Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    60 વર્ષીય મુખ્ય આરોપીને 2 વર્ષથી જામીન નહીં:પાટણના ચકચારી જમીન વિવાદમાં હત્યા અને મૃતક પર ગાડી ચઢાવી દેવાના કેસમાં હાઇકોર્ટે અકબર સોલંકીની જામીન અરજી ફગાવી

    5 days ago

    પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ મથકે નોંધાયેલા જમીન વિવાદ અને હત્યાના એક ગંભીર ગુનામાં ગુજરાત હાઇકોર્ટે મુખ્ય આરોપી અકબર સોલંકીને જામીન આપવાનો સાફ ઇનકાર કરી દીધો છે. અગાઉ આ આરોપીની જામીન અરજી દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટે પણ ફગાવી દીધી હતી. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન સ્પષ્ટ નોંધ્યું હતું કે, સેશન્સ કોર્ટ દ્વારા અન્ય સહ-આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા હોવા છતાં, આ કેસમાં જમીન વિવાદના મુખ્ય કેન્દ્રમાં આ અરજદાર હોવાથી તેમને સમાનતાના ધોરણે જામીન આપી શકાય નહીં. આથી ગુનાની ગંભીરતા અને કાવતરાના મજબૂત પુરાવાઓને ધ્યાને રાખીને અદાલતે 60 વર્ષીય વૃદ્ધ આરોપીને જેલના સળિયા પાછળ જ રાખવાનો હુકમ કર્યો છે. વકીલે ઉંમર અને જેલવાસના નામે જામીન માંગ્યા હતા અરજદાર અકબર સોલંકીના વકીલે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે, આરોપી છેલ્લા 2 વર્ષથી વધુ સમયથી જેલમાં બંધ છે અને તેમની ઉંમર આશરે 60 વર્ષ જેટલી હોવાથી માનવતાના ધોરણે જામીન મળવા પાત્ર છે. બચાવ પક્ષે એવી પણ કેફિયત રજૂ કરી હતી કે, એફઆઈઆર મુજબ આરોપી પર માત્ર એટલો જ આરોપ છે કે તેમણે ઘટના પહેલા, ઘટના દરમિયાન અને ઘટના પછી અન્ય સહ-આરોપીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી અને ગુનાના કાવતરામાં તેમની સીધી સંડોવણીનો કોઈ જ મજબૂત પ્રત્યક્ષ પુરાવો નથી. વળી, આ જ ગુનામાં મહત્વની ભૂમિકા ભજવનાર અન્ય સહ-આરોપીઓને નીચલી સેશન્સ કોર્ટ દ્વારા જામીન મુક્ત કરવામાં આવ્યા હોવાથી, સમાનતાના ધોરણે આ અરજદારને પણ જેલમાંથી મુક્ત કરવા જોઈએ. સરકારી વકીલે જામીનનો સખત વિરોધ કર્યો બીજી તરફ, સરકારી વકીલ અને ફરિયાદી પક્ષના વકીલે જામીન અરજીનો સખત શબ્દોમાં વિરોધ કર્યો હતો. તેમણે અદાલત સમક્ષ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, જે જમીન બાબતે આ લોહિયાળ વિવાદ સર્જાયો હતો તે જમીન આ મુખ્ય અરજદાર અકબર સોલંકી અને તેમના પુત્રની સંયુક્ત માલિકીની છે, જેના કારણે તેમની પાસે આ ગુનો આચરવાનો સૌથી મજબૂત હેતુ હતો. ઘટના સમયે અરજદાર પોતે ભલે સ્થળ પર હાજર નહોતા, પરંતુ તેઓ સતત ફોન કોલ્સ દ્વારા ઘટનાસ્થળે અન્ય સહ-આરોપીઓના સંપર્કમાં હતા અને પળેપળની સૂચનાઓ આપી રહ્યા હતા. ફરિયાદી પક્ષે કોર્ટને એ પણ જાણ કરી હતી કે, નીચલી કોર્ટે જે સહ-આરોપીઓને જામીન આપ્યા છે, તેની સામે હાઇકોર્ટમાં ઓલરેડી પડકાર ફેંકવામાં આવ્યો છે. મૃતકને બેરહેમીથી મારી તેની પર ગાડી ચઢાવી દેવાઈ હતી, HC અરજી ફગાવી ઉલ્લેખનીય છે કે, આરોપી અકબર સોલંકી અને મૃતક પક્ષ વચ્ચે જમીનનો વિવાદ લાંબા સમયથી ચાલી આવતો હતો. ઘટનાના દિવસે ફરિયાદી અને મૃતક સહિતના લોકો વિવાદિત જમીનની આસપાસ કાયદેસરની ફેન્સિંગ (તારની વાડ) કરવા માટે ગયા હતા, ત્યારે પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે ધસી આવેલા કેટલાક શખ્સો સાથે તેમની ઉગ્ર અથડામણ થઈ હતી. આ હુમલા દરમિયાન સાગરીતોએ મૃતકને બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેની ઉપર ફોર વ્હીલર ગાડી ચઢાવી દીધી હતી, જેમાં તેનું મોત નીપજ્યું હતું. હાઇકોર્ટે તમામ દલીલોના અંતે ચુકાદો આપતા જણાવ્યું કે અગાઉ સુપ્રીમ કોર્ટે જામીન નકાર્યા બાદ કેસના સંજોગોમાં કોઈ બદલાવ આવ્યો નથી અને ગુનાના મુખ્ય સુત્રધાર હોવાના કારણે આરોપીને જામીન આપી શકાય નહીં.
    Click here to Read More
    Previous Article
    ‘તમારી જગ્યાએ બીજાને નોકરી પર રાખી લીધા છે...’:ડાયમંડ પાવડર ચોરીના આક્ષેપથી કંટાળી સુરતની હીરા કંપનીના મેનેજરનો સસરાના ગામે આપઘાત, ફોન આવતા જ ઝેરી દવા ગટગટાવી
    Next Article
    દહેજ પોલીસે નશામુક્તિ માટે જાગૃતિ સેમિનાર યોજ્યો:આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment