Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચેક રિટર્ન કેસમાં 60 દિવસમાં રૂ.83.50 લાખ ચૂકવવા આદેશ:રાજકોટ સેશન્સ કોર્ટમાં 11 ચેક રિટર્ન થતા રૂ.1.67 કરોડની વસૂલાત મામલે આરોપીની જામીન અરજી નામંજૂર

    12 hours ago

    રાજકોટમાં રીટર્ન ચેકના 11 કેસમાં કુલ રૂ.1.67 કરોડની રકમ પરત મેળવવા માટે ચાલતા કાનૂની જંગમાં આરોપી પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. રવી મેટલ ટ્રીટમેન્ટના માલિક દ્વારા અર્નવ એન્જિનિયર્સના માલિક વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપી પક્ષે સજા અને વળતરના હુકમ સામે કરેલી રિવિઝન અરજી રાજકોટની સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ સાથે જ અપીલ દરમિયાન 20 ટકા રકમ જમા કરાવવાના હુકમને યથાવત રાખી 60 દિવસમાં રૂ.83.50 લાખ જમા કરાવવા આદેશ કર્યો છે. રાજકોટની આજી વસાહતના રવિ મેટલ ટ્રીટમેન્ટના રમેશભાઈ રાચ્છ દ્વારા મહારાષ્ટ્રના પુના ખાતે અર્નવ એન્જિનિયર્સના નામે પેઢી ચલાવતા વૈશાલીબેન સિંદે પાસેથી માલ ખરીદ્યો હતો. બાકી નીકળતી રૂ. 2 કરોડની રકમ ચૂકવવા માટે બે RTGS મારફતે રકમ ચૂકવાઈ હતી. ત્યારબાદ બાકીની રૂ. 1.67 કરોડની રકમ માટે પ્રોમિસરી નોટ અને કરાર કરી ચેક આપવામાં આવ્યા હતા. જોકે ચેક બેંકમાં જમા કરાવતા રિટર્ન થતાં મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. આ કેસમાં કુલ 14 ચેક રિટર્ન થયા હતા. જેમાંથી ત્રણ કેસમાં ચુકવણી કરવામાં આવી હતી. જ્યારે બાકીના 11 કેસમાં રૂ. 1,67,00,000ની રકમ બાકી રહી હતી. ટ્રાયલ દરમિયાન આરોપીને દોષિત ઠેરવી સજા ફટકારવામાં આવી હતી. આ હુકમ સામે આરોપી પક્ષે અપીલ કરતાં અપીલની સુનાવણી દરમિયાન 20 ટકા રકમ જમા કરાવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. આ હુકમને પડકારતી અરજીમાં આરોપી પક્ષે દલીલ કરી હતી કે ફરિયાદીને 20 ટકાથી વધુ રકમ ચૂકવવામાં આવી છે અને સજા ખોટી રીતે કરવામાં આવી હોવાથી અપીલ મંજૂર કરવામાં આવે. જોકે ફરિયાદી પક્ષે આ દલીલોનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોની રજૂઆતો અને રેકર્ડ પરના પુરાવા ધ્યાને લીધા બાદ સેશન્સ કોર્ટે આરોપીની અરજી ફગાવી દીધી હતી.
    Click here to Read More
    Previous Article
    બટરફ્લાય સ્કૂલમાં નવરાત્રી ગરબા હરીફાઈ:બાળકોમાં સંસ્કૃતિ પ્રેમ અને કલાત્મક પ્રતિભા પ્રોત્સાહન માટે 200થી વધુએ ભાગ લીધો
    Next Article
    પાટણ શાહીકાંડ: કોંગ્રેસની 2 મહિલા નેતાને જામીન:ભાજપ મહિલા મોરચા પર શાહી ફેંકવાના મામલે 5 દિવસ જેલમાં રહ્યા બાદ જયા ઠાકોર અને ભૂમિ પટેલ મુક્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment