Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતીએ સગાઈ તોડતા મંગેતરે માર માર્યો:રાજકોટમાં રિક્ષા ગેંગે યુવાનના રૂ.19 લાખ સેરવ્યા, દુષ્કર્મનો આરોપી છેક 13 વર્ષે ઝડપાયો

    1 week ago

    રાજકોટમાં રહેતી યુવતીએ જામનગર રહેતા મંગેતર સાથે સગાઈ તોડી નાખતા તે બેફામ બન્યો હતો અને યુવતી તેમજ તેના માસીને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સગાઈ બાદ યુવક યુવતીને ફરવા લઈ ગયો હતો જ્યાં કહ્યું હતું કે, પિતાને કેન્સર હોવાથી મજબૂરીમાં લગ્ન કરી રહ્યો છે. જેથી યુવતીએ સગાઈ તોડી નાખી હતી અને એકબીજાની વસ્તુઓ પરત લેવાયા બાદ યુવકે માર મારતા યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સાધુ વાસવાણી રોડ પર રહેતી 25 વર્ષીય યુવતીએ જામનગરમાં સ્વામીનારાયણનગરમાં રહેતા દિવ્યેશ સવજીયાણી વિરુદ્ધ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ખાનગી બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવે છે. તેમની સગાઈ ગઈ તા. 22 ના રોજ જામનગરના દિવ્યેશ સાથે થઈ હતી. સગાઈ બાદ હરવા-ફરવા દ્વારકા અને સુરત ગયા હતાં. દરમિયાન દિવ્યેશે જણાવ્યું હતું કે તેના પિતાને કેન્સર હોવાથી તે મજબૂરીમાં આ લગ્ન કરી રહ્યો છે. આ વાતની જાણ યુવતીએ પોતાના પરિવારને કરતા, વડીલોની સંમતિથી સગાઈ તોડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સગાઈ તૂટતા બંને પક્ષોએ એકબીજાની વસ્તુઓ પરત કરવાનું નક્કી કર્યું હતું. આ અંતર્ગત 22 માર્ચ 2026ના રોજ સાંજે 6.30 વાગ્યે યુવતી અને તેમના માસી યુનિવર્સિટી રોડ પાસે ગંગોત્રી પાર્ક મેઇન રોડ શિલ્પન ઓનેકસ નજીક પામ યુનિવર્સ ખાતે વસ્તુઓ પરત કરવા ગયા ત્યાં આરોપી દિવ્યેશ અને તેનો પરિવાર હાજર હતો. વસ્તુઓની આપ-લે પૂર્ણ થયા બાદ દિવ્યેશે સગાઈ તોડવા બાબતે યુવતીને બિભત્સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે યુવતીએ ગાળો બોલવાની ના પાડી ત્યારે ઉશ્કેરાયેલા દિવ્યેશે તેમને માર મારવાનો પ્રયાસ કર્યો હતો. આ ઝઘડા દરમિયાન યુવતીને બચાવવા તેમના માસી વચ્ચે પડતા દિવ્યેશે તેમને પણ ઈજા પહોંચાડી હતી. હાજર રહેલા અન્ય લોકોએ વચ્ચે પડી દિવ્યેશને શાંત પાડી બહાર મોકલ્યો હતો પરંતુ જતી વખતે તેણે યુવતી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દુષ્કર્મના આરોપીને પકડવામાં પોલીસને લાંબો સમય લાગ્યો શહેરમાં દુષ્કર્મ અને જાનથી મારી નાખવાના ગૂનામાં 13 વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. જોકે વર્ષ 2013 માં નોંધાયેલા ગુનાના આરોપીને ઝડપવામાં પોલીસને આટલા બધા વર્ષો લાગતા આશ્ચર્ય જનમ્યું છે. શહેરના મહીલા પોલીસ સ્ટેશનમાં તા.17/11/2013 ના રોજ દુષ્કર્મનો ગૂનો દાખલ થયો હતો. જે ગુન્હાના નાસતા ફરતા આરોપી 40 વર્ષીય વિજય બટુકભાઈ મોરીને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની પેરોલ ફર્લો સ્ક્વોડે શાપર હાઈવે પકડી પાડ્યો હતો અને મહિલા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. રિક્ષા ગેંગે યુવાનના ખિસ્સામાંથી રૂ.19 હજાર સેરવી લીધા, પોલીસે 3 ને દબોચ્યા શહેરમાં રિક્ષા ગેંગના વધુ એક આતંક સામે આવ્યો છે. 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક રહેતા યુવાનને રિક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રૂ.19 હજારની રોકડ સેરવી લઇ રિક્ષા ચાલક સહીત ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા. જે ચોરીની ઘટનામાં આજીડેમ પોલીસની ટીમે ગુનો નોંધી રિક્ષા ગેંગના ત્રણ સાગરીતોને દબોચી લીધા હતા. બનાવ અંગે 150 ફૂટ રીંગ રોડ પર ઉમિયા ચોક નજીક સરસ્વતીનગર શેરી નં.10 માં રહેતા અને શાકભાજીનો ધંધો કરતા 21 વર્ષીય યુવાન વિશાલભાઈ સુરેશભાઈ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.19 ના સવારના ઘરેથી નાનાભાઈ વિકીને જુના માર્કેટીંગયાર્ડે શાકભાજી લેવા મોકલ્યો હતો. તેને રૂ. 19 હજાર રોકડા આપેલ હતા. જે બાદ શાકભાજી લેવા ગોંડલ ચોકડી ખાતે બ્રીજ પરથી એક રીક્ષામાં બેસી માર્કેટીંગ યાર્ડે જવા નીકળ્યો હતો. જોકે આજીડેમ ચોકડીના બ્રીજ પર ચાલકે મને રિક્ષામાંથી ઉતારી દીધો હતો. જેથી કહ્યુ કે, મારે માર્કેટીંગ યાર્ડ જવું છે. અહિંયા કેમ ઉતારી દીધો તો રિક્ષાચાલક કહેવા લાગ્યો કે, આ રિક્ષા ત્યાં નથી જતી, તારું ભાડુ નથી જોઈતુ કહી રીક્ષાચાલક ત્રણ પેસેન્જરોને લઈ જતો રહ્યો હતો.જે બાદ ખીસ્સામાં તપાસ કરતા રૂ.19 હજાર ગાયબ હતા. યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત, માસૂમે પિતાની છત્રછાયા ગુમાવી શહેરની રેલનગરની ટાઉનશીપમાં 27 વર્ષીય મયુર ધામેચાએ ગળાફાંસો આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘરના સભ્યો મરણ પ્રસંગે જૂનાગઢ ગયા હતા, પાછળથી આ પગલું ભર્યું હતું. આત્મહત્યાનું કારણ અકબંધ રહેતા પ્રદ્યુમનનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ, મયુર ચંદુભાઈ ધામેચા (ઉં.વ. 27, રહે. લાલબહાદુર શાસ્ત્રી ટાઉનશીપ, રેલનગર, રાજકોટ) 22 માર્ચના રાત્રે 11 વાગ્યા આસપાસ પોતાના ઘરે હતો ત્યારે ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લાવતા મૃત જાહેર કરાયો હતો. પરિવારે જણાવ્યું કે, મયુર છુટક ઇલેક્ટ્રિક કામ કરતો. તેમના પત્નીનું નામ શિલ્પાબેન છે. પોતે 2 ભાઈ અને 1 બહેન નાનો હતો. તેને સંતાનમાં એક દીકરો છે. તેના માતા પિતા જૂનાગઢ મરણ પ્રસંગે ગયા હતા. ઘરે પતિ - પત્ની હતા. રાત્રે જમીને પત્ની ઘરનુ કામ કરતી હતી ત્યારે રૂમમાં જઈ પંખામાં ચૂંદડી બાંધી મયુરે પગલું ભરી લીધું હતું. પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક છવાયો હતો. સજાના વોરંટમાં નાસતો ફરતો આરોપી ઝડપાયો શહેર એ ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે સજાના વોરંટના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. 60 વર્ષીય આરોપી હારૂન ધોલકિયા પેડક રોડ પર હોવાની સચોટ હકીકતના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને તે દરમિયાન આરોપી ત્યાં હાજર હોવાથી તેને ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    નવાપરા ફાયરિંગ કેસમાં પકડાયેલા 6 શખસોનું રી-કન્સ્ટ્રક્શન, VIDEO:આરોપી ઘટના સ્થળે પહોંચતા લોકોના ટોળું ઉમટ્યું, હાલારી બંધુઓ ફરાર; 4 દિવસના રિમાન્ડ મંજુર
    Next Article
    રાજકોટના 361 પેટ્રોલ પંપ પર વાહનોની કતાર:નાયરાના અમૂક પંપ બંધ, 'પંપ પર ગભરાટમાં આવી પેટ્રોલ અને ડીઝલ પૂરાવવા ભીડ ન કરો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment