Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    636 કિલો અખાદ્ય જથ્થાનો નાશ:ફુગવાળી મલાઈ, શંકાસ્પદ પનીર મળતા 3 ડેરી સીલ, નાશ કરાયેલા ખાદ્ય પદાર્થ ખાવાથી કેન્સર અને હાર્ટ એટેકનું જોખમ

    1 day ago

    રાજકોટ મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરીજનોના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સતત ચેકિંગ કરાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે 26 જૂનના રોજ ફૂડ સેફ્ટી ઓફિસર્સની ટીમોએ ત્રણેય ઝોનમાં વ્યાપક દરોડા પાડ્યા હતા. આ તપાસ દરમિયાન પનીર અને મલાઈનું ઉત્પાદન તેમજ વિતરણ કરતી ત્રણ મોટી પેઢીઓમાં ગંભીર બેદરકારી, અસ્વચ્છતા અને ભેળસેળ જોવા મળતા આ ત્રણેયને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સેન્ટ્રલ ઝોન, વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોનમાં પણ ખાણી-પીણીની દુકાનોમાં સઘન ચેકિંગ કરીને 636 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરીને હજારો રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.ફૂડ વિભાગમાંથી જાણવા મળતી વિગત મુજબ, લાતી પ્લોટ, 150 ફૂટ રીંગ રોડ અને કોઠારીયા મેઇન રોડ જેવા વિસ્તારોમાં આવેલી પનીર અને ડેરી પ્રોડક્ટ્સ બનાવતી સંસ્થાઓમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ફુગવાળી મલાઈ અને શંકાસ્પદ પનીરનો સંગ્રહ મળી આવતા તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી હતી. ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સને 5000નો દંડ આ કામગીરીમાં પ્રથમ પેઢી ફોરચ્યુન મિલ્ક એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ, જે લાતી પ્લોટ શેરી નંબર 4માં છે, ત્યાં ફૂડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ પેઢીમાં અત્યંત અસ્વચ્છ વાતાવરણ વચ્ચે કામગીરી થતી હોવાનું માલૂમ પડ્યું હતું. ત્યાંથી પનીર લુઝના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાઈજીનની ગંભીર ક્ષતિઓ બદલ આ પેઢીને ₹ 5000નો વહીવટી દંડ ફટકારવામાં આવ્યો હતો અને તેના પ્રીમાયસિસને સંપૂર્ણ સીલ કરી દેવામાં આવ્યું છે. 500 કિલો ફૂગવાળી મલાઈનો જથ્થો જપ્ત બીજી મોટી કાર્યવાહી 150 ફૂટ રીંગ રોડ પર સોમનાથ 3, શેરી નંબર 1માં શ્રીરામ ડેરી પર કરવામાં આવી હતી. ફૂડ વિભાગની ટીમે જ્યારે અહીં તપાસ કરી ત્યારે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. આ ડેરીમાં સંગ્રહ કરવામાં આવેલી મલાઈમાં મોટા પ્રમાણમાં ફુગ જોવા મળી હતી, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે તેમ હતી. ટીમે ત્યાંથી મલાઈ અને પનીરના સેમ્પલ મેળવ્યા હતા. ત્યારબાદ અંદાજિત રૂ. 1,75,000ની બજાર કિંમત ધરાવતી 500 કિલો ફુગવાળી મલાઈનો લુઝ જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ તમામ અખાદ્ય મલાઈને મહાનગરપાલિકાના SWM વાહનમાં ભરીને સ્થળ પર જ નાશ કરી દેવામાં આવી હતી. આ ગંભીર ગુના બદલ શ્રીરામ ડેરીને ₹ 5000નો દંડ કરવામાં આવ્યો હતો અને પેઢીના પ્રીમાયસિસને પણ સીલ મારી દેવાયું છે. પનીર એનાલોગનો જથ્થો ઝડપાયો ત્રીજી પેઢી શ્યામ ડેરી પ્રોડક્ટ છે, જે વિવેકાનંદ નગર શેરી નંબર 9, કોઠારીયા મેઈન રોડ પર છે. અહીં તપાસ દરમિયાન પનીર એનાલોગનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો, જેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ડેરીમાં પણ આરોગ્યપ્રદ નિયમોનું પાલન ન થતું હોવાથી તેને ₹ 5000નો વહીવટી ચાર્જ ફટકારવામાં આવ્યો હતો અને આ પ્રીમાયસિસને પણ ત્વરિત ધોરણે સીલ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. 3 ડેરીને 15000નો દંડ ફટકારાયો આમ, પનીર અને મલાઈનું ઉત્પાદન કરતી આ ત્રણેય પેઢીઓમાંથી કુલ મળીને 4 ફોર્મલ સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે લેવામાં આવ્યા છે અને ત્રણેય પેઢીઓ પાસેથી કુલ મળીને રૂ. 15,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે.₹ 1,75,000ની કિંમતની ફુગવાળી 500 કિલો મલાઈનો નાશ કરીને લોકોના આરોગ્ય સાથે થતી ચેડા અટકાવવામાં આવ્યા છે. ત્રણેય ઝોનમાં 16 પેઢીઓમાં તપાસ આ ઉપરાંત, ફૂડ વિભાગની અલગ-અલગ ટીમો દ્વારા શહેરના ત્રણેય ઝોનમાં પણ વ્યાપક સ્તરે ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સેંટ્રલ ઝોનની ટીમ દ્વારા રેલવે જંકશનની સામેની બાજુએ આવેલા ખાણી-પીણીના બજારો અને દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં કુલ 16 પેઢીઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. 5 પેઢીમાં 47 કિલો અખાદ્ય જથ્થાનો નાશ જેમાંથી 5 પેઢીઓમાં વાસી અને અખાદ્ય ખોરાકનો સંગ્રહ જોવા મળતા 47 કિલો અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ 1 પેઢીને હાઇજીનિક કન્ડિશન અને સ્ટોરેજની યોગ્ય વ્યવસ્થા જાળવવા બાબતે કડક નોટિસ આપવામાં આવી હતી. સેન્ટ્રલ ઝોનમાંથી રુપિયા 11,700ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી હતી. વેસ્ટ ઝોનમાં 74 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ બીજી તરફ, વેસ્ટ ઝોનની ટીમ દ્વારા સાધુ વાસવાણી રોડ પર આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ડેરી ફાર્મ્સમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. આ વિસ્તારમાં 10 પેઢીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી 4 પેઢીઓમાં ખાદ્ય ચીજોમાં ક્ષતિઓ જણાતા કુલ 74 કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરતી અને યોગ્ય સ્ટોરેજ ન રાખતી 5 પેઢીને હાઇજીનિક કન્ડિશન બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી. વેસ્ટ ઝોનની ટીમ દ્વારા ₹ 11,000ની પેનલ્ટી વસૂલવામાં આવી હતી. તે જ રીતે, ઈસ્ટ ઝોનની ટીમ દ્વારા પણ જામનગર રોડ પર શેઠનગરના ગેટ પાસે આવેલા વ્યાપારી એકમોમાં સઘન તપાસ કરવામાં આવી હતી. અહીં ઈસ્ટ ઝોનની ટીમે કુલ 12 પેઢીઓની તપાસ કરી હતી, જેમાંથી 3 પેઢીઓમાં અસ્વચ્છતા અને અખાદ્ય સામગ્રી માલૂમ પડતાં 15 કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. અખાદ્ય કે ભેળસેળયુક્ત પનીર અને ફુગવાળી મલાઈ ખાવાથી કેવા રોગો થઈ શકે? આરોગ્ય અધિકારીનાં જણાવ્યા મુજબ, ડેરી પ્રોડક્ટ્સ થતી ભેળસેળ કે કેમિકલનો ઉપયોગ અને ફુગવાળો અસ્વચ્છ ખોરાક માનવ શરીર માટે અત્યંત ઘાતક સાબિત થાય છે. આવો ખોરાક લેવાથી ગંભીર બીમારી થઈ શકે છે. જેમાં ફૂડ પોઇઝનિંગ અને ડાયેરિયા તેમજ ટાઈફોઈડ અને ગેસ્ટ્રોએન્ટેરાઈટીસ જેવી બીમારી સાથે લિવર અને કિડનીને નુકસાન થવાની તેમજ લાંબા ગાળે પેટ અને લિવરનું કેન્સર થવાની સંભાવના રહે છે. એટલું જ નહીં આર્ટિફિશિયલ પનીર (એનેલોગ) શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે, જે ધમનીઓમાં બ્લોકેજ ઊભું કરીને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. ફૂડ વિભાગની આ સમગ્ર મેગા ડ્રાઈવ દરમિયાન ત્રણેય ઝોન અને ડેરીઓ મળીને કુલ રૂ. 37,700ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે અને 636 કિલોગ્રામ અખાદ્ય પદાર્થો બજારમાં વેચાય તે પહેલાં જ પકડી પાડીને નાશ કરાયા છે. મનપાના અધિકારીઓએ જણાવ્યું છે કે, આગામી દિવસોમાં પણ આ પ્રકારનું ચેકિંગ સખત રીતે ચાલુ રહેશે અને જે કોઈ પણ વેપારી નાગરિકોના સ્વાસ્થ્ય સાથે રમત રમશે તેની સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે. શહેરીજનો જાગૃત બને અને કોઈપણ જગ્યાએ આવી અસ્વચ્છતા કે ભેળસેળ જણાય તો તુરંત તંત્રને જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    નજીવી બાબતે મારામારી:શિહોરના ભાંખલ ગામે વાડીના શેઢે રસ્તાના મામલે મહિલા પર કુહાડીથી હુમલો, માથામાં 6 ટાંકા આવ્યા
    Next Article
    LIVE: India vs Ireland 1st T20 Match | Vaibhav Sooryavanshi Debut Updates | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment