Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હરિદ્વાર યાત્રાના નામે સુરેન્દ્રનગર-મહિસાગર-દાહોદના 600થી વધુ લોકો સાથે છેતરપિંડી:ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લીધા; યાત્રાના દિવસે આયોજકો ગાયબ, ઓફિસો બંધ

    1 day ago

    મહિસાગર, દાહોદ અને સુરેન્દ્રનગર જિલ્લાના 600થી વધુ વરિષ્ઠ નાગરિકો સાથે હરિદ્વાર યાત્રાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાનું કહી વ્યક્તિદીઠ ₹4,200 લેવામાં આવ્યા હતા. જોકે, યાત્રાના દિવસે આયોજકો ગાયબ થઈ ગયા હતા અને ઓફિસો પણ બંધ જોવા મળી હતી. જેથી યાત્રીઓએ વિવિધ પોલીસ મથકે રજૂઆત કરી છે. દાહોદમાં અત્યાર સુધી 75 જેટલા નાગરિકો જ્યારે મહિસાગર જિલ્લામાં 126 લોકો તેમજ સુરેન્દ્રનગરમાં 450થી વધુ લોકો સાથે છેતરપિંડી થઈ છે. રાજ્યના અન્ય જિલ્લામાં પણ આ મુજબ છેતરપિંડી થઈ હોવાની શક્યતા છે. હરિદ્વાર યાત્રા માટેની એક પત્રીકા પણ બહાર પાડી આ પત્રીકામાં યાત્રા તા. 11/11/2026ના રોજ શરૂ થશે અને 21 તારીખે પરત ફરજે, તેમજ કથા 13 તારીખથી શરૂ થશે તેવો ઉલ્લેખ કરાયો હતો. યાત્રામાં જોડાવા માટે વ્યક્તિ દીઠ ₹4200 નક્કી કરવામાં આવ્યા હતા. જેની સામે કથામાં બેસનાર તમામને દરરોજ રૂ.600 લેખે તમામ રકમ પરત આપવામાં આવશે તેવી પણ લાલચ અપાઈ હતી. શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા મહીસાગર જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં તેમજ દાહોદ અને સુરેન્દ્રનગરમાં હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથા અને યાત્રા અંગે જાહેરાતનાં બોર્ડ લગાવાયા હતા. લુણાવાડા શહેરના વરધરી રોડ પર યાત્રાના આયોજન માટે ઓફિસ પણ શરૂ કરાઈ હતી. જાહેરાતના આધારે અનેક વરિષ્ઠ નાગરિકોએ નામ નોંધાવ્યાં હતાં. યાત્રીઓના જણાવ્યા પ્રમાણે, પ્રવાસ માટે દરેક પાસેથી નક્કી કરાયેલી રકમ લઈ ભાગવત કથામાં એક દિવસ બેસવા બદલ ₹600 પરત આપવાની વાત પણ કરાઈ હતી. આ પછી ઘણા વરિષ્ઠ નાગરિકોએ યાત્રાની તૈયારી શરૂ કરી હતી. નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા હરિદ્વાર જવા માટે નક્કી કરેલા સ્થળે પહોંચ્યા ત્યારે આયોજકો ત્યાં નહોતા. ઓફિસમાં પણ કોઈ ન મળતાં યાત્રીઓએ પોતે છેતરાયા હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જાહેરાતનાં બોર્ડ પર ડાયાજી અને અનુપસિંહનાં નામ તથા મોબાઈલ નંબર લખેલા હતા. યાત્રામાં નામ નોંધાવવા માટે વરિષ્ઠ નાગરિકો પાસેથી ફોટોગ્રાફ અને આધારકાર્ડ સહિતના અંગત દસ્તાવેજો પણ લેવાયા હતા. દસ્તાવેજોનો દુરુપયોગ થઈ શકે તેવી આશંકાથી યાત્રીઓ ચિંતિત છે. 'અમારા પૈસા પરત આવે એવી અમારી માગ છે' લુણાવાડાના ભોગબનનાર સોલંકી હર્ષદભાઈએ જણાવ્યું કે, લુણાવાડાથી 126 યાત્રાળુઓને હરિદ્વાર લઈ જવાનું અમને પ્રોમિસ આપ્યું હતું અને આધાર કાર્ડ તેમજ રોકડા પૈસા લઈને આ લોકોએ અમારી સાથે ફ્રોડ કર્યું છે. આવું ફ્રોડ ભાવનગર, દાહોદ, વેરાવળમાં પણ થયું છે. અમારા પૈસા પરત આવે અને હવે આવી રીતનું આગળ ફ્રોડ ન થાય એવી સરકારને વિનંતી અને આ બધાને પકડવામાં આવે. તેમજ આધાર કાર્ડનો મિસયુઝ ના થાય એ ખાસ વિનંતી છે. દુકાન બંધ કરીને તાળું મારીને જતા રહ્યાઃ ભોગ બનનાર ભોગબનનાર નિર્મળાબેન પટેલે જણાવ્યું કે, અમારા લીંમડી ગામમાં ટેમ્પલેટો વહેંચવામાં આવ્યા હતા કે મહિલા મંડળવાળી બહેનોને હરિદ્વાર લઈ જાય છે. જેથી અમે બધી બહેનોએ નામ લખાવ્યા હતા અને પૈસા જમા કરાવ્યા હતા. અમે તેઓને પૂછ્યું કે, ભાઈ તમે ઠગ નથી ને? તો તેઓએ કહ્યું 'ના બહેનો, અમે ઠગ નથી.'તમે બધા આરામથી પૈસા ભરો અને તમને યાત્રામાં લઈ જશે.' 11 તારીખે ત્રણ વાગે જવાનું એણે કીધું હતું, પણ એણે ફોન સ્વીચઓફ કરી દીધો હતો. ટ્રાવેલ્સનું કોઈ એડ્રેસ નથી. અમારી બહેનો જોડે ઠગાઈ કરી અને દુકાન બંધ કરીને તાળું મારીને જતા રહ્યા છે. આ માટે પૂરી તપાસ થાય એવું અમે ઈચ્છીએ છીએ. પોલીસ સ્ટેશનમાંથી આમાં યોગ્ય કાર્યવાહી નહીં કરે, તો ક્રાઈમ બ્રાન્ચમાં પણ અમે આગળ કાર્યવાહી કરીશું. છેતરપિંડીનો ભોગ બન્યાનો આક્ષેપ કરતા વરિષ્ઠ નાગરિકો લુણાવાડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસ સમક્ષ અરજી આપી રજૂઆત કરી હતી. પોલીસે અરજી આધારે તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમિક માહિતી અનુસાર સમગ્ર પ્રવાસના પૈસાનું કલેક્શન કરનાર એક વ્યક્તિ લુણાવાડાનો છે જ્યારે અન્ય બે મુખ્ય લોકો મહેસાણા બાજુના હોવાનું જાણવા મળ્યું છે. દાહોદમાં ઓફિસ ખાલી કરી આયોજકો ફરાર બીજી તરફ દાહોદમાં પણ આજ પ્રમાણે છેતરપિંડી આચરવામાં આવી છે. ગોધરા રોડ પર સંચાલકોએ ઓફિસ ભાડે રાખી હતી અને ધાર્મિક યાત્રાનું પેકેજ જાહેર કર્યું હતું. દાહોદ અને લીમડીના મહિલા મંડળો સહિતના શ્રદ્ધાળુઓએ પેકેજ માટે પૈસા જમા કરાવ્યા હતા. યાત્રાનો સમય નજીક આવતાં તેઓ ઓફિસે પહોંચ્યા, જોકે, આયોજકો ઓફિસ ખાલી કરીને ફરાર થઈ ગયા હતા. છેતરપિંડીનો ભોગ બનેલા શ્રદ્ધાળુઓએ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. દાહોદ એ-ડિવિઝનના પીઆઈએ જણાવ્યું કે આજે એફઆઈઆરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરાશે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં બિરસા મુંડાની જન્મજયંતીએ યુવા સભા યોજાઈ:રાજ્યમંત્રી રમેશ કટારાએ યુવાનોને તેમના આદર્શો અપનાવી રાષ્ટ્રનિર્માણમાં જોડાવા કહ્યું
    Next Article
    નવાગામ ચિરોડામાં જુગાર રમતા ચાર શખસ ઝડપાયા, ત્રણ ફરાર:વરતેજ પોલીસે જુગારનું સાહિત્ય તથા રોકડા રૂપિયા 10,100 કબ્જે કરી સાત વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment