Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:ચારથી પાંચ વિભાગોનું ક્લસ્ટર, 60 દિવસમાં પ્રોજેક્ટ મંજૂરી, નિર્ણયોમાં IAS-ટેક્નોક્રેટ્સ

    9 hours ago

    ગુજરાત સરકાર મોટા રોકાણ પ્રોજેક્ટ્સને ઝડપથી મંજૂરી આપવા માટે વહીવટી માળખામાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત ‘એક પ્રોજેક્ટ-એક ટીમ’ મોડલ હેઠળ હવે અલગ-અલગ વિભાગોની જગ્યાએ 4-5 વિભાગોનું ક્લસ્ટર એકસાથે કામ કરશે. દરેક પ્રોજેક્ટ માટે એક નોડલ અધિકારી નિયુક્ત થશે, જે સમગ્ર પ્રક્રિયાની જવાબદારી સંભાળશે. સચિવાલયના વરિષ્ઠ IAS અધિકારીએ જણાવ્યું કે આ મોડલ પર કામ શરૂ થઈ ચૂક્યું છે. મુખ્ય સચિવ જાતે તેની સમીક્ષા અને મોનિટરિંગ કરી રહ્યા છે. ઉદ્દેશ્ય સ્પષ્ટ છે-ગુજરાતમાં હવે કામ ધીમી ગતિએ નહીં, બુલેટની ઝડપે થશે. પછી ભલે તે નિર્ણય લેવાના હોય, મંજૂરી આપવાની હોય કે પ્રોજેક્ટ શરૂ કરવાના હોય. હાલમાં કોઈ મોટા પ્રોજેક્ટને 25થી 60 મંજૂરીઓ લેવી પડતી હતી અને તેમાં 4થી 8 મહિનાનો સમય લાગતો હતો. નવા મોડલનું લક્ષ્ય છે કે આ મંજૂરીઓ ઘટાડીને 15થી 25 કરવામાં આવે અને સમયગાળો 30થી 60 દિવસ સુધી મર્યાદિત કરવામાં આવે. સરકારનું માનવું છે કે આનાથી પ્રોજેક્ટના ખર્ચમાં 3થી 7% સુધીનો ઘટાડો આવશે અને રોકાણની ગતિ 50% સુધી વધશે. નવી સિસ્ટમમાં ફાઇલ મૂવમેન્ટની જગ્યાએ સિંગલ ડિજિટલ ડેશબોર્ડ હશે, જ્યાં દરેક અરજીનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ થશે. વિલંબ થવા પર ઓટો એલર્ટ મળશે અને મુખ્યમંત્રી તેમજ ચીફ સેક્રેટરી સ્તરે દેખરેખ રાખવામાં આવશે. આનાથી પારદર્શિતા અને જવાબદેહી વધારવાનો પ્રયાસ છે. આ મોડલની ખાસ વાત છે કે પારંપરિક IAS કેન્દ્રિત વ્યવસ્થામાં ફેરફાર કરીને હવે તેમાં ટેક્નોક્રેટ્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સને પણ સામેલ કરવામાં આવશે. સેમીકન્ડક્ટર અને AI જેવા ક્ષેત્રોમાં ટેકનીકલ નિર્ણયોની જરૂરિયાતને જોતા આ પગલું ભરવામાં આવ્યું છે. નવા મોડલમાં રોકાણકારો માટે હેન્ડ-હોલ્ડિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવશે, જેમાં એક ઇન્વેસ્ટર રિલેશનશિપ મેનેજર સમગ્ર પ્રોજેક્ટમાં માર્ગદર્શન પૂરું પાડશે. આ મોડલ ખાસ કરીને સેમીકન્ડક્ટર, AI અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા હાઇ-વેલ્યુ સેક્ટરને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જો આ સફળ થશે તો ગુજરાત દેશમાં વહીવટી સુધારાનું નવું મોડલ બની શકે છે. પહેલાં શું હતું? હવે શું થશે? સેક્ટર્સને શું ફાયદો? ગુજરાત AI હબ બનવાની દિશામાં એક્સપ્લેનર (નોંધ: આ સમગ્ર રિપોર્ટ રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને નીતિ સાથે જોડાયેલા સૂત્રો સાથેની વાતચીત પર આધારિત છે. ઔપચારિક જાહેરાત હજુ બાકી છે, પરંતુ નીતિની રૂપરેખા લગભગ તૈયાર માનવામાં આવી રહી છે.)
    Click here to Read More
    Previous Article
    13 child marriages stopped in a day: How Rajasthan officials worked with NGO in action across 3 districts
    Next Article
    મ્યુનિ.ની કાર્યવાહી:શાહીબાગમાં વિલિયમ પિત્ઝામાંથી વાળ નીકળતા રૂ.10 હજારનો દંડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment