Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અડધા ઇંચ વરસાદમાં અડધા શહેરની બત્તી ગુલ:600 ફરિયાદ, 60 ટકાથી વધુ અર્બન ફિડરોમાં ખામી સર્જાઈ

    2 days ago

    ભુજમાં ચોમાસા પૂર્વે વીજ વિભાગ દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરાઈ હોવા છતાં શુક્રવારે પડેલા પહેલાં વરસાદે જ શહેરની વીજ વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરી દીધા હતા. માત્ર અડધો ઇંચ વરસાદ પડતાં જ શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના આવાગમનનો સિલસિલો શરૂ થયો હતો. ક્યાંક વીજ પુરવઠો ખોરવાયો તો ક્યાંક લાંબા સમય સુધી લાઈટ બંધ રહેતાં લોકો પરેશાન થયા હતા. વિભાગીય આંકડા પ્રમાણે ભુજ શહેરના કુલ 21 અર્બન ફિડરોમાંથી 13 ફિડરમાં ફોલ્ટ સર્જાયો હતો. એટલે કે સામાન્ય વરસાદની સ્થિતિમાં જ 60 ટકાથી વધુ અર્બન ફિડરોમાં ખામી સર્જાઈ હતી.બીજી તરફ, વીજળી ખોરવાયા બાદ ફરિયાદ નોંધાવવા માટે શહેરની સિટી-1 અને સિટી-2 કચેરીમાં ફોન કરનારા ગ્રાહકોએ મુશ્કેલીનો સામનો કર્યો હતો. કચેરીના ફોન સતત રણકતા હોવા છતાં જવાબ ન મળ્યો હોવાનો લોકોનો આક્ષેપ છે. વીજળી બંધ થવા સાથે ફરિયાદ નોંધાવવા માટે પણ સંપર્ક ન થઈ શકતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. શુક્રવારે વરસાદ બાદ ભુજમાં વીજ પુરવઠો ખોરવાતા વિભાગને કુલ 101 ઇમરજન્સી ફરિયાદો અને 499 જનરલ ફરિયાદો મળી હતી. સાંજે 5 વાગ્યા સુધી આશરે 200 જનરલ ફરિયાદો અથવા વિસ્તારોમાં કામગીરી ચાલુ હોવાનું સામે આવ્યું હતું. વીજ પુરવઠો પૂર્વવત કરવા માટે શહેરમાં કુલ 15 ટીમોને કામગીરીમાં લગાડવામાં આવી હતી. પરંતુ ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરીના દાવા છતાં સામાન્ય વરસાદમાં જ 21માંથી 13 અર્બન ફિડરમાં ફોલ્ટ અને 600 જેટલી ફરિયાદો નોંધાતા કામગીરીની અસરકારકતા સામે સવાલો ઊભા થયા છે. ચોમાસું હજી સંપૂર્ણ રીતે સક્રિય થયું નથી ત્યાં જ સામાન્ય વરસાદમાં જો વીજતંત્ર આટલી હદે ખોરવાય છે તો ભારે વરસાદ અને પવન દરમિયાન સ્થિતિ કેવી રહેશે તે અંગે લોકોમાં ચિંતા છે. દોઢથી બે કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાનો દાવો ફોલ્ટ સર્જાયા બાદ મોટાભાગના વિસ્તારોમાં દોઢથી બે કલાકમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. જ્યારે બાકી રહેલા વિસ્તારોમાં પણ ટીમો દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સાથે જ જણાવ્યું હતું કે, પ્રથમ વરસાદ દરમિયાન ઘણી વખત એવા ફોલ્ટ સર્જાતા હોય છે, જે સામાન્ય રીતે વિઝિબલ ન હોય. જ્યારે દેખીતી ખામીઓનું પ્રિ-મોન્સૂન મેન્ટેનન્સ દરમિયાન જ સમારકામ કરી દેવામાં આવ્યું હતું. > જસ્મિન કાપડિયા,કાર્યપાલક ઇજનેર-ભુજ પ્રિ-મોન્સૂન કામગીરી બાદ પણ વીજ વ્યવસ્થા ખોરવાતા લોકચર્ચા અગાઉ હોસ્પિટલ રોડ પર 11 કે.વી.ની હાઈટેન્શન લાઈન તૂટી પડતાં હોસ્પિટલો સહિતના આરોગ્ય કેન્દ્રોને અસર થઈ હતી. ત્યારબાદ વિભાગ દ્વારા શહેરના તમામ ફિડરોનું પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અને 1 જૂનથી કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો હતો. જોકે, હવે ફરી સામાન્ય વરસાદમાં જ વીજ વ્યવસ્થા ખોરવાતા પ્રિ-મોન્સૂન કામગીરીની અસરકારકતા અંગે લોકચર્ચા ઉઠી છે. સવારે 6 વાગ્યાથી બપોર સુધી વીજ પુરવઠાનું આવાગમન આશાપુરા મંદિર નજીકના રહેવાસી વિજયભાઈએ જણાવ્યું હતું કે, વિસ્તારમાં સવારે 6 વાગ્યાથી બપોર સુધી વીજ પુરવઠો આવાગમનનો સિલસિલો ચાલુ રહ્યો હતો. 1 જૂનથી કચેરી ખાતે ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો, પરંતુ શહેરમાં મોડી રાત સુધી હેલ્પલાઇન નિવળી નહીં ચોમાસા દરમિયાન વીજ વિક્ષેપને ઝડપથી દૂર કરવા અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સુચારુ રહે તે માટે પીજીવીસીએલની વર્તુળ કચેરી ખાતે 1 જૂનથી ખાસ કંટ્રોલ રૂમ શરૂ કરાયો હતો. ફિડરમાં ભંગાણ સર્જાય તો નિયત સમયમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો હતો. સબ-ડિવિઝન કક્ષાએ વિવિધ ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી, જ્યારે મોટા નુકસાનના રિસ્ટોરેશન માટે ખાસ સેન્ટ્રલ ટીમની પણ વ્યવસ્થા કરાઈ હતી છતાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત સુધી વીજ પુરવઠો ઠપ્પ રહ્યો હતો. જ્યારે લોકોએ મોડી રાત સુધી હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધતા લાઇન વ્યસ્ત રહી હતી.
    Click here to Read More
    Previous Article
    માંડવીના સલાયા વિસ્તારમાં દબાણ અટકાવવા સ્થાનિકોની અનોખી માંગ:ખારેકની ખેતી પદ્ધતિ અંગે રાષ્ટ્રીય કક્ષાની તાલીમમાં ધરતીપુત્રોને માર્ગદર્શન અપાયું
    Next Article
    વાગડ સિવાય પશ્ચિમ કચ્છમાં હજુ વાવણી લાયક વરસાદની રાહ:કચ્છમાં આગામી 4 દિવસ સુધી મધ્યમ વરસાદની મોસમ વિભાગની આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment