Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદની હોટલમાં 10 દિવસ ગોંધી રાખી યુવતી પર દુષ્કર્મ:કાસીમ અને પીડિતા ઈન્સટાગ્રામથી સંપર્કમાં આવ્યા'તા, આરોપીના મોબાઈલમાંથી 7 ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળી આવ્યા

    12 hours ago

    અમદાવાદની એક યુવતીને ચેન્નઈના કાસીમ નામના યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી ભારે પડી. લગ્નની લાલચ આપી આરોપી યુવતીને અમદાવાદની એક હોટલમાં લઈ ગયો અને 10 દિવસ સુધી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ આચર્યું. યુવકની ચુંગાલમાંથી છૂટી પીડિતાએ પોતાના ઘરે પહોંચી આપવીતી જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. આરોપીના મોબાઈલમાંથી સાત અલગ અલગ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ મળતા તેનો ઉપયોગ કરી અન્ય કોઈ યુવતીઓને ફસાવી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ચેન્નઈના કાસીમ અને અમદાવાદની યુવતીનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો અમદાવાદમાં રહેતી 26 વર્ષીય યુવતી અને ચેન્નઈના કાસીમ અંસારી નામના શખસનો ઈન્સ્ટાગ્રામ પર સંપર્ક થયો હતો. પીડિતાની ફરિયાદ મુજબ કાસીમ તેને વારંવાર મેસેજ કરી ફ્રેન્ડશીપ માટે કહેતો હતો પરંતુ, તે રિપ્લાય આપતી નહીં. કાસીમે તેને કહ્યું હતું કે, તેનું બ્રેકઅપ થઈ ગયું હોવાથી તેની સ્થિતિ ખૂબ ખરાબ છે જેથી તેને એક સ્ત્રી મિત્રની જરુર છે. જેથી ફ્રેન્ડશીપ રાખી હતી. 3 ઓક્ટોબરે અમદાવાદની એક હોટલમાં લઈ ગયો અને ગોંધી રાખી ફ્રેન્ડશીપ થયા બાદ કાસીમ તરફથી પીડિતાને બર્થડેની વિશ કરવામાં આવી હતી. 3 ઓક્ટોબરે આરોપી અમદાવાદ આવ્યો હતો અને યુવતીને લઈ શહેરના છેવાડાની એક હોટલમાં લઈ ગયો. જ્યાં 10 દિવસ સુધી ગોંધી રાખી વારંવાર દુષ્કર્મ ગુજાર્યું. યુવતીએ ઘરે જવાનું કહેતા 13 ઓક્ટોબરે આરોપી તેના ઘર નજીક છોડીને ચાલ્યો ગયો. તો બીજી તરફ દીકરી 10 દિવસથી ગુમ હોય પરિવારે પણ ગુમની ફરિયાદ નોંધાવી હતી. યુવતીની ફરિયાદ બાદ આરોપીની ધરપકડ યુવતી ઘરે આવતાં પરિવાર તેને ઘાટલોડિયા પોલીસમથકે લઈ ગયો અને ફરિયાદ નોંધાવી. ઈન્ચાર્જ ડીસીપી એ.વી. પરમારે જણાવ્યું કે, કાસીમના ફોનમાંથી 7 જેટલા અલગ અલગ ઈન્સ્ટાગ્રામના એકાઉન્ટ મળ્યા છે જેમાંથી અન્ય યુવતીઓને ફસાવી હતી કે કેમ તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર પણ વાંચોઃ કઠવાડામાં 16 વર્ષીય સગીરા પર કારમાં દુષ્કર્મ અમદાવાદના નિકોલ-કઠવાડા વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી કારમાં દુષ્કર્મ આચરવાનો અને અંગત પળોના ફોટા પાડી મંગેતરને મોકલી બ્લેકમેલ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરાની સગાઈ તોડાવવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધ બાંધવા દબાણ કરનાર આરોપી સામે સગીરાના પરિવારે નિકોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    રૂપિયા 6 કરોડની ગ્રાન્ટથી તમામ પ્લોટો પર તાર ફેન્સિંગ કરાશે:ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં વોટર વર્કસ, પાણીની લાઈન અને રોડ-પેવિંગ સહિત ₹4.55 કરોડના કામો મંજૂર, પ્રજા પરનો 25 ટકા શિક્ષણ ઉપકરનો બોજ ફગાવાયો
    Next Article
    માલવણ-દસાડા-પાટડી રોડ પર ડામર પેચ વર્ક શરૂ:સુરેન્દ્રનગર જિલ્લામાં રસ્તાના ખાડા બુરાતાં વાહનવ્યવહાર સુગમ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment