Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:પાલિકાની ચૂંટણીમાં પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસર સહિત 6284 તથા 2672 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે

    3 days ago

    અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા, દામનગર એમ કુલ છ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. 26ને રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુઘી મતદાન યોજાનાર છે. મત ગણતરી તા. 28ના રોજ સવારના 9 કલાકથી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન તેમજ મતગણતરી પ્રક્રિયાના સુચારૂ આયોજન અંગે માહિતી આપવાના હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અમરેલી જિલ્લાના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમરેલીમાં 11 તાલુકા પંચાયતની 190 બેઠકો પૈકી 4 બેઠક (જાફરાબાદ તાલુકાની બારપટોળી, રોહીસા, વઢેરા, તથા બાબરા તાલુકાની ચમારડી બેઠક) બિનહરીફ થયેલ છે. બાકીની 186 બેઠકો પર કુલ 553 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જ્યારે જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર કુલ 103 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. ધારી નગરપાલિકામાં વોર્ડ નં. 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. જયારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. 6 નગરપાલિકાના હરીફ ઉમેદવારોની સંખ્યા કુલ 461 છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર સહીત કુલ 5201 કર્મચારી અને અધિકારી ફરજ બજાવશે. તેમજ 2257 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર સહીત કુલ 1083 કર્મચારી તેમજ 415 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવનાર છે. અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં 455450 પુરૂષ મતદાર, 409429 સ્ત્રી મતદાર, 1 અન્ય મળીને કુલ 834,880 મતદારોની સંખ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની 183 બેઠકોમાં 447,003 પુરૂષ, 401308 સ્ત્રી અને 1 અન્ય મળીને કુલ 848612 મતદારોની સંખ્યા છે. જ્યારે 6 નગરપાલિકાની 174 બેઠકો માટે 108698 પુરૂષ મતદારો, 99133 મહિલા મતદારો, 20 અન્ય મતદારો મળીને કુલ 207881 મતદારોની સંખ્યા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાનના આંકડા તથા ૫રિણામ જાણવા માટે રાજય ચૂંટણી આયોગ, ગાઘીનગર દ્વારા વિકસાવેલ પોર્ટલ https://sec-poll.gujarat.gov.in પર વિગતો ઉપલબ્ઘ થઇ શકશે. તેમણે અમરેલી જિલ્લાના તમામ મતદારો પોતાના મતદાન અઘિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. 2980 ઇવીએમ મશીન ફાળવાયા જિલ્લા પંચાયતના મતદાન માટે 1320 બી.યુ. અને 1320 સી.યુ ઈ.વી.એમ મશીન ફાળવવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પંચાયતમાં 1320 બી.યુ, અને 1320 સીયુ, નગરપાલિકા માટે 340 બી.યુ, અને 340 સી.યુ ફાળવવામાં આવ્યા છે. સ્ટાફને લુથી બચવા ORS, દવા અપાશે મતદાનના દિવસે ગરમીના કારણે મતદારો તથા પોલીંગ સ્ટાફને લૂની અસરથી બચવા માટે મતદાન ટૂકડીને ORS, પ્રા. સારવાર માટેની દવાઓની કિટ ઉ૫લબ્ઘ કરાવવામાં આવનાર છે તેમજ આકસ્મિક સંજોગોમાં જરૂરિયાત ૫ડે તેવા સંજોગો માટે નજીકના હેલ્થ સેન્ટરે એમ્બ્યુલન્સની ૫ણ વયવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં નોંઘાયેલ કેન્દ્ર રાજય સ૨કા૨ની કચેરી/સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર/બોર્ડ/નિગમની કચેરીઓમાં કામ કરતા કર્મચારી તેમજ દુકાન/ વાણિજય સંસ્થા સહિત હોસ્પિટલોના કર્મી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મત આપી શકે તે હેતુસર નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા જાહેરનામું કરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વન વિભાગની કાર્યવાહી:મિતિયાળામાં સસલાનો શિકાર કરતા 2 ઝડપાયા
    Next Article
    મારામારીનો મામલો આવ્યો સામે:લાઠી રોડ ઝુપડપટ્ટીમાં શ્વાન ફળિયામાં જતા બે પક્ષ વચ્ચે મારામારી: પાંચને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment