Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમનું આગમન:18 સપ્ટેમ્બરથી ત્રણ વન-ડે-એક યૂથ ટેસ્ટ, સહેવાગ-દ્રવિડના પુત્રની જોડી જોવા મળશે; સૌરાષ્ટ્રના બે ખેલાડીને પણ ટીમમાં સ્થાન

    20 hours ago

    ભારત અને ઓસ્ટ્રેલિયાની અંડર-19 ક્રિકેટ ટીમનું રાજકોટમાં આગમન થઈ ચૂક્યું છે. આગામી તારીખ 18 સપ્ટેમ્બરને શુક્રવારથી 30 સપ્ટેમ્બર સુધી ત્રણ વન-ડે મેચ અને એક યુથ ટેસ્ટ મેચ રમાશે. ત્યારે બન્ને ટીમ દ્વારા નેટ પ્રેક્ટિસ પણ શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે નિરંજન શાહ સ્ટેડિયમ પર સહેવાગ-દ્રવિડના પુત્રની જોડી એટલે કે વીરેન્દ્ર સહેવાગના પુત્ર આર્યવીર સહેવાગ અને રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડનું સિલેક્શન થતા બન્ને રાજકોટના મેદાન પર ભારત તરફથી મેચ રમતા જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્ર ટીમના બે ખેલાડી મોહિત ઉલ્વા અને આર્યન સવસાણીને પણ સ્થાન મળતા રાજકોટ અને સૌરાષ્ટ્ર માટે ગૌરવની ક્ષણ બની રહેશે. SCAએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો રાજકોટ જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આગામી તારીખ 18 સપ્ટેમ્બરથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર-19 ક્રિકેટ વનડે મેચ રમવા શરૂઆત થવાની છે અને ત્યાર બાદ 21 અને 23 સપ્ટેમ્બરના રોજ વન-ડે મેચ તેમજ 27થી 30 સપ્ટેમ્બર સુધી યુથ ટેસ્ટ મેચ રમાનાર છે. આ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રભરમાંથી ક્રિકેટ રસિકો મેચ નિહાળવા આવી શકે તે માટે પ્રેક્ષકો માટે નિઃશુલ્ક પ્રવેશ રાખવામાં આવ્યો છે. અંડર-19 ઈન્ડિયન ટીમમાં સૌરાષ્ટ્રના મોહિત, આર્યનનો સમાવેશ ટીમ ઈન્ડિયામાં લક્ષ્ય રાયચંદાણી-કેપ્ટન, યશવર્ધન ચૌહાણ, રજત બઘેલ-વિકેટ કીપર, આર્યવીર સેહવાગ, વી.કે વિનીત, મોહિત ઉલ્વા, કુશાગ્ર ઓઝા, અર્જુન રાજપૂત, કાવ્યા પટેલ, મનલ ચૌહાણ, અન્વય દ્રવિડ-વિકેટ કીપર, વી.યશવીર, આર્યન સવસાણી, શવિન વિનોદ અને ચિગુરુપતિ વેંકટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયામાં જેક ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન જેવા ખેલાડી ટીમ ઓસ્ટ્રેલિયામાં હેડન બાર્બુલોવિક, કેસી બાર્ટન, એલી બ્રેન, વિલિયમ બાયરોમ, બ્લેક કેટી, જેક ઝોસ્નેક, સ્પેન્સર ગ્રીન, કોનોર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, ઝેડ હોલિક, મેથ્યુ લોફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવાન, થિયો સિંગોસ અને થોમસ વાસીઓનો સમાવેશ થાય છે. વન-ડે મેચનો સમય યુથ ટેસ્ટ મેચ, 27થી 30 સપ્ટેમ્બર
    Click here to Read More
    Previous Article
    અંબાજી માટે 6000 એક્સ્ટ્રા બસનું આયોજન:ભાદરવી પૂનમ મહામેળા યાત્રાળુઓ માટે 30 હજાર ટ્રીપો, ગતવર્ષ કરતા 1300 બસ વધુ
    Next Article
    Opinion: Rs 75-Lakh Bounty, New Jaish Base, And The Case Of Pak's Ever-Missing' Terrorist

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment