Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવાપરા ફાયરિંગ કેસમાં પકડાયેલા 6 શખસોનું રી-કન્સ્ટ્રક્શન, VIDEO:આરોપી ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળું ઉમટ્યું, હાલારી બંધુઓ ફરાર; 4 દિવસના રિમાન્ડ મંજુર

    1 week ago

    ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં ગઇકાલે બનેલી ફાયરિંગની ઘટનાને પગલે પોલીસ તપાસ તેજ બની છે. જાહિદ લોંડીયા પર થયેલા ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 6 આરોપીઓનું પોલીસે ઘટના સ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. ફરિયાદ બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે 8માંથી 6 આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે હાલારી બંધુઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. ફાયરિંગની ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી ગઈ છે ત્યારે પોલીસ ઝડપાયેલા આરોપીઓને લઈ નવાપરા વિસ્તારમાં પહોંચતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ કાફલા સાથે પકડાયેલા આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ રી-કન્સ્ટ્રક્શન કર્યું ભાવનગરના નવાપરા વિસ્તારમાં ફાયરિંગના બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તા.22 માર્ચના વહેલી સવારના 4.30 દરમિયાન શહેરના નવાપરા ગ્રીન કોમ્પ્લેક્ષમાંમાં રહેતા જાહિદ લોંડીયા પર બે રાઉન્ડ રિવોલ્વર થી ફાયર થતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી. જે મામલે શહેરના નિલમબાગ પોલીસ મથકમાં 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગણતરીની કલાકોમાં નિલમબાગ પોલીસે 6 આરોપીઓ ફારૂક હુસેનભાઈ મન્સૂરી, કુલદીપ ધીરજભાઈ અગ્રાવત, ચેતન દયાલભાઈ, અસ્વીન ઉર્ફે અલી ગીરધરભાઈ વસાયા, રુદ્ર દયાનંદ પૂજારી અને ફેઝાન ફિરોઝભાઈ બેલીમને ઝડપી પાડ્યા હતા. જે બાદ આજે ઝડપાયેલા તમામ 6 શખ્સોને મસમોટા પોલીસ કાફલા સાથે બનાવ સ્થળે લઈ જવામાં આવ્યા હતા તેમજ ફાયરિંગની ઘટના અંગે રી-કન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું, પોલીસ ફાયરિંગ કેસમાં ઝડપાયેલા આરોપીઓને લઈ ઘટના સ્થળ પર પહોંચતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રિત થયા હતા. કોર્ટે 6 આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા આ મામલે નિલમબાગ પોલીસે આઠ શખ્શો સામે ગુનો નોંધાતા પોલીસે ગત રાત્રીના 6 શખસની ધરપકડ કરી હતી. પોલીસે બનાવમાં વપરાયેલી રિવોલ્વર કબજે લીધી હતી. જયારે બનાવમાં વપરાયેલી રિવોલ્વર કોની પાસેથી મેળવાઈ છે, લાયસન્સ છે કે નહી જેવા મુદ્રા સાથે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવતા કોર્ટે 6 આરોપીના 4 દિવસના તા.27 માર્ચ સુધી પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોડાસામાં પેટ્રોલ-ડીઝલ અછતની અફવા:પેટ્રોલપંપો પર લોકોની ભારે ભીડ, ઓઇલ કંપનીઓ દ્વારા પૂરતો સપ્લાય ઉપલબ્ધ
    Next Article
    યુવતીએ સગાઈ તોડતા મંગેતરે માર માર્યો:રાજકોટમાં રિક્ષા ગેંગે યુવાનના રૂ.19 લાખ સેરવ્યા, દુષ્કર્મનો આરોપી છેક 13 વર્ષે ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment