Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુટલેગર પાસેથી દારૂની હેરાફેરી માટે 6000ની લાંચ લેતા કોન્સ્ટેબલ ઝડપાયો:વિવેકાનંદર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થવા બદલ લાંચની માગણી કરી હતી

    11 hours ago

    વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનનો ડી સ્ટાફનો પોલીસ કોન્સ્ટેબલ બુટલેગર પાસેથી 6 હજાર લાંચ લેતા ઝડપાયો છે.આરોપી કોન્સ્ટેબલે બુટલેગરને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ લઈને પસાર થવા માટે મહિને 12 હજાર રૂપિયાનો હપ્તો નક્કી કર્યો હતો,જેમાંથી 6000 બુટલેગર અગાઉ આપી દીધા હતા.બાકીના 6000 લેતા કોન્સ્ટેબલને ACB એ ઝડપી લીધો છે. બુટલેગર પાસેથી 12 હજારની લાંચ માગી, 6000 સ્વીકારતા ઝડપાયો અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફમાં ફરજ બજાવતા મીતુરાજસિંહ ઉર્ફે મોન્ટુ ચુડાસમાએ એક બુટલેગર અને તેના ભાઈ સાથે દેશી દારૂને લઈને ડીલ કરી હતી.બુટલેગરે તેના ભાઈ સાથે મળીને દેશી દારૂ લઈ વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના વિસ્તારમાંથી પસાર થવાનું જણાવ્યું હતું.બુટલેગરને વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થવું હોય તો મિતુરાજસિંહ પોતાના 4 હાજર અને અન્ય બે કોન્સ્ટેબલના 4-4 હજાર એમ ત્રણ પોલીસ કોન્સ્ટેબલના મહિને કુલ 12 હજાર રૂપિયા નક્કી કર્યા હતા. આ 12000 ની રકમ પૈકી બુટલેગર અગાઉ 6 હજાર રૂપિયા મિતુરાજસિંહ ને આપ્યા હતા. બાકીના 6 હજાર આપવાના બાકી હતા.બુટલેગરે બાકીના 6000 રૂપિયા લેવા કોન્સ્ટેબલ મીતુરાજસિંહને ખાત્રજ ગામ તરફ જતા વડોદરા ગામ ચાર રસ્તા પાસે બોલાવ્યા હતા.બુટલેગર પાસેથી 6 હજારની લાંચ લેતા કોન્સ્ટેબલ મિતુરાજ સિંહ રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂની હેરાફેરી કરવા દેવા બદલ લાંચ માગી હતી રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પોલીસ જ બુટલેગરો પાસેથી પૈસા લઈને દારૂનો વેપાર કરવા દેતા હોય તેવું આ કિસ્સા પરથી સાબિત થઈ રહ્યું છે.અમદાવાદ ગ્રામ્યમાં આ રીતે રોજ મોટા પ્રમાણમાં દારૂના જથ્થાની હેરફેર થતી હોવાની પૂરી શક્યતા છે. આ કેસમાં પણ ઝડપાયેલા કોન્સ્ટેબલે અન્ય કયા બે પોલીસ કર્મીઓના નામે પૈસા માંગ્યા હતા તેની તપાસ થશે.આ ઉપરાંત સ્થાનિક અધિકારીઓ સંડોવાયેલા છે કે કેમ તેની પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    યમન નજીક ભારતીય જહાજ પર હૂતી વિદ્રોહીઓનો હુમલો:વિસ્ફોટકોથી ભરેલી આત્મઘાતી બોટ ટકરાઈ; જહાજ ડૂબી ગયું, તેમાં સવાર તમામ 13 ભારતીયો સુરક્ષિત
    Next Article
    મહારાષ્ટ્રના ડેપ્યુટી CMને કોંગ્રેસે કહ્યું 'મૂંગી ઢીંગલી':સુનેત્રા પવાર પર ટિપ્પણી, શિંદે બોલ્યા- આ રાજ્યની તમામ મહિલાઓનું અપમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment