago

    બ્રિટનના બિઝનેસ એક્ઝિક્યુટિવ્સ ઝડપથી પોતાની વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા AI ચેટબોટ્સ પર છોડી રહ્યા છે. માર્કેટ રિસર્ચ એજન્સી '3-જેમ'ના અભ્યાસ મુજબ 62% બિઝનેસ લીડર્સ મોટાભાગના નિર્ણયો લેવા માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)નો ઉપયોગ કરી રહ્યા છે. આ અભ્યાસમાં 200 માલિકો, સ્થાપકો, સીઈઓ અને અન્ય વરિષ્ઠ નેતાઓને સામેલ કરવામાં આવ્યા હતા. તેમાંથી 140 લોકોએ જણાવ્યું કે, જ્યારે તેમના વિચારો AI ની ભલામણો સાથે ટકરાય છે, ત્યારે તેઓ પોતાના જ વિચારો પર ફરીથી શંકા કરવા લાગે છે. જ્યારે 46 ટકા લોકોએ કહ્યું કે, હવે તેઓ પોતાના બિઝનેસ પાર્ટનર્સની સરખામણીમાં AI ની સલાહ પર વધુ વિશ્વાસ કરે છે. આ ટ્રેન્ડ ગયા વર્ષે આવેલા એક રિપોર્ટ સાથે પણ જોડાય છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, 64 ટકા બિઝનેસ લીડર્સ કર્મચારીઓને છૂટા કરવા (ટર્મિનેશન) જેવા મામલાઓમાં પણ AI થી સલાહ લે છે. જોકે, 33-જેમ સર્વેમાં 2025 માટે 27 ટકા લોકોએ કહ્યું કે, તેઓ આવા નિર્ણયોમાં AI નો ઉપયોગ કરે છે. AI પર ભરોસો ખતરનાક, વિચારવાની ક્ષમતા ઘટી શકે છે કાર્નેગી મેલન અને માઇક્રોસોફ્ટના અભ્યાસ મુજબ, AI પર વધુ પડતી નિર્ભરતાથી લોકોની ઊંડાણપૂર્વક વિચારવાની શક્તિ ઘટી રહી છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આપણને લાગે છે કે કોઈ કામ મશીન વધુ સારી રીતે કરી રહ્યું છે, ત્યારે આપણું મગજ પોતે પ્રયાસ કરવાનું છોડી દે છે. આ બરાબર એવું જ છે, જેમ કે સેલ્ફ-ડ્રાઇવિંગ કાર હોય, ત્યારે ડ્રાઇવર રસ્તા પરથી ધ્યાન હટાવીને સંપૂર્ણપણે સિસ્ટમ પર ભરોસો રાખીને બેસી જાય છે. બાળકોના માનસિક વિકાસ માટે પણ AI ઘાતક ડેનમાર્કના મનોચિકિત્સક સોરેન ઓસ્ટરગાર્ડે ચેતવણી આપી છે કે, AI પર અતિશય નિર્ભરતાથી વિદ્વાનોમાં ‘કોગ્નિટિવ ડેટ’ એટલે કે માનસિક સુસ્તી વધી શકે છે. એનો અર્થ એ છે કે, પોતાની બુદ્ધિનો ઉપયોગ ન કરવાથી વિચારવાની ક્ષમતા ઉધારની બની જાય છે. ઓસ્ટરગાર્ડે તેને ‘AI સાયકોસિસ’ નામ આપ્યું છે, જેમાં માણસ ધીમે ધીમે પોતાની વાસ્તવિક માનસિક કાર્યક્ષમતા અને તર્કશક્તિ ગુમાવવા લાગે છે. AI ને કામ સોંપવાથી વધી શકે છે માનસિક સુસ્તી એમઆઈટી અનુસાર, ચેટજીપીટી યુવાનોની ક્રિટિકલ થિંકિંગ ખતમ કરી રહ્યું છે. સંશોધનમાં AI પર નિર્ભર લોકોની માનસિક સક્રિયતા ગૂગલ સર્ચ કરનારાઓ કરતાં ઘણી ઓછી જોવા મળી. લેખિકા નતાલિયા કોસ્મિનાએ ચેતવણી આપી છે કે, વિકસિત થઈ રહેલા બાળકો માટે AI સૌથી ખતરનાક છે, જેનાથી તેમની શીખવાની ક્ષમતા અને લાંબા ગાળાના માનસિક વિકાસને ભારે નુકસાન પહોંચી શકે છે.
    Click here to Read More
    Previous Article
    'આઈટેલ ઝેનો 100' સ્માર્ટફોન લોન્ચ:ઊંચાઈથી પડશે તો પણ ફોન તૂટશે નહીં, નેટવર્ક વિના કોલ કરી શકાશે; કિંમત ₹6,866થી શરૂ
    Next Article
    ત્રણ સંતોની પતિ-પત્નીને શીખામણ:જ્યારે પરિવારમાં પ્રેમ અને સહયોગ હોય છે, ત્યારે મન શાંત રહે છે અને સંબંધો મજબૂત બને છે

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment