Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી ઉદ્યોગનગર પોલીસે ગુમ મોબાઈલ શોધી કાઢ્યા:તેરા તુઝકો અર્પણ અભિયાન હેઠળ પ્રશંસનીય કામગીરી; 6 લાખથી વધુ કિંમતના 40 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

    1 day ago

    ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા "તેરા તુઝકો અર્પણ" ખાસ અભિયાન હેઠળ વાપી ઉદ્યોગનગર પોલીસે ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી કરી બતાવી છે. વલસાડ જિલ્લા એસ.પી. યુવરાજસિંહ જાડેજાના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ વાપી પોલીસે ગુમ થયેલા નાગરિકોના કિંમતી મોબાઈલ ફોન શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ ચલાવી હતી. CEIR પોર્ટલ અને ટેક્નિકલ મદદ લેવાઈ વાપી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ. પી. ગોહિલની સ્પષ્ટ સૂચનાથી, ગુમ થયેલા મોબાઈલ ફોન અંગે મળેલી વિવિધ અરજીઓ પર ગંભીરતાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આધુનિક CEIR પોર્ટલ અને ટેક્નિકલ સર્વેલન્સની મદદ લઈને સફળતાપૂર્વક કુલ 40 જેટલા ગુમ થયેલા મોબાઈલ ફોન શોધી કાઢ્યા હતા. ₹6 લાખથી વધુનો મુદ્દામાલ પરત કરાયો પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલા આ 40 મોબાઈલ ફોનની અંદાજિત બજાર કિંમત ₹6 લાખથી પણ વધુ થવા જાય છે. વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન પરિસરમાં યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં નાયબ પોલીસ અધિક્ષક બી. એન. દવે અને પોલીસ ઇન્સ્પેક્ટર એસ. પી. ગોહિલના હસ્તે તમામ મૂળ માલિકોને તેમના મોબાઈલ ફોન સન્માનપૂર્વક પરત સોંપવામાં આવ્યા હતા. પોલીસ ટીમની સફળ કામગીરીની પ્રશંસા આ સફળ અને પ્રશંસનીય કામગીરી પાર પાડવામાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ નિમ્બાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ પ્રતાપસિંહનો મહત્વનો ફાળો રહ્યો હતો. ગુમ થયેલા મોબાઈલ પરત મળતા અરજદારોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને વાપી પોલીસે "પોલીસ પ્રજાનો મિત્ર છે" તે સૂત્રને ફરી એકવાર સાર્થક કરી બતાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદ નગરપાલિકાએ નાગલપર દરવાજા પાસે દબાણો હટાવ્યા:જ્યોતિગ્રામ સર્કલ સહિતના વિસ્તારોમાં દંડ ફટકારી કાર્યવાહી કરાઈ
    Next Article
    Q2 Results Live: ICICI Lombard Profit Rises 15%, Declares Dividend; CEAT Profit Slips 40%

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment