Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિવિલના દર્દીઓના સગાને મળશે આશરો:60 કરોડના ખર્ચે તૈયાર 858 બેડના આધુનિક રેનબસેરામાં કેન્ટીન અને પાર્કિંગ સુવિધા

    21 hours ago

    એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં હવે દર્દીઓની સાથે તેમના સગા-સંબંધીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ અસારવા સિવિલ કેમ્પસમાં 60 કરોડના ખર્ચે 858 બેડની ક્ષમતા ધરાવતું અત્યાધુનિક 'રેનબસેરા' તૈયાર કરવામાં આવ્યું છે. આ સુવિધાથી હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ફૂટપાથ પર રાત વિતાવવી નહીં પડે. 8 માળનું ભવન અને આધુનિક સુવિધાઓ આ રેનબસેરા 24,436 ચોરસ મીટરમાં ફેલાયેલું છે, જેમાં બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને 8 માળનો સમાવેશ થાય છે. અહીં 280 લોકો એકસાથે જમી શકે તેવી વિશાળ કેન્ટીન અને આધુનિક રસોડું છે. આ ઉપરાંત, મનોરંજન માટે ટીવી રૂમ, બેંક ATM અને જીવન જરૂરિયાતની ચીજો માટે 8 દુકાનોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સ્વચ્છતા અને પાર્કિંગની ઉત્તમ વ્યવસ્થા દર્દીઓના સગા માટે અહીં સ્વચ્છ ડોરમેટરી, સુરક્ષિત લોકર અને પૂરતા શૌચાલયોની સુવિધા છે. ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે બેઝમેન્ટમાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર પાર્ક કરી શકાય તેવી વ્યવસ્થા છે. ઉલ્લેખનીય છે કે સિવિલમાં દર વર્ષે 1 લાખથી વધુ દર્દીઓ દાખલ થાય છે, આ સુવિધાથી હોસ્પિટલના કોરિડોરમાં થતી ભીડ ઘટશે અને સ્વચ્છતા જાળવવામાં સરળતા રહેશે.
    Click here to Read More
    Previous Article
    મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળ્યો:અમદાવાદમાં એલ.જે કોલેજ પાસે કોહવાયેલી હાલતમાં લાશ મળી, ગાડી 8 મહિનાથી બંધ હાલતમાં ત્યાં પડી હતી
    Next Article
    Gandhinagar Accident News | ગાંધીનગરના માણસામાં ઓવરટેક કરવા જતાં સમયે સર્જાયો અકસ્માત | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment