Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર જિલ્લામાં બેથી અઢી ઇંચ ધોધમાર વરસાદ:ચોટીલામાં 62 MM, લીંબડીમાં 52 MM વરસાદ નોંધાયો

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં મધ્યરાત્રિથી મેઘમહેર જોવા મળી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં બેથી અઢી ઇંચ સુધીનો ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ ચોટીલા તાલુકામાં 62 મીમી (અઢી ઇંચ) અને લીંબડી તાલુકામાં 52 મીમી (બે ઇંચ) નોંધાયો હતો. આ વરસાદમાં વઢવાણ તાલુકામાં સૌથી ઓછો 13 મીમી (અડધો ઇંચ) અને ધ્રાંગધ્રા તાલુકામાં 18 મીમી (પોણો ઇંચ) વરસાદ નોંધાયો હતો. જિલ્લાના અન્ય તાલુકાઓમાં દસાડામાં 24 મીમી, લખતરમાં 27 મીમી, મુળીમાં 26 મીમી, સાયલામાં 27 મીમી, ચુડામાં 41 મીમી અને થાનગઢમાં 35 મીમી વરસાદ નોંધાયો હતો. સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો, સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 80.1 મીમી (સવા ત્રણ ઇંચ) વરસાદ નોંધાયો છે. જેમાં ધ્રાંગધ્રામાં 40 મીમી, દસાડામાં 68 મીમી, લખતરમાં 93 મીમી, વઢવાણમાં 40 મીમી, મુળીમાં 58 મીમી, ચોટીલામાં 93 મીમી, સાયલામાં 130 મીમી, ચુડામાં 99 મીમી, લીંબડીમાં 139 મીમી અને થાનગઢમાં 41 મીમી વરસાદ પડ્યો છે. સીઝનનો સૌથી વધુ વરસાદ લીંબડી તાલુકામાં 139 મીમી (સાડા પાંચ ઇંચ) અને સાયલા તાલુકામાં 130 મીમી (સવા પાંચ ઇંચ) નોંધાયો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકામાં 40 મીમી અને થાનગઢ તાલુકામાં 41 મીમી નોંધાયો છે.
    Click here to Read More
    Previous Article
    અમરનાથ યાત્રા ત્રીજો દિવસ, 9 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન સ્લોટ ફૂલ:પ્રશાસને કહ્યું- રજીસ્ટ્રેશન નહીં તો યાત્રા મુલતવી રાખો; નવો ક્વોટા ન મળે ત્યાં સુધી ચેકપોઇન્ટ પર રોકાવું પડશે
    Next Article
    સાબરકાંઠામાં 24 કલાકમાં છ તાલુકામાં વરસાદ:હિંમતનગરમાં સૌથી વધુ 45 મિમી, ખેડબ્રહ્મામાં 3 મિમી નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment