Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    6.23 ગ્રામ ડ્રગ્સ સહિત રૂ.1.42 લાખનો મુદ્દામાલ જપ્ત‎:પડાણામાં સવા લાખના હેરોઈન સાથે 4 પંજાબી શખસો ઝડપાયા

    2 days ago

    જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલા પડાણા ગામમાંથી સવા લાખની કિંમતના હેરોઈન સાથે ચાર પંજાબી શખસોને પડાણા પોલીસે ઝડપી લીધા છે અને તેના કબજામાંથી 6.23 ગ્રામ ડ્રગ્સ સહિતનો રૂ.1.42 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પડાણા ગામ પાણીના ટાંકા પાસે, દિનેશભાઈ મઢવીની રહેણાંક ઓરડીમાં ચાર પરપ્રાંતિય શખસો પાસે ડ્રગ્સ હોવાની બાતમીના આધારે પીઆઈ પી.ટી.જયસ્વાલે ટીમ સાથે દરોડો પાડ્યો હતો. ઓરડીમાંથી રૂ.6.23 ગ્રામ હેરોઈન રૂ.1,24,600નું કિંમતનું મળી આવતા કબજે કર્યુ હતું. પંજાબ અમૃતસરનાર પ્રભશેરસીંગ સવેદરસીંગ, શેરસીંગ ઉર્ફે શેરા ગુરુદેવસીંગ, દીલબાગસીંગ બચ્ચનસીંગ અને મનાસીંગ મુખાસીંગને ઝડપી લીધા હતા. તેના કબ્જામાંથી હેરોઈન ઉપરાંત રૂ.15,500ની કિંમતના ચાર બોમાઈલ, ઈલેક્ટ્રીક સેલવાળો વજનકાંટો અને રોકડ રૂ.1510 મળીને કુલ રૂ.1,42,110નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. ચારેય શખસો સામે એન.ડી.પી.એસ.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ અંગેની તપાસ પીઆઈ ડી.બી.પટેલને સોંપવામાં આવી અને તપાસ કરવામાં આવી રહી છે. ચારેય શખસોને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. મોટીખાવડી, આસપાસના ગામો બન્યા ડ્રગ્સના અડ્ડા.! મોટી ખાવડી, મેઘપર, પડાણા અને જોગવડ જેવા વિસ્તારોમાંથી અગાઉ પણ હેરોઈન અને મેફેડ્રોન (MD) જેવા માદક પદાર્થો ઝડપાઈ ચુક્યા છે. થોડા મહિનાઓ પહેલા મોટી ખાવડીની હોટેલમાંથી હેરોઈન સાથે ચાર પંજાબી શખસો અને મેઘપર પાસેથી પણ અન્ય શખસો ડ્રગ્સ સાથે પકડાઈ ચૂક્યા છે. તેમજ મેઘપર તેમજ જોગવડના પાટીયા પાસેથી પણ ડ્રગ્સ સાથે શખસો ઝડપાયા છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 3 સોસાયટીના રોડ કામ અટવાયા:સ્થાનિકોએ થાળી-વેલણ વગાડી રવાપર ચોકડી ચક્કાજામ કર્યો
    Next Article
    Iran Targets Another Ship In Hormus Amid US Strikes On 10th Consecutive Night

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment