Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી માટે 6000 એક્સ્ટ્રા બસનું આયોજન:ભાદરવી પૂનમ મહામેળા યાત્રાળુઓ માટે 30 હજાર ટ્રીપો, ગતવર્ષ કરતા 1300 બસ વધુ

    20 hours ago

    અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે, જેમાં અનેક શ્રદ્ધાળુઓ અંબેમાના દર્શને જતા હોય છે. ઘણા લોકો પગપાળા યાત્રા પણ કરતા હોય છે. ત્યારે જે લોકો ટ્રાવેલ કરીને અંબાજી જાય છે તેવા માટે એસ ટી નિગમ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા યાત્રાળુઓની સુવિધા માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આગામી 20 સપ્ટેમ્બર 2026 થી 26 સપ્ટેમ્બર 2026 સુધી દર્શનાર્થીઓ માટે 6000 એક્સ્ટ્રા બસો મારફતે 30 હજાર જેટલી એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવશે, જેમાં અંદાજે 15 લાખ યાત્રાળુઓને આ ટ્રિપનો લાભ મળશે. ગત વર્ષે એટલે કે 2025 દરમિયાન એસટી નિગમે 4700 બસો દ્વારા 28,506 એક્સ્ટ્રા ટ્રીપો યોજીને 13.09 લાખ દર્શનાર્થીઓને સેવા પૂરી પાડી હતી. આ વર્ષે વધારાના ધસારાને પહોંચી વળવા પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના 4000થી વધુ અધિકારીઓ, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિકલ સ્ટાફ 24 કલાક ખડેપગે સેવા આપશે. અંબાજી ખાતે પણ 10 બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જ્યાં બૂથ ઈન્ચાર્જની નિમણૂક કરાઈ છે. સ્થાનિક પરિવહન માટે ગબ્બરથી અંબાજી RTO વચ્ચે 18 બસો જેમાં 10મિની, 8 મોટી અને આબુરોડથી અંબાજી વચ્ચે 10 મોટી બસો કાર્યરત રહેશે. આ ઉપરાંત અંબાજીને અમદાવાદ, મહેસાણા, પાલનપુર, સિદ્ધપુર, ઈડર, શામળાજી અને દાંતા જેવા મોટા રૂટો સાથે જોડવામાં આવશે. મુસાફરોની સુવિધા માટે શેડ, પીવાનું પાણી, માઈક એનાઉન્સમેન્ટ, ક્રેઈન-મિકેનિક ગેંગ, એમ્બ્યુલન્સ અને ફાયર ફાઈટરની સાથે 24/7 GPS કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    શીયાનગર ગામે ધોધમાર વરસાદથી તળાવનો પાળો તૂટ્યો:લાખો લીટર પાણી વેડફાયું, બે દિવસ પહેલાની ઘટનાનો લાઈવ વીડિયો વાયરલ
    Next Article
    રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું આગમન:18 સપ્ટેમ્બરથી ત્રણ વન-ડે-એક યૂથ ટેસ્ટ, સહેવાગ-દ્રવિડના પુત્રની જોડી જોવા મળશે; સૌરાષ્ટ્રના બે ખેલાડીને પણ ટીમમાં સ્થાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment