Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેશના 60% વિસ્તારમાં ફરી વાદળો છવાયા:યુપી અને બિહારમાં આગામી 7 દિવસ ભારે વરસાદનું એલર્ટ; જમ્મુ-કાશ્મીરમાં 15 દિવસમાં વાદળ ફાટવાની 16 ઘટનાઓ

    19 hours ago

    દેશના લગભગ 50-60% ભાગમાં ફરી વાદળો છવાયેલા દેખાઈ રહ્યા છે. હવામાન વિભાગ મુજબ, બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર એરિયાને કારણે યુપી, બિહાર સહિત પૂર્વોત્તરમાં વરસાદ થઈ રહ્યો છે. અહીં આગામી 7 દિવસમાં ભારે વરસાદનું એલર્ટ છે. જ્યારે ઓલ ઇન્ડિયા વેધર મુજબ ભૂમધ્ય રેખા પાસે પણ એક અન્ય સિસ્ટમ સક્રિય થઈ રહી છે. આ બે નવી સિસ્ટમ સક્રિય થવાથી 20 થી 30 જુલાઈ વચ્ચે મધ્ય પ્રદેશ સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા છે. જુલાઈના પહેલા અઠવાડિયામાં ચોમાસું આવ્યા પછી જમ્મુ-કાશ્મીરમાં 15 દિવસમાં 16 વખત વાદળ ફાટ્યું છે. કાશ્મીર હવામાન કેન્દ્ર મુજબ, આવનારા દિવસોમાં આવી ઘટનાઓ વધુ વધી શકે છે. તમિલનાડુમાં આજે હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અલ નીનોને કારણે વરસાદ ઓછો થવાથી જુલાઈમાં પણ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે. રાજસ્થાનના 17 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચોમાસું ફરીથી સક્રિય થવાનો અંદાજ છે. હાલ વરસાદ ઓછો હોવાને કારણે જયપુર સહિત કેટલાક જિલ્લાનું તાપમાન 36°C થી વધુ રહ્યું છે. સેટેલાઇટ ઇમેજમાં જુઓ દેશમાં ચોમાસાની સ્થિતિ… દેશભરમાં હવામાન સંબંધિત તસવીરો…
    Click here to Read More
    Previous Article
    NEET Result 2026 Live Updates: Results out at neet.nta.nic.in, meet toppers
    Next Article
    ગોળી મારી 22 વર્ષીય યુવકનો આપઘાતનો પ્રયાસ:વડોદરાના મંજુસર નજીકની લામડાપુરા કેનાલ પાસે કણસતો મળ્યો; હાલત ગંભીર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment