Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનું સચિવાલય નવા રંગરૂપમાં, 60થી વધુ ઓફિસ એક છત નીચે:ધક્કા-સમય બચશે, વધુ બે બ્લોકને પણ મંજૂરી; જાણો G+7 બ્લોક 1-2માં કયો વિભાગ હશે

    8 hours ago

    ગાંધીનગરના રાજ્ય સચિવાલયમાં સરકાર દ્વારા નિર્માણાધીન બે અત્યાધુનિક G+7 ઓફિસ બ્લોક હવે કાર્યરત થવાની અંતિમ તૈયારીમાં છે. એક બિલ્ડિંગનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે, જ્યારે બીજી બિલ્ડિંગનું સિવિલ અને ઇલેક્ટ્રિકલ કામ આગામી બેથી અઢી મહિનામાં પૂર્ણ થશે. 7-8 દિવસમાં વિવિધ વિભાગોને નવી બિલ્ડિંગોમાં જગ્યા ફાળવવાની પ્રક્રિયા પૂર્ણ કરાશે. સંબંધિત વિભાગો પોતાના ખર્ચે ઇન્ટીરિયર અને ફર્નિચરનું કામ પૂર્ણ કરશે અને ત્યારબાદ બંને બિલ્ડિંગોનું સત્તાવાર લોકાર્પણ કરાશે. આ માહિતી માર્ગ અને મકાન વિભાગ (કેપિટલ પ્રોજેક્ટ)ના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર સુરેશકુમાર પુરોહિતે આપી હતી. નવા બ્લોક કાર્યરત થતાં વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને સામાન્ય નાગરિકોને પણ એક જ પરિસરમાં અનેક વિભાગોની સેવાઓ સરળતાથી મળી શકશે. નવી વ્યવસ્થા અમલમાં આવતા નાગરિકોના ધક્કા અને સમય બચશે. સરકારે વધુ બે નવા ઓફિસ બ્લોકના નિર્માણને પણ મંજૂરી આપી છે, તેનું બાંધકામ 24 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે. G+7 બિલ્ડિંગમાં સોલાર રૂફટોપ- 4 લિફ્ટની સુવિધા સચિવાલયના નવા 2 બ્લોકમાં હાલના 8 બ્લોકમાં આવેલી 60થી વધુ સરકારી કચેરીઓનું સ્થળાંતર કરાશે. નવી બિલ્ડિંગો G+7 ડિઝાઇન મુજબ તૈયાર કરાઈ છે, જેથી કુદરતી હવા-ઉજાસની પૂરતી વ્યવસ્થા રહે. સોલાર રૂફટોપ અને બિલ્ડિંગ દીઠ ચાર લિફ્ટની સુવિધા હશે. બ્લોક-1માં આ વિભાગોને મળશે સ્થાન નવા બ્લોક-1માં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ એડમિન ઓફિસ, નિયામક રોજગાર અને તાલીમ, ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ, પાટનગર યોજના, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા નાગરિક સંરક્ષણ કચેરી, પ્રેસ અકાદમી, સુખ-સુવિધા કર કમિશનર, કમિટી રૂમ, એફોર્ડેબલ હાઉસિંગ મિશન, નાણા વિભાગ હેઠળના વિવિધ પ્રોજેક્ટ, હિસાબી અને તિજોરી નિયામક કચેરી, વર્ગ-4 કર્મચારી યુનિયન કચેરી, નશાબંધી અને આબકારી ખાતું, જિલ્લા સર્વે યોજના કચેરી, નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી, નિયામક વિમુક્ત-વિચરતી જાતિ કલ્યાણ કચેરી, અધિક નિયામક તબીબી શિક્ષણ અને સંશોધન કચેરી, ધી કર્મચારી કો-ઓપરેટિવ બેંક, સફાઈ કામદાર વિકાસ બોર્ડ, ભારત સરકારનું કેન્દ્રીય ભંડાર, સ્ટેટ મોડલ સેલ, મુખ્યમંત્રી અમૃતમ યોજના, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હેઠળની કચેરીઓ, નિયામક તબીબી અને આરોગ્ય, ગુજરાત રાજ્ય મહિલા આયોગ, સમરસ છાત્રાલય સોસાયટી, મધ્યસ્થ આલેખન તંત્ર તેમજ ટેલિફોન ડિપાર્ટમેન્ટ સહિતની કચેરીઓને સ્થાન આપવામાં આવશે. બ્લોક-2માં આ વિભાગોનું સ્થળાંતર થશે બ્લોક-2માં ગુજરાત રાજ્ય મહિલા આયોગ, અધિક નિયામક (તબીબી શિક્ષણ અને સંશોધન), નિયામક તબીબી અને આરોગ્ય, ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ, હોમગાર્ડ કચેરી, વિદ્યુત પેટા વિભાગ, વિવિધ એસોસિએશનોની કચેરીઓ, ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલ, ભાષા નિયામક કચેરી, કમિશનર આરોગ્ય અને સેવાઓ, કમિશનર વાહન વ્યવહાર, ગુજરાત રાજ્ય પાસ વ્યવહાર કચેરી, ગુજરાત ગ્રામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, ગુજરાત સાંસ્કૃતિક પ્રમાણપત્ર કચેરી, ઉત્તર અને મધ્ય ગુજરાતના અધિક કલેક્ટરની કચેરી, ગુજરાત રાજ્ય ગ્રામ વિકાસ નિગમ, વીમા નિયામક કચેરી, ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ લિમિટેડ, ઇલેક્ટ્રિકલ સબ-ડિવિઝન સ્ટોર, મામલતદાર કચેરી (રેકોર્ડ), લેડીઝ રૂમ, ખોરાક અને ઔષધ નિયામક કચેરી, પ્રવાસન વિભાગનો સ્ટોર, સામાન્ય વહીવટ વિભાગનો યોગા રૂમ, ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ, ખેતીવાડી અધિકારી (ઓડિટ), ખાંડ નિયામક કચેરી, મુખ્યમંત્રી અમૃતમ ‘મા’ યોજનાની કચેરી, માહિતી નિયામક કચેરી (ડાયરેક્ટરેટ) તેમજ નિયામક રોજગાર અને તાલીમ વિભાગને સ્થાન આપવામાં આવશે. વધુ બે નવા ઓફિસ બ્લોકના નિર્માણને પણ મંજૂરી સુરેશકુમાર પુરોહિતના જણાવ્યા અનુસાર, હાલ તૈયાર થયેલા બે બ્લોક ઉપરાંત સરકારે વધુ બે નવા ઓફિસ બ્લોકના નિર્માણને પણ મંજૂરી આપી દીધી છે. આ નવા બે બ્લોકમાં વધુ આઠ બ્લોકની કચેરીઓને સમાવી શકાય તેવી વ્યવસ્થા કરાશે. હાલમાં ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે અને આગામી 24 મહિનામાં તેનું બાંધકામ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ઉપરાંત હાલના ચાર બ્લોકની મિરર ઈમેજ તરીકે ભવિષ્યમાં વધુ બિલ્ડિંગો ઊભી કરવા માટે પણ પૂરતી જગ્યા ઉપલબ્ધ છે. સરકારની જરૂરિયાત મુજબ આગામી સમયમાં વધુ વિસ્તરણનું આયોજન કરાશે. જે તે વિભાગ પોતાનો આર્કિટેક્ટ પ્લાન તૈયાર કરશે નવી બિલ્ડિંગોમાં પણ જે વિભાગને જગ્યા ફાળવાશે તે વિભાગ પોતાનો આર્કિટેક્ટ પ્લાન તૈયાર કરી ઇન્ટીરિયર અને ફર્નિચરનું કામ પોતાના ખર્ચે કરશે. આ તમામ કામગીરી પૂર્ણ થયા બાદ બંને નવા G+7 બ્લોકનું લોકાર્પણ કરાશે અને રાજ્ય સચિવાલયમાં આધુનિક, સુવિધાસભર અને વધુ કાર્યક્ષમ વહીવટી વ્યવસ્થાનો નવો અધ્યાય શરૂ થશે.
    Click here to Read More
    Previous Article
    Hafta letters: Godi media, not a ‘Gen Z’ protest and Chetan Bhagat
    Next Article
    કારનો કાચ તોડી 50 હજારની ઉઠાંતરી:બે શખસ સામે મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ, દારૂ પીવાની ટેવ હોવાથી બંનેને કાર માલિકે ડ્રાઈવરની નોકરીમાંથી છુટા કર્યાં હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment