Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 64 ગેરકાયદેસર બાંધકામને 15 દિવસમાં દૂર કરવા નોટિસ:બ્રહ્માકુમારી રોડ અને હાંસાપુર ડેરી પાસેના દબાણો હટાવાશે

    10 hours ago

    પાટણ નગરપાલિકાએ શહેરમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામો હટાવવા કવાયત તેજ કરી છે. અગાઉ પીતાંબર તળાવ ફરતે 110 રહીશોને નોટિસ અપાયા બાદ, હવે વધુ બે ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં 64 ગેરકાયદેસર બાંધકામોને 15 દિવસમાં દૂર કરવા તાકીદ કરાઈ છે. આ નોટિસો પાટણ શહેરના આનંદ સરોવર પાછળ આવેલા બ્રહ્માકુમારી રોડ પર રામપાર્ક સામે કેનાલ પર વસેલા 28 ઝૂંપડાવાસીઓ પૈકી 26ને આપવામાં આવી છે. બે રહીશો હાજર ન હોવાથી તેમને નોટિસ મળી શકી નથી. જ્યારે, ઊંઝા ત્રણ રસ્તા નજીક હાંસાપુર ગામ પાસે દૂધ ડેરી નજીકના 36 જેટલા રહીશોને પણ ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકા દ્વારા બ્રહ્માકુમારી રોડ પર રેલવેના બીજા નાળાથી બ્રહ્માકુમારી માર્ગને અડીને આવેલા પાણીના વહોળાની જમીન પરના ગેરકાયદેસર મકાન, પગથિયાં, પાકા ઓટલા અને શેડ જેવા બાંધકામોને 15 દિવસમાં દૂર કરવા જણાવ્યું છે. મુદત વીત્યા પછી દબાણકારોના ખર્ચે અને જોખમે આ બાંધકામો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત, ઊંઝા ત્રણ રસ્તાથી ઊંઝા જવાના રસ્તા પર હાંસાપુર ગામ પાસે અમુલ ડેરીની બાજુમાં આવેલા રેવન્યુ સર્વે નંબર 375 પૈકીની સરકારી જમીનમાં કરાયેલા ગેરકાયદેસર ઝૂંપડાના બાંધકામોને પણ 15 દિવસમાં દૂર કરવાની સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    જેતપર ખેડૂતોની ઉપવાસ છાવણી રામવનવાડી ખસેડાઈ:વોટરપ્રૂફ ડોમ બનતા સુધી એક દિવસ માટે સ્થળાંતર, ઉપવાસ યથાવત્
    Next Article
    ભરૂચમાં ચોરાયેલું મોપેડ કલાકોમાં મળ્યું:વિશ્વાસ પ્રોજેક્ટના CCTVથી પોલીસે આરોપીને ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment