Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તહેવારો પૂર્વે ફૂડ સેફ્ટી વિભાગે સઘન તપાસ હાથ ધરી:60થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ કર્યું, 30થી વધુ પેઢીઓને નોટિસ

    5 days ago

    પંચમહાલ જિલ્લામાં તહેવારો પૂર્વે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પ્રજાજનોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, જિલ્લાની 60થી વધુ હોટલ, રેસ્ટોરન્ટ અને ઢાબામાં ઓચિંતી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કાયદાકીય જોગવાઈઓનું પાલન ન કરતી 30થી વધુ પેઢીઓને 'ઈમ્પરૂવમેન્ટ નોટિસ' ફટકારવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ' હેઠળ આ કાર્યવાહી કરી હતી. તપાસ કરાયેલી પેઢીઓને હાઈજેનિક કંડિશન અને યોગ્ય સાફ-સફાઈ જાળવવા માટે સખત સૂચનાઓ આપવામાં આવી છે. આ ઝુંબેશનો મુખ્ય હેતુ તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. તહેવારોને અનુલક્ષીને બજારમાં વેચાતી મીઠાઈ, ફરસાણ અને દૂધની વિવિધ બનાવટોના કુલ 16 નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે. આ નમૂનાઓને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ નિયમ મુજબ કસૂરવાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગોધરા શહેરના બગીચા વિસ્તારમાં આવેલી ખાણી-પીણીની લારીઓમાં પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી વાન દ્વારા હાથ ધરાયેલી આ કામગીરી દરમિયાન સ્થળ પર જ બિનઆરોગ્યપ્રદ કલરવાળી ચટણી, અખાદ્ય તેલ, એક્સપાયર થયેલી ચીજવસ્તુઓ અને અખાદ્ય દૂધની બનાવટોનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. આ તમામ અખાદ્ય જથ્થાનો તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાવી જેતપુર પોલીસે લોઢણ પાસેથી દારૂ ઝડપ્યો:ક્રેટા ગાડીમાંથી રૂ. 3.82 લાખનો વિદેશી દારૂ જપ્ત
    Next Article
    Indian Civic Sense: Vietnam Airport में Dance, Ganga Expressway पर Stunt, क्या कहा गया? |Social List

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment