Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અણધારી આફત:60 કિમીના પવનો સાથે માવઠું, 8 ઝાડ પડ્યાં, 1 લાખ ઘરોમાં વીજળી ડૂલ

    1 week ago

    રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનથી ગુરુવારે વાવાઝોડા સાથે માવઠું વરસ્યું હતું. સાંજે 7થી 8 સુધી 60 કિમીની ઝડપે પવન ફૂંકાતાં પારો 5 ડિગ્રી ગગડી ગયો હતો. જ્યારે 60 ફીડર, 3 સબ સ્ટેશનનાં 1 લાખ ઘરમાં વીજળી ડૂલ થઈ હતી. 8 સ્થળે ઝાડ પડ્યાં હતાં, જ્યારે પરિવાર ચાર રસ્તા પાસે ગાયને કરંટ લાગ્યો હતો. સાઇક્લોનિક સર્ક્યુલેશનને પગલે શહેરમાં ગુરુવારે સવારથી 8થી 10 કિમીના પવન ફૂંકાયા હતા. જ્યારે સાંજે 5:30 બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તે પછી મોડી સાંજે 7થી 8 વાગ્યા સુધીમાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાયા હતા. જેને પગલે ધૂળની ડમરી ઊડતાં ટુ-વ્હીલર ચાલકો પરેશાન થયા હતા. જ્યારે ધૂળિયા વાતાવરણમાં વિઝિબિલિટી 500 મીટરથી ઓછી થઈ હતી. 20 માર્ચે પણ વાદળો જોવા મળશે અને પવનની ઝડપ 10 કિમી સુધી નોંધાશે. બીજી તરફ વંટોળિયાને કારણે કારેલીબાગ, હરણી, છાણી, માંજલપુર સહિતના વિસ્તાર સહિત 60થી વધુ ફીડર અને 3 સબ સ્ટેશન બંધ થતાં 1 લાખ જેટલાં ઘરોમાં વીજળી ડૂલ થઈ હતી. જેને પગલે વીજ કર્મીઓ દોડતા થયા હતા. આ 8 સ્થળે વૃક્ષ ધરાશાયી: 1)બદામડીબાગ પાસે 2) વાસણા જકાત નાકા પાસે 3) માંજલપુર પ્રમુખ પ્રસાદ ચોકડી પાસે 4) ભાયલી નવરચના યુનિ. પાસે 5) તાંદલજાના ઝમઝમ પાર્ક પાસે 6) ટીપી-13 મારુતિધામ સોસા. પાસે 7) સલાટવાડા શિવાજી ચોક ખાતે 8) બરોડા ડેરી પાસે સબ સ્ટેશનો બંધ થતાં જ 20થી વધુ ફીડર ઠપ મકરપુરા-બી, તરસાલી અને માંજલપુરનાં 3 સબ સ્ટેશન બંધ થયાં હતાં. જેટકોની આ મુખ્ય લાઈનથી વીજ પ્રવાહ ટ્રાન્સફર કરાય છે. જે બંધ થતાં 20થી વધુ ફીડર ઠપ થયાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે અન્ય વીજ લાઇનોનું મોડી રાત સુધી સમારકામ કરાયું હતું. ભાસ્કર એક્સપર્ટ માર્ચમાં 3 મુખ્ય કારણોથી વરસાદ-વંટોળ આવે છે 1) વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ઠંડી હવામાન પ્રણાલી મેડિટેરેનિયન વિસ્તારમાંથી ઉત્તર ભારત તરફ આવે છે. જેેની અસર ગુજરાત સુધી પહોંચે છે.જેથી ગાજવીજ સાથે માવઠું થાય છે. 2) ગરમ-ઠંડી હવા અથડાતાં થંડરસ્ટ્રોમ માર્ચમાં જમીન ગરમ થાય છે. ગરમ હવા ઉપર જઈ ઠંડી હવા સાથે અથડાય છે. આ પ્રક્રિયાને કન્વિક્શન કહેવાય છે. જેથી થંડરસ્ટ્રોમ રચાય છે. 3) પ્રિ-મોન્સૂન એક્ટિવિટી માર્ચથી પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં ભેજ અને વાતાવરણમાં અસ્થિરતા વધે છે. જેથી વંટોળ અને વરસાદ આવે છે. - મુકેશ પાઠક, હવામાન નિષ્ણાત
    Click here to Read More
    Previous Article
    દબાણ કરાયા દૂર:મુક્તાનંદ ત્રણ રસ્તા તરફનાં દબાણ હટાવાયાં, 4 ટ્રક ભરી સામાન જપ્ત
    Next Article
    'મારા જ કર્મ મને અહીં લાવ્યા છે': યોગ ગુરૂ:નકલી નોટો પકડવા PIએ 24 પોલીસકર્મી સાથે સવારથી વોચ ગોઠવી, બપોરે 3 વાગ્યે ફોર્ચ્યુનર દેખાતા ઓપરેશન પાર પાડ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment