Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં રૂ. 63 લાખના દારૂકાંડમાં પોલીસ વિભાગમાં ખળભળાટ:આડેસર PIની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં બદલી, ભીમાસરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં 604 પેટી દારૂ-બિયર ઝડપાયાં

    22 hours ago

    પૂર્વ કચ્છના ગાંધીધામ જિલ્લામાં દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી બાદ પોલીસ વિભાગમાં ખળભળાટ મચ્યો છે. રાપર તાલુકાના ભીમાસર ગામમાં પૃથ્વીરાજસિંહના બંધ મકાન તથા દુકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ (IMFL) અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહી અંગે ગાંધીધામના SP સાગર બાગમારે જણાવ્યું હતું કે આડેસર પોલીસ સ્ટેશનના PIની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. 604 પેટી દારૂ-બિયર સહિત રૂ. 63.08 લાખનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ભીમાસર ગામમાં દરોડો પાડતાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 604 પેટી મળી આવી હતી. તેમાં અંદાજે 23,729 બોટલનો જથ્થો હોવાનું જણાવાયું છે. પોલીસે દારૂના જથ્થાની કિંમત રૂ. 62,95,061 આંકી છે. મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. 63,08,761નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગેરકાયદે દારૂની હેરાફેરી સામે કાર્યવાહી કરવા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો. ભીમાસર ગામમાં બંધ મકાન તથા દુકાનમાં તપાસ દરમિયાન દારૂનો મોટો જથ્થો મળી આવતાં પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એક આરોપી ઝડપાયો, ત્રણ સામે તપાસ આ કેસમાં એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે અન્ય ત્રણ આરોપીઓ વોન્ટેડ છે. ઝડપાયેલા આરોપીનું નામ: • રામદેવસિંહ દિલુભા વાઘેલા, રહે. ભીમાસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ. વોન્ટેડ આરોપીઓ: • હરદેવસિંહ દિલુભા વાઘેલા, રહે. ભીમાસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ. • પટેલ જ્ઞાતિનો એક વ્યક્તિ, જેનું નામ-સરનામું હજુ સુધી જાણવા મળ્યું નથી. • ગેરકાયદે રીતે માલ ભરવામાં સંડોવાયેલી અન્ય એક વ્યક્તિ, જેની ઓળખ અંગે તપાસ ચાલી રહી છે. PIની લીવ રિઝર્વમાં તાત્કાલિક બદલી આ સમગ્ર કાર્યવાહી બાદ આડેસર પોલીસ સ્ટેશનના PI સામે વહીવટી પગલું લેવામાં આવ્યું છે. ગાંધીધામના SP સાગર બાગમારે જણાવ્યું હતું કે આ કાર્યવાહી સંદર્ભે આડેસર PIની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. આડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો આ મામલે પૂર્વ કચ્છ-ગાંધીધામ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન સંબંધિત ગુનો નોંધાવવામાં આવ્યો છે. પોલીસે દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને પહોંચાડવાનો હતો અને તેની હેરાફેરીમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. કબજે કરાયેલ મુદ્દામાલ • દારૂ-બિયરની પેટીઓ: 604 • બોટલ: અંદાજે 23,729 • દારૂના જથ્થાની કિંમત: રૂ. 62,95,061 • મોબાઇલ ફોન: 1 • રોકડ રકમ સહિત કુલ મુદ્દામાલ: રૂ. 63,08,761
    Click here to Read More
    Previous Article
    ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ડ્રાઇવરે રૂ.10.11 લાખના 4 પાર્સલની ચોરી કરી:ઇંદોરથી અમદાવાદ આવતી વખતે રસ્તામાં જ ચોરી કરી, CCTV ચકાસતા ભાંડો ફૂટ્યો
    Next Article
    Keemo Paul Highlights Slower Balls Helped West Indies Beat India In Hyderabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment