Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ ઈરાનના ઓઈલ વેચાણ પર પ્રતિબંધ હટાવ્યો:આગામી 60 દિવસ ભારત પણ ખરીદી શકે છે, ઈરાનમાં ફરી તૈનાત થશે UNના ન્યુક્લિયર ઇન્સ્પેક્ટર

    2 days ago

    અમેરિકાએ ઈરાનના ઓઈલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના વેચાણ પર લાદવામાં આવેલા પ્રતિબંધોમાં 60 દિવસની છૂટ આપી છે. આ નિર્ણય સ્વિટ્ઝર્લેન્ડમાં બંને દેશો વચ્ચે થયેલી વાતચીત બાદ લેવામાં આવ્યો છે. અમેરિકી નાણા મંત્રાલયે ઈરાની મૂળના ક્રૂડ ઓઈલ, પેટ્રોલિયમ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનોના ઉત્પાદન, ડિલિવરી અને વેચાણ માટે અસ્થાયી સામાન્ય લાયસન્સ જાહેર કર્યું છે. આ છૂટ 21 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. તેનાથી ભારત સહિત ઘણા દેશો ફરીથી ઈરાની ઓઈલ ખરીદી શકશે. નાણા મંત્રી સ્કોટ બેસેન્ટે જણાવ્યું હતું કે સ્વિટ્ઝર્લેન્ડમાં થયેલી વાટાઘાટો દરમિયાન ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં મુક્ત અવરજવર જાળવી રાખવાની ખાતરી આપી છે. આ સાથે ઈરાને UNની પરમાણુ એજન્સી IAEAના ઇન્સ્પેક્ટર્સને ફરીથી દેશમાં કામ કરવાની મંજૂરી આપવા પર પણ સહમતિ દર્શાવી છે. આ દરમિયાન સ્વિટ્ઝર્લેન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત બીજા દિવસે પણ ચાલુ રહી. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે અમેરિકાનો પ્રયાસ ઈરાન સાથે કાયમી સમજૂતી સુધી પહોંચવાનો છે અને અત્યાર સુધીની વાતચીત સારી રીતે આગળ વધી છે. છેલ્લા 24 કલાકના 5 મોટા અપડેટ્સ… 1. ટ્રમ્પે કહ્યું હિઝબુલ્લાહને રોકો, નહીં તો ફરી હુમલો કરીશું: ટ્રમ્પે કહ્યું કે ઈરાન લેબનોનમાં તેના સમર્થક હિઝબુલ્લાહને તરત રોકે. તેમણે ચેતવણી આપી કે જો આવું નહીં થાય તો અમેરિકા ગયા અઠવાડિયા કરતાં પણ વધુ કડક કાર્યવાહી કરશે. 2. વેન્સે કહ્યું- અમેરિકા અને ઈરાન મળીને શાંતિ માટે કામ કરશે: અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે વાતચીતમાં સારી પ્રગતિ થઈ છે. તેમના મતે, બંને દેશો મળીને શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન આપી શકે છે અને ટ્રમ્પ આગામી 10 વર્ષમાં પશ્ચિમ એશિયાની તસવીર બદલવા માંગે છે. 3. હોર્મુઝ સ્ટ્રેટ પર સસ્પેન્સ વચ્ચે અમેરિકા બોલ્યું- 24 કલાકમાં 67 જહાજ પસાર થયા: ઈરાનના હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાના દાવા છતાં અમેરિકી ઊર્જા મંત્રી ક્રિસ રાઈટે કહ્યું કે દરિયાઈ ટ્રાફિક ચાલુ છે. અમેરિકાએ વૈકલ્પિક માર્ગ પણ ખોલ્યો છે અને જહાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. 4. લેબનોનમાં મૃત્યુઆંક 4,100ને પાર: લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, 2 માર્ચથી અત્યાર સુધીમાં 4,106 લોકોનાં મોત થયા છે અને 12,153 લોકો ઘાયલ થયા છે. જ્યારે, ઇઝરાયલી સેના પ્રમુખ ઇયાલ ઝમીરે કહ્યું કે હિઝબુલ્લાહ સાથેની લડાઈ ફરી શરૂ થઈ શકે છે. 5. ઈરાનનો દાવો- કતરમાં ફસાયેલા 6 અબજ ડોલર મળશે: ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને કહ્યું કે અમેરિકા સાથે થયેલા પ્રારંભિક કરાર હેઠળ કતરમાં જમા ઈરાનના 6 અબજ ડોલર પાછા મળશે. તેમણે દાવો કર્યો કે કરારની શરતો તેહરાનની તરફેણમાં છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Covid-19, H1N1, RSV: Doctors on weather changes and rising respiratory illnesses in Mumbai
    Next Article
    Editor's View: 'પાણી રોકશો તો યુદ્ધ કરીશું':પાકિસ્તાનની ભારતને ધમકી, મોદીના એક નિર્ણયે ટેન્શન વધાર્યું, ભયાનક જળસંકટ વચ્ચે સિંધુ જળ સંધિ માટે રઘવાયું

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment