Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેરકાયદે ખનિજ વહન કરતી 6 ટ્રક જપ્ત:ખનિજ વિભાગે ₹2.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, આકસ્મિક તપાસ હાથ ધરાઈ

    11 hours ago

    જામનગર-ધ્રોલ રોડ પર ખનિજ વિભાગ દ્વારા ગેરકાયદે ખનિજ વહન કરતી 6 ટ્રકો ઝડપી પાડવામાં આવી છે. આ કાર્યવાહીમાં આશરે રૂ. 2.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જામનગર જિલ્લાના ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાના આધારે આ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એક ટ્રકમાં બ્લેકટ્રેપ ખનિજ રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ પ્રમાણમાં વહન કરવામાં આવી રહ્યું હતું. જ્યારે અન્ય પાંચ ટ્રકોમાં સાદી રેતીનું ગેરકાયદે પરિવહન થતું હતું. જપ્ત કરાયેલી ટ્રકોમાં જીજે-૧૦-ટીવાય-૫૨૨૨, જીજે-૧૦-ટીવાય-૯૪૬૩, જીજે-૧૦-ટીવાય-૯૨૭૦, એમએચ-૪૮-ડીસી-૨૬૨૯, જીજે-૧૦-ટીવાય-૫૩૧૦ અને જીજે-૧૦-ટીવાય-૭૪૬૮ નંબરનો સમાવેશ થાય છે. નિયમ મુજબ, આ તમામ ટ્રકો જપ્ત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે દરેડ સ્થિત પંચ 'બી' પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ખનિજ વિભાગની તપાસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી, જેમાં નૈતિક કણજારિયાએ તપાસનું નેતૃત્વ કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષ રોપાયા:'ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા' અંતર્ગત ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો, 25 હજાર વોલન્ટિયર્સ જોડાયા
    Next Article
    Wimbledon Final LIVE: Defending Champion Sinner Takes On Zverev

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment