Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રૂપિયા 6 કરોડની ગ્રાન્ટથી તમામ પ્લોટો પર તાર ફેન્સિંગ કરાશે:ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વોટર વર્કસ, પાણીની લાઈન અને રોડ-પેવિંગ સહિત ₹4.55 કરોડના કામો મંજૂર, પ્રજા પરનો 25 ટકા શિક્ષણ ઉપકરનો બોજ ફગાવાયો

    13 hours ago

    ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટની ભરતી માટે શૈક્ષણિક લાયકાતના નિયમોમાં કરાયો સુધારો ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક આજે કમિટીના ચેરમેન કિશન મહેતાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં રજૂ કરાયેલી કુલ 35 દરખાસ્તોમાંથી 34 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી, જ્યારે પ્રજાહિતને ધ્યાને રાખીને 1 દરખાસ્ત નામંજૂર કરવામાં આવી હતી. આ ઉપરાંત, અધ્યક્ષસ્થાનેથી વધારાના 2 ઠરાવો પણ પસાર કરવામાં આવ્યા હતા. પ્રજા પર વધારાનો આર્થિક બોજ નહીં પડે આ બેઠક અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે, જો શિક્ષણ ઉપકર સમયમર્યાદામાં ભરપાઈ ન થાય તો 25 ટકા લેખે દંડકીય વસૂલાત કરવાની એક દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. પરંતુ આમજનતા અને પ્રજાજનો પર આર્થિક બોજ કે મુશ્કેલી ન પડે તે માટે આ દરખાસ્તને સર્વાનુમતે નામંજૂર કરવામાં આવી છે. રૂ. 4.55 કરોડના મુખ્ય વિકાસ કામોને લીલી ઝંડી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ભાવનગર શહેરમાં કુલ રૂ. 4,55,15,220 ના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં મુખ્યત્વે વોટર વર્કસ અને પાણી શુદ્ધિકરણ (રૂ. 3.27 કરોડ), ફિલ્ટર વિભાગના સાત ઈ.એસ.આર. (ESR) ખાતે ઇલેક્ટ્રોક્લોરીનેશન સિસ્ટમનું ડિઝાઇન, સપ્લાય, ઇન્સ્ટોલેશન, ટેસ્ટિંગ, કમિશનિંગ અને 12 મહિનાના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે રૂ. 3,27,11,703 ના કામો., પાણીની લાઇન માટે સામગ્રી (રૂ. 72.30 લાખ), શેત્રુંજી લાઇન માટે 1000 અને 1200 એમ.એમ.ના એમ.એસ. પાઇપ તેમજ અન્ય સ્ટોર મટીરિયલ સપ્લાય કરવા માટે રૂ. 72,30,425 ની મંજૂરી., રોડ અને પેવિંગ બ્લોક (રૂ. 55.73 લાખ), ઉત્તર સરદારનગર -તરસમિયા વોર્ડમાં 150 ફૂટ રિંગ રોડ પાસે આવેલ ક્રિષ્ણા રેસિડેન્સી સોસાયટીમાં પેવર રોડ તથા રોડની બંને બાજુ રબ્બર મોલ્ડેડ પેવિંગ બ્લોક બેસાડવા માટે રૂ. 55,73,092 ની ફાળવણી. મોટા ડ્રીમ પ્રોજેક્ટ્સ માટે રાજ્ય સરકારને મોકલાશે દરખાસ્ત શહેરમાં બે મોટા હાઇટેક અને પ્રજા ઉપયોગી પ્રોજેક્ટ્સ તૈયાર કરવા માટેનો DPR મંજૂર કરી રાજ્ય સરકાર પાસે સૈદ્ધાંતિક મંજૂરી અને ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત મોકલવાનો નિર્ણય લેવાયો છે સુગમ્ય પાર્ક રૂ. 11.71 કરોડ મોજે ચિત્રા ગામના રેવન્યુ સર્વે નં. 251 પૈકીની 26,572.28 ચો.મી. જમીન પર આધુનિક 'સુગમ્ય પાર્ક' બનાવવા માટે રૂ. 11.71 કરોડની ગ્રાન્ટ મેળવવા પ્રપોઝલ મોકલાશે. તથા હાઇટેક ડિજિટલ લાયબ્રેરી રૂ.21.48 કરોડ તરસમિયા ખાતે ફાઇનલ મંજૂર ટી.પી. સ્કીમ નં. 12 ના રિઝર્વ ફાઇનલ પ્લોટ નં. 49 ની 3317.56 ચો.મી. જગ્યા પર આધુનિક ડિજિટલ લાયબ્રેરી બનાવવા માટે રૂ. 21.48 કરોડની ગ્રાન્ટ મેળવવા રાજ્ય સરકારને દરખાસ્ત કરવામાં આવી છે. અધ્યક્ષ સ્થાનેથી લેવાયેલા બે મહત્વના નિર્ણયો જેમાં કોર્પોરેશનને યોગ્ય અને કુશળ કર્મચારીઓ મળી રહે તે હેતુથી ગાર્ડન સુપરિન્ટેન્ડેન્ટની શૈક્ષણિક લાયકાતમાં સુધારો કરાયો છે હવે B.E. કે B.Tech (એગ્રીકલ્ચર/હોર્ટીકલ્ચર) ના બદલે B.Sc. (એગ્રીકલ્ચર/હોર્ટીકલ્ચર) ધરાવતા ઉમેદવારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ સરકારમાંથી ટી.પી. પ્લોટ સંદર્ભે મળવાપાત્ર રૂ. 6 કરોડથી વધુની ગ્રાન્ટ મેળવી મહાનગરપાલિકાની માલિકીના તમામ પ્લોટોનું પ્રોપર વેરીફિકેશન કરી તેની ફરતે મજબૂત તાર ફેન્સિંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સરકારી પ્લોટ સુરક્ષિત રાખી શકાય...
    Click here to Read More
    Previous Article
    ગુજરાત સહિત 17 રાજ્યોમાં મતદાર યાદી અપડેટ થશે:SIR વિવાદ વચ્ચે ચૂંટણી પંચનો આદેશ; 20 રાજ્યોમાંથી 13 કરોડ નામ દૂર કર્યા હતા
    Next Article
    અમદાવાદની હોટલમાં 10 દિવસ ગોંધી રાખી યુવતી પર દુષ્કર્મ:કાસીમ અને પીડિતા ઈન્સટાગ્રામથી સંપર્કમાં આવ્યા'તા, આરોપીના મોબાઈલમાંથી 7 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment