Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરમાં ટેમ્પો ટ્રાવેલર 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી:સુરતના પરિવાર સહિત 18ને ઇજા, 6 ગંભીર; ઈજાગ્રસ્ત જય શાહે કહ્યું- મારા બાળકોને પણ ઇજા થઈ

    7 hours ago

    જમ્મુ-કાશ્મીરમાં પ્રવાસીઓથી ભરેલી એક ટેમ્પો ટ્રાવેલર વળાંક પરથી અનિયંત્રિત થઈને આશરે 60 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં વાહનમાં સવાર કુલ 18 મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે, જે પૈકી 6 મુસાફરોની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતગ્રસ્ત વાહનમાં સુરતના રાંદેર રોડ વિસ્તારમાં રહેતા અને હજીરા વિસ્તારની એક પોર્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા જય શાહ તેમજ તેમનો પરિવાર પણ સવાર હતો. તેઓ સોનમર્ગની મુલાકાત પૂર્ણ કરી શ્રીનગર સ્થિત હોટેલ તરફ પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી. 'મને માથાના ભાગે ઇજા અને બાળકને નાના-મોટી ઈજા થઈ' દુર્ઘટના બાદ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ઈજાગ્રસ્ત જય શાહે કહ્યું હતું કે, મને માથાના ભાગે ઇજા (હેડ ઇન્જરી) થઈ છે, જ્યારે મારા પત્ની સુરક્ષિત છે અને બાળકોને સામાન્ય નાની-મોટી ઇજાઓ થઈ છે. અમે કુલ 8 દિવસના પ્રવાસ પેકેજ પર કાશ્મીર ગયા હતા, જેમાંથી હજુ 5 દિવસનો પ્રવાસ બાકી હતો. જોકે અચાનક અકસ્માત અને ઇજાઓને પગલે હવે અમે પ્રવાસ અધૂરો મૂકીને વહેલી તકે સુરત પરત ફરવાની તૈયારીમાં છીએ. દિવાળી વેકેશન માણવા 12 દિવસની ટૂરે નીકળ્યો હતો પરિવાર સુરતના ન્યુ રાંદેર રોડ પર દિવ્યા સોપ સામે આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જય શાહ ગત 4 તારીખે પત્ની અને બે પુત્રો સાથે 12 દિવસના પ્રવાસે નીકળ્યા હતા. પરિવાર પહેલાં દિલ્હી પહોંચ્યો હતો અને ત્યાંથી વૈષ્ણોદેવી દર્શન માટે ગયો હતો. વૈષ્ણોદેવી દર્શન પૂર્ણ કર્યા બાદ પરિવાર આગળની યાત્રા માટે કાશ્મીર તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન પહાડી માર્ગ પર આ દુર્ઘટના સર્જાઈ હતી. જય શાહને માથામાં ટાંકા આવ્યા, બંને પુત્રોને સામાન્ય ઈજા અકસ્માત દરમિયાન તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતાં ઘણા ટાંકા આવ્યા છે, પરંતુ હાલ તે આઉટ ઓફ ડેન્જર’છે. તેમની સાથે રહેલા બંને પુત્રો પ્રિયાંશ અને જીયાનને સામાન્ય ઈજાઓ પહોંચી છે, જ્યારે પત્ની પણ સાથે છે. હાલ સમગ્ર પરિવાર શ્રીનગર જિલ્લાની SKIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. માતા-પિતા તિરુપતિ હોવાથી ચિંતા ન થાય એટલે અકસ્માતની જાણ ન કરી જય શાહે સગા-સંબંધીઓને આ બનાવ અંગે વાકેફ કર્યા છે. જોકે, તેમના માતા-પિતા હાલ તિરુપતિ બાલાજીની યાત્રા પર ગયેલા હોવાથી તેઓ ચિંતામાં ન મુકાય તે હેતુથી જય શાહે તેમને આ અકસ્માત અંગે કોઈ જાણ કરી નથી. તેમનો આ પ્રવાસ આગામી 17 તારીખ સુધીનો હતો, પરંતુ હવે ઈજાઓ અને શારીરિક સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આગળની યાત્રા ચાલુ રાખવી કે કેમ તે અંગે નિર્ણય લેશે. જરૂર પડ્યે પરિવાર વહીવટી તંત્રની સહાયતા લેશે. પડોશીએ કહ્યું- ‘અમને મીડિયા દ્વારા જાણ થઈ, માતાજીની કૃપાથી પરિવાર સલામત’ જય શાહના પાડોશી પ્રશાંત શશિકાંત પંડ્યાએ જણાવ્યું હતું કે, પરિવાર વૈષ્ણોદેવી દર્શન કરી કાશ્મીર જવાનો હોવાની અમને માહિતી હતી. અકસ્માતની જાણ અમને મીડિયાના માધ્યમથી જ થઈ છે. જોકે, જયભાઈ અને તેમની ફેમિલી સેફ હોવાના અને હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાના સમાચાર મળતાં મોટી શાંત્વના મળી છે. માતાજીની કૃપાથી તેઓ બચી ગયા છે અને સુખરૂપ સુરત પરત ફરે તેવી પ્રાર્થના કરીએ છીએ.
    Click here to Read More
    Previous Article
    કરણ જોહરે શાહિદને સ્ટેજ પરથી ધક્કો માર્યો હતો!:કિયારાએ પોતાની લગ્નની વાત શેર કરી; દંપતી બીજી વાર માતા-પિતા બનવા જઈ રહ્યું છે
    Next Article
    'ઓપરેશન ગંગાજળ'ની વચ્ચે તકેદારી આયોગની કવાયત:ગુજરાતમાં 3,839 કેસ પડતર, એક વર્ષ જૂના કેસોના નિકાલ માટે ત્રણ મહિનાની ઝુંબેશ, નિવૃત્તિના મહિને જ 66 અધિકારીઓના કેસ રજૂ કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment