Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં ખેડૂતોની વાડીઓમાંથી કોપર વાયર ચોરી કરતી ગેંગ ઝડપાઈ:પોલીસે 6.25 લાખના મુદ્દામાલ સાથે 7 આરોપીઓની ધરપકડ કરી

    6 hours ago

    હળવદ તાલુકામાં ખેડૂતોની વાડીઓને નિશાન બનાવી કોપર કેબલ વાયર ચોરી કરતી ગેંગનો મોરબી જિલ્લા LCBની ટીમે પર્દાફાશ કર્યો છે. હળવદ, ઘનશ્યામગઢ અને કડીયાણા ગામની સીમમાંથી કુલ 520 ફૂટ કોપર વાયર ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી પોલીસે સાત આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ચોરાઉ કોપર વાયર, અન્ય કેબલ વાયર અને ક્રેટા કાર સહિત કુલ રૂ.6.25 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. એક જ દિવસમાં ચોરીની ત્રણ ફરિયાદ નોંધાઈ હળવદ પોલીસ સ્ટેશનમાં કોપર કેબલ વાયર ચોરીની ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધાઈ હતી. ઘનશ્યામગઢ ગામની સીમમાં આવેલી દીપકભાઈ અંબારામભાઈ સંઘાણીની વાડીમાંથી 200 ફૂટ કોપર વાયર, કિંમત રૂ.15 હજારની ચોરી થઈ હતી. બીજી ઘટનામાં હળવદની ઠળિયા પાર્ટી તરીકે ઓળખાતી સીમમાં ગણપતભાઈ દેવજીભાઈ પરમારની વાડીમાંથી 120 ફૂટ કોપર વાયર, કિંમત રૂ.12 હજારની ચોરી થઈ હતી. જ્યારે કડીયાણા ગામની સીમમાં કનુભાઈ વાલાભાઈ ઠુંગાની વાડીમાંથી 200 ફૂટ કોપર વાયર, કિંમત રૂ.15 હજારની ચોરી થઈ હતી. વેગડવાવ રોડ પરથી સાત શખ્સો ઝડપાયા ત્રણેય ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી હતી. દરમિયાન LCBની ટીમે હળવદના વેગડવાવ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટની પાછળના ભાગમાં તપાસ કરતા સાત શખ્સો ચોરીના મુદ્દામાલ સાથે મળી આવ્યા હતા. પોલીસે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં રહેતા 6 અને મોરબીમાં રહેતા એક એમ કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે : 37 કિલો ચોરાઉ કોપર વાયર સહિત રૂ.6.25 લાખનો મુદ્દામાલ કબજે પકડાયેલા આરોપીઓ પાસેથી ત્રણેય ચોરીમાં ગયેલા વાયર પૈકી 37 કિલો કોપર વાયર મળી આવ્યો હતો. ઉપરાંત સફેદ રંગની ક્રેટા કાર નંબર GJ 37 B 9282, કિંમત રૂ.5 લાખ, તેમજ અન્ય ચોરીમાં મેળવેલો 60 કિલો કેબલ વાયર, કિંમત રૂ.78 હજાર, મળી કુલ રૂ.6,25,100નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા પોલીસના જણાવ્યા મુજબ, ઝડપાયેલા આરોપીઓ પૈકી અજય કુંઢીયા સામે જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના, સુનિલ હળવદિયા સામે બે, ચેતન જાગરીયા સામે બે અને પ્રવીણ ધામેચા સામે એક ગુનો નોંધાયેલો છે.
    Click here to Read More
    Previous Article
    પાંડેસરા વિસ્તારમાં 8 બોગસ ડોક્ટરો ઝડપાયા:કિશોરનો ભોગ લેનાર નકલી તબીબ ફરીથી સારવાર કરતા ઝડપાયો; મોટા ભાગના માત્ર ધો. 12 પાસ હોવાનું ખુલ્યું
    Next Article
    47 लाख दिल्ली के वोटर कहाँ चले गए? स्थायी रूप से पता बदलने वाले कहाँ चले जाते हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment