Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    62 વર્ષના વૃદ્ધ અને 22 વર્ષની યુવતી વચ્ચે પ્રેમ થયો:કરજણ પાસે ફાર્મ હાઉસમાં દારૂ પીને વૃદ્ધ તલવાર લઈને યુવતીને મારવા દોડ્યો, યુવતી અંધારામાં છત પર ચઢી એક કલાક બેસી રહી, અભયમની મદદ લીધી

    3 days ago

    વડોદરા જિલ્લાના કરજણ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 62 વર્ષના વૃદ્ધના ફાર્મ હાઉસમાં છેલ્લા બે વર્ષથી કેરટેકર તરીકે કામ કરતી 22 વર્ષની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીની ગેરહાજરીમાં વૃદ્ધે અન્ય યુવતીને બોલાવી નાણાં આપતાં બંને વચ્ચે વિવાદ થયો હતો. ત્યારબાદ વૃદ્ધે દારૂના નશામાં તલવાર લઈને યુવતીને મારવા દોડતાં જીવ બચાવવા યુવતી અંધારામાં છત પર ચઢી ગઈ હતી અને આશરે એક કલાક સુધી ત્યાં બેસી રહી હતી. અંતે 181 અભયમ ટીમની મદદથી યુવતીનું રેસ્ક્યુ કરી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવાઈ હતી. 22 વર્ષીય યુવતી છેલ્લા બે વર્ષથી 62 વર્ષીય વ્યક્તિના ઘરે કેરટેકર તરીકે કામ કરતી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. મહિલાના જણાવ્યા અનુસાર, અચાનક ઘરે કામ આવતા તે રજા લઈને ઘરે ગઈ હતી. તે દરમિયાન વ્યક્તિ દ્વારા અન્ય યુવતીને ઘરે બોલાવવામાં આવી હોવાની જાણ આ યુવતીને થઈ હતી. આ બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. મહિલાના જણાવ્યા પ્રમાણે, બાદમાં તે વ્યક્તિ તેને પોતાના ફાર્મ હાઉસ ખાતે લઈ ગયો હતો, જ્યાં દારૂના નશામાં તેની સાથે ઝઘડો કર્યો હતો. અને તલવાર લઈને તેની પાછળ મારવા આવ્યો હતો. જંગલ વિસ્તાર હોવાથી મહિલા ગભરાઈને અંધારામાં સંતાઈ ગઈ હતી. આ દરમિયાન ઘરની તેમજ બહારની લાઈટો પણ બંધ કરી દેવામાં આવી હતી. મહિલાએ અગાઉ પણ વૃધ્ધે તલવારથી હુમલો કર્યો હતો અને ઈજા થતાં ટાંકા આવ્યા હતા. ફાર્મ હાઉસ આસપાસ જંગલ વિસ્તાર હોવાથી મહિલા ખૂબ જ ડરી ગઈ હતી અને પોતાનો જીવ બચાવવા બારીનો સહારો લઈ ઘરની ઉપર ચડીને બેસી ગઈ હતી. આ દરમિયાન યુવતીએ 181 અભય મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતાં 181 અભય ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે સૌપ્રથમ મહિલાને શાંતિપૂર્વક ઘર ઉપરથી નીચે ઉતારી તેનું કાઉન્સેલિંગ કર્યું હતું. મહિલા ખૂબ જ ગભરાયેલી હોવાથી તેને વધુ નુકસાન ન પહોંચે તે માટે ટીમે તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી નજીકના પોલીસ સ્ટેશન ખાતે રિફર કરી હતી. મહિલાની અરજી લેવડાવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે પોલીસને જાણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Samsung Galaxy Z Fold 8 Ultra Review: The Best Z Fold Yet
    Next Article
    24 ઓગસ્ટનું અંકફળ:અંક 2ના જાતકોએ સોમવારે વડીલોની સલાહ માનવી, વિવાદથી બચવું નહીંતર પોતાની ભૂલના કારણે ધનહાનિ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment