Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી કરનારાઓ સામે લાલ આંખ:પ્લાસ્ટિક ડ્રાઈવ અંતર્ગત 63 આસામીઓ પાસેથી 70 કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું, 50 હજારથી વધુનો દંડ વસુલ્યો

    2 days ago

    રાજ્ય સરકાર દ્વારા હાલમાં ચાલી રહેલ "સ્વચ્છતા હી સેવા અભિયાન" અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સમગ્ર શહેરમાં કડક તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આજરોજ મહાનગરપાલિકાની ટીમ દ્વારા શહેરમાં સઘન ચેકિંગ હાથ ધરીને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા 63 આસામીઓ પાસેથી 70 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.50,000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત જાહેરમાં ગંદકી કરવા સબબ 31 આસામીઓ પાસેથી રૂ.9750 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આમ, આજરોજ કુલ 94 આસામીઓ સામે કાર્યવાહી કરીને કુલ રૂ.59,750 ની દંડકીય રકમ વસૂલ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન હાથ ધરાયેલી ખાસ ડ્રાઇવમાં આજદિન સુધીમાં કુલ 165 આસામીઓ પાસેથી 465 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.1,37,700 નો દંડ તેમજ જાહેરમાં ગંદકી કરનાર 100 આસામીઓ સામે કાર્યવાહી કરી રૂ.27,850 નો દંડ. આમ, ઓક્ટોબર માસમાં અત્યાર સુધીમાં કુલ 565 આસામીઓ સામે કાર્યવાહી કરીને રૂ.1,65,550 નો દંડ ફટકારવામાં આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના દરેક વોર્ડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવાની કામગીરી ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ ચેકિંગ ઝુંબેશને વધુ સઘન બનાવવામાં આવશે., મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ વેપારીઓ અને શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈપણ પ્રકારના પ્રતિબંધિત કે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કે સંગ્રહ ન કરવો તેમજ જાહેરમાં ગંદકી ન કરવી. ભાવનગર શહેરને સ્વચ્છ, સુંદર અને રળિયામણું બનાવવા માટે ચાલી રહેલા આ સ્વચ્છતા અભિયાનમાં નાગરિકોને પૂર્ણ સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી વિકેટ પડી:અક્ષર પટેલ, પ્રિન્સ યાદવ પછી અર્શદીપે કેરેબિયન બેટરને પેવેલિયન ભેગો કર્યો; સ્કોર 207/3
    Next Article
    રાજકોટમાં આવતીકાલે ડે. સીએમ હર્ષ સંઘવી:ખેડૂતોને જમીન દસ્તાવેજો પરત અને 300થી વધુ શરણાર્થીઓને નાગરિકતા અપાશે, બિલ્ડર એસો.ની મેયર-કમિશનર સહિત સાથે બેઠક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment