Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બહુચરાજી મંદિરમાં 6 દિવસમાં ₹1.83 કરોડના દાનની ગણતરી:ગોલખ ગણતરીનો આજે 7મો દિવસ, હજુ ત્રણ દિવસ પ્રક્રિયા ચાલે તેવી શક્યતા

    1 day ago

    યાત્રાધામ બહુચરાજી માતાજીના મંદિરમાં ગોલખમાં આવેલી દાનની રકમની ગણતરીનો આજે સાતમો દિવસ છે.છેલ્લા છ દિવસ દરમિયાન મંદિરને રૂ.1,83,48,700ની અધધ દાન આવક થઈ હોવાનું સામે આવ્યું છે. શરૂઆતના તબક્કામાં રૂ.500ની મોટી ચલણી નોટોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. હવે નાની ચલણી નોટોની ગણતરી પણ શરૂ કરવામાં આવશે. દાનની રકમની ગણતરીની કામગીરી હજુ ત્રણ દિવસ સુધી ચાલુ રહી શકે તેવી શક્યતા છે. કડક સુરક્ષા અને દેખરેખ હેઠળ ગણતરી બહુચરાજી માતાજીના મંદિરમાં છેલ્લા છ મહિનાથી સ્ટોરરૂમમાં કોથળાઓમાં ભરીને રાખવામાં આવેલી દાનની રકમની ગણતરી ગત બુધવારથી શરૂ કરવામાં આવી હતી. મંદિરના સ્ટોરરૂમમાં સંગ્રહિત દાનની રકમની ગણતરી માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર પ્રક્રિયા સીસીટીવી કેમેરાની કડક સુરક્ષા અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે, જેથી ગણતરીની કામગીરી પારદર્શક અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. ત્રણ બેંક અધિકારી પણ ગણતરીમાં જોડાયા દાનની રકમની ગણતરીની કામગીરી માટે વહીવટી તંત્રના એક નાયબ કલેક્ટર, એક મામલતદાર, બે નાયબ મામલતદાર અને ત્રણ મહેસૂલી તલાટી સહિતના અધિકારીઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત મંદિરના 21 કર્મચારીઓ અને ત્રણ બેંક અધિકારીઓ પણ ગણતરીની કામગીરીમાં જોડાયા છે. કડી પ્રાંત અધિકારી જાગૃતિબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દાનની રકમની ગણતરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મોટી નોટોની ગણતરી પૂર્ણ ગણતરીની કામગીરીને ઝડપી અને પારદર્શક બનાવવા માટે કચેરીના બે અલગ-અલગ રૂમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એક રૂમમાં ચલણી નોટોને અલગ-અલગ મૂલ્ય પ્રમાણે છૂટ્ટી પાડવામાં આવે છે, જ્યારે બીજા રૂમમાં નોટોને ભેગી કરીને આધુનિક મશીનોની મદદથી ગણતરી કરવામાં આવે છે. અત્યાર સુધી મોટી ચલણી નોટોની ગણતરી કરવામાં આવી છે અને હવે નાની નોટોની ગણતરી હાથ ધરવામાં આવશે. છ દિવસમાં રૂ.1.83 કરોડથી વધુની આવકઃ વહીવટદાર મંદિરના વહીવટદાર એ.કે. ઠક્કરે જણાવ્યું કે, દાનની રકમની ગણતરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેનું વીડિયો રેકોર્ડિંગ કાયમી ધોરણે સુરક્ષિત રાખવામાં આવશે. સીસીટીવી કેમેરાની દેખરેખ હેઠળ કરવામાં આવતી આ કામગીરીમાં વહીવટી તંત્ર, મંદિરના કર્મચારીઓ અને બેન્ક અધિકારીઓની સંયુક્ત ભાગીદારીથી ગણતરી પ્રક્રિયા આગળ વધી રહી છે. છ દિવસમાં રૂ.1.83 કરોડથી વધુની દાન આવક નોંધાતા બહુચરાજી મંદિરને મળતા ભક્તોના દાનની વિશાળ રકમ સામે આવી છે.
    Click here to Read More
    Previous Article
    8th Pay Commission: 8वें वेतन आयोग का 1 साल पूरा, सैलरी-पेंशन और फिटमेंट फैक्टर पर अब तक क्या हुआ? जानिए 5 बड़े अपडेट्स
    Next Article
    વલસાડના વેજલપોરમાં ખુલ્લા પ્લોટમાં મસ્તક મળી આવતા ખળભળાટ:સરપંચે બાળકનું હોવાનું અનુમાન લગાવ્યું, FSLની પ્રાથમિક તપાસમાં પશુનું હોવાની પુષ્ટિ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment