Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી ડ્રાઇવરે રૂ.10.11 લાખના 4 પાર્સલની ચોરી કરી:ઇંદોરથી અમદાવાદ આવતી વખતે રસ્તામાં જ ચોરી કરી, CCTV ચકાસતા ભાંડો ફૂટ્યો

    23 hours ago

    ઇંદોરથી અમદાવાદ વચ્ચે ચાલતી ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી રૂ. 10.11 લાખના 4 પાર્સલ ચોરી કરી ડ્રાઇવર ફરાર થઈ ગયો હતો. 25માંથી 4 પાર્સલ ગુમ થતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પીપળજ પીરાણા રોડ પર જે એન્ડ કે લોજિસ્ટિક પાર્કમાં આવેલી શ્રીનાથ કાર્ગો કંપનીના માલિકે ટ્રક ડ્રાઇવર સામે ચોરી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે તપાસ શરૂ કરી છે. ઇંદોર ઓફિસથી તમામ 25 પાર્સલ ટ્રકમાં લોડ કરાયા હતા સરખેજમાં રહેતા હબીબ ઉમડિયા નારોલમાં શ્રીનાથ કાર્ગો કંપની ધરાવે છે. ગત 24 સપ્ટેમ્બરે સવારે શ્રીનાથ કાર્ગોની ટ્રક ઇંદોરથી અલગ-અલગ કંપનીઓના કુલ 25 પાર્સલ ભરીને અમદાવાદ આવવા નીકળી હતી. આ ટ્રક ડ્રાઇવર અફઝલખાન ગુલહસનખાન ચલાવી રહ્યો હતો. ટ્રક પીપળજ ખાતેની ઓફિસે પહોંચ્યા બાદ માલ ખાલી કરતી વખતે મા એન્ટરપ્રાઇઝના 6 પાર્સલમાંથી માત્ર 2 પાર્સલ મળ્યા હતા અને 4 પાર્સલ ગુમ હતા. જેથી ઇંદોર ઓફિસ ખાતે તપાસ કરતા તમામ 25 પાર્સલ ટ્રકમાં લોડ કરાયા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. ચોરી અંગે પૂછપરછ કરાતાં ડ્રાઈવરે અજાણ હોવાનો ડોળ કર્યો આ અંગે ડ્રાઇવર અફઝલખાનની પૂછપરછ કરાતાં તેણે અજાણ હોવાનો ડોળ કર્યો હતો. દરમિયાન ગત 7 ઓક્ટોબરે ડ્રાઇવર ઓફિસે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયો હતો અને પોતાનો મોબાઈલ પણ સ્વિચ ઓફ કરી દીધો હતો. તપાસ અને સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ડ્રાઇવરે જ રસ્તામાં રૂ. 10. 11 લાખનો માલસામાન ચોરી કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે નારોલ પોલીસે ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વિસનગર રોડ પર કારે બે રિક્ષાને ટક્કર મારી, વૃદ્ધાનું મોત:મૃતકના પતિ અને રિક્ષાચાલક ઈજાગ્રસ્ત, અકસ્માત બાદ કારચાલક સ્થળેથી ફરાર
    Next Article
    કચ્છમાં રૂ. 63 લાખના દારૂકાંડમાં પોલીસ વિભાગમાં ખળભળાટ:આડેસર PIની તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં બદલી, ભીમાસરમાં સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં 604 પેટી દારૂ-બિયર ઝડપાયાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment