Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષ રોપાયા:'ગાંધીનગર લોકસભા, હરિયાળી લોકસભા' અંતર્ગત ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો, 25 હજાર વોલન્ટિયર્સ જોડાયા

    10 hours ago

    ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા આજે 12 જુલાઈના રોજ ભાડજ ખાતે મિયાવાકી પદ્ધતિથી એક જ કલાકમાં 3.61 લાખ વૃક્ષોનું વૃક્ષારોપણ કરીને Guinness World Record સ્થાપવામાં આવ્યો છે. આશરે 91,006 ચોરસ મીટર વિસ્તારમાં યોજાયેલા આ અભિયાનમાં 25,000થી વધુ વોલેન્ટિયર્સ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના પરિણામે વિશ્વવિક્રમ સર્જાયો છે. મેયર હિતેશ બારોટ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહની ઉપસ્થિતિમાં તથા તેમના માર્ગદર્શન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા વિભાગોનાં અધિકારીઓ તેમજ અલગ અલગ સંસ્થાઓની ભાગીદારીથી આ વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે. ભાડજમાં 1 કલાકમાં 3.61 લાખ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઉત્તર પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં ટી.પી. 30, એફ.પી. નં. 255 અને 246, સત્વમ હાઇટ્સ પાસે, ગોતા-ગોધવી કેનાલની બાજુમાં, ભાડજ, અમદાવાદ ખાતે અંદાજે 91,006 ચો.મીટર વિસ્તાર પૈકી 76,000 ચો.મીટરમાં વિસ્તારમાં એક ઐતિહાસિક હરિયાળી અભિયાનનાં આયોજનમાં પોતાનો ફાળો આપી મિયાવાકી પદ્ધતિથી જુદી જુદી 35 જેટલી સ્થાનિક (Indigenous) જાતોનાં રોપાનું એક જ સ્થળે એક જ કલાકમાં 3.61 લાખ રોપાઓનું વૃક્ષારોપણ દ્વારા વિશ્વવિક્રમ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. 25 હજાર સ્વયંસેવકો જોડાયા આ સિદ્ધિ અમદાવાદ શહેરના પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળી વિકાસના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સમાન છે. આ વિશ્વવિક્રમી કાર્યક્રમને સફળ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ, સ્કૂલ બોર્ડ, BAPS સંસ્થા, CRADAI, પોલીસ સ્ટાફ, NCC ના વિદ્યાર્થીઓ, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક સંસ્થાઓ, સામાજિક સંગઠનો તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ 25 હજારથી વધુ નાગરિકોની સક્રિય ભાગીદારીથી આ મહાઅભિયાન સફળ બન્યું હતું. પર્યાવરણને અનુકૂળ રોપાઓનો સમાવેશ કરાયો વૃક્ષારોપણ અભિયાનમાં સ્થાનિક (Indigenous) પ્રજાતિના પર્યાવરણને અનુકૂળ રોપાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રોપાઓ ભવિષ્યમાં જૈવ વૈવિધ્યના સંવર્ધન, વાયુ પ્રદૂષણમાં ઘટાડો, કાર્બન શોષણ, તાપમાન નિયંત્રણ તેમજ શહેરના હરિયાળા આવરણમાં નોંધપાત્ર વધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરને વધુ હરિયાળું, સ્વચ્છ, પર્યાવરણમૈત્રી અને ટકાઉ વિકાસના માર્ગે આગળ ધપાવવા માટે વિવિધ પર્યાવરણલક્ષી કામગીરી સતત હાથ ધરવામાં આવી રહી છે. આ વિશ્વવિક્રમ માત્ર એક વૃક્ષારોપણ કાર્યક્રમ નથી, પરંતુ આવનારી પેઢીઓને સ્વચ્છ, સ્વસ્થ અને હરિયાળું પર્યાવરણ આપવાના સંકલ્પનું પ્રતીક છે. નાગરિકોની સક્રિય ભાગીદારી અને સામૂહિક સહયોગથી અમદાવાદ શહેરમાં હરિયાળી વધારવાના આવા જનહિતલક્ષી અભિયાનોને આગામી સમયમાં પણ વધુ વેગ આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત આ વિશ્વવિક્રમી અભિયાન માત્ર એક રેકોર્ડ પૂરતું મર્યાદિત નથી, પરંતુ જનભાગીદારી, પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ટકાઉ શહેરી વિકાસનું જીવંત ઉદાહરણ છે. આ અભિયાનમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO), શૈક્ષણિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ, પર્યાવરણપ્રેમીઓ તથા શહેરના હજારો નાગરિકોએ સક્રિય ભાગ લઈને હરિયાળા અમદાવાદના સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. આ વિશ્વવિક્રમ સાથે અમદાવાદે વૈશ્વિક સ્તરે પર્યાવરણ સંરક્ષણમાં એક નવી ઓળખ ઉભી કરી છે અને હરિયાળું, સ્વચ્છ તથા ટકાઉ શહેર નિર્માણ તરફ વધુ એક ઐતિહાસિક પગલું ભર્યું છે.
    Click here to Read More
    Previous Article
    અમિત શાહના હસ્તે 101 ઓક્સિજન પાર્કનું લોકાર્પણ:કહ્યું-‘2029ની ચૂંટણી સુધીમાં 20% ગ્રીનરી વધારવાનો સંકલ્પ, અમદાવાદમાં 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષ રોપાયા
    Next Article
    ગેરકાયદે ખનિજ વહન કરતી 6 ટ્રક જપ્ત:ખનિજ વિભાગે ₹2.10 કરોડનો મુદ્દામાલ કબજે કર્યો, આકસ્મિક તપાસ હાથ ધરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment