Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુમકુમ મંદિરમાં 6×3 ફૂટનો ચોપડો પૂજાશે:દિવાળીએ ચોપડાપૂજન, 10 નવેમ્બરે સત્સંગ સભા અને અન્નકૂટ, AI અને નીતિમત્તાની થીમ પર ચોપડો તૈયાર

    7 hours ago

    અમદાવાદના મણિનગરમાં આવેલા શ્રી સ્વામિનારાયણ મંદિર-કુમકુમમાં 8 નવેમ્બર, રવિવારે ચોપડાપૂજન યોજાશે. સવારે 9:30થી 11:30 વાગ્યા સુધી વેપારીઓ પરંપરાગત ચોપડા સાથે લેપટોપનું પણ પૂજન કરશે. ચોપડાપૂજનનો લાભ વિનામૂલ્યે મળશે. મંદિરના પ્રેરક વક્તા સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે 6 ફૂટ લાંબો અને 3 ફૂટ પહોળો વિશાળ ચોપડો તૈયાર કરાયો છે. તેમાં આધ્યાત્મિક માર્ગે શું જમા થાય અને શું ઉધાર થાય તેની સમજ આપવામાં આવી છે. ‘AI ગમે તેટલું સ્માર્ટ બને, પણ વ્યવહારના ચોપડામાં સિદ્ધાંત તો નીતિમત્તાનો જ ચાલશે’ થીમ પર આ ચોપડો બનાવાયો છે. તે માનવજીવનમાં નીતિમત્તા અને પ્રામાણિકતા અપનાવવાનો સંદેશ આપે છે. 10 નવેમ્બરે નૂતન વર્ષ નિમિત્તે સવારે 7થી 9 વાગ્યા સુધી સત્સંગ સભા યોજાશે. શ્રી સ્વામિનારાયણ ભગવાન, જીવનપ્રાણ બાપાશ્રી અને જીવનપ્રાણ સ્વામીબાપાની સમક્ષ સવારે 9:30થી સાંજે 5 વાગ્યા સુધી અન્નકૂટ ધરાવાશે. સાધુ પ્રેમવત્સલદાસજીએ દિવાળીના મહત્ત્વ વિશે જણાવ્યું કે ભારતમાં આ પર્વ સદીઓથી પ્રકાશ અને પ્રગતિના પ્રતીક તરીકે ઉજવાય છે. તેમણે કહ્યું કે આ તહેવાર અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે અને અનેક પાવન પ્રસંગો સાથે જોડાયેલો છે. તેમણે પૃથુ ભગવાને પૃથ્વીનું દોહન કરીને રસકસ પ્રગટ કર્યા હોવાનો, સમુદ્રમંથનમાંથી મા લક્ષ્મીજી પ્રગટ થયાનો અને પાંડવો વનવાસ પૂરો કરીને પાછા ફર્યાનો ઉલ્લેખ કર્યો. તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભુ શ્રી રામચંદ્રજી રાવણનો વધ કરીને આ દિવસે અયોધ્યા આવ્યા હતા. તેમના આગમનની ખુશીમાં અયોધ્યા દીવડાઓથી ઝળહળી ઊઠી હતી. સંપર્ક: સાધુ પ્રેમવત્સલદાસજી, કુમકુમ મંદિર. વોટ્સએપ: 6352466248.
    Click here to Read More
    Previous Article
    દિવાળી મનનો અંધકાર દૂર કરીને સાર્થક બને:સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમનો સંદેશ, અહંકાર, નકારાત્મકતા અને માનસિક તણાવ દૂર કરી હૃદયમાં દીવો પ્રગટાવો
    Next Article
    રાહી ફાઉન્ડેશને 300 વડીલોને નાસ્તો કરાવ્યો:દિવાળી અને નૂતન વર્ષ નિમિત્તે લાંભાના જીવનધારા વૃદ્ધાશ્રમમાં ચા, કોફી, દૂધ, ખાખરા, રસાવાળા મગ, મઠિયાં અને બિસ્કિટ આપ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment