Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીઆઈએ લવજેહાદના કેસમાં લાંચ માંગી:લવજેહાદના કેસમાં કાર્યવાહી ન કરવા પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણે 6 લાખ માંગ્યા, PI વતી લાંચની રકમ 2 લાખ સ્વીકારતા વચેટીયોઝડપાયો, પીઆઈ ફરાર

    2 weeks ago

    વડોદરા ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરોએ અક્ષર ચોક ખાતે ટ્રેપ ગોઠવી પાદરા પોલીસ સ્ટેશનના પી.આઈ વતી 2 લાખની લાંચ લેતા એક ખાનગી વ્યક્તિને રંગેહાથ ઝડપી પાડ્યો છે. આ કેસમાં પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. પાદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એ. ચારણે એક ઝઘડાના કેસમાં લવ જેહાદનો ગુનો બતાવી આગળની કાયદેસરની કાર્યવાહી ન કરવા માટે 6 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદી આટલી મોટી રકમ આપવા માટે સક્ષમ ન હોવાથી અંતે રૂ.2 લાખમાં સોદો નક્કી થયો હતો. આ રકમ ખાનગી વ્યક્તિ સાજીદઅલી ગુલામરસુલ સૈયદ મારફતે લેવાઈ રહી હતી. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. તા. 16 એપ્રિલ 2026ના રોજ બપોરે આશરે 3:50 વાગ્યે અક્ષર ચોક ખાતે રજવાડી ટી-સ્ટોલ સામે આરોપી સાજીદઅલી સૈયદે ફરીયાદી પાસેથી રૂ.2 લાખની લાંચ સ્વીકારી હતી. તે સમયે એ.સી.બી.ની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને લાંચની સંપૂર્ણ રકમ કબજે કરી હતી. પ્રાથમિક તપાસ મુજબ આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. ચારણના કહેવા મુજબ લાંચની માંગણી કરી હતી અને વારંવાર ફોન કરીને રકમ આપવા દબાણ કરતો હતો. હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સ્થળ પર હાજર મળ્યા નથી અને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર ટ્રેપ કામગીરી એ.એન. પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પર મદદનીશ નિયામક બી.એસ. પટેલ તથા નાયબ નિયામક બળદેવ દેસાઈ દ્વારા સુપરવિઝન રાખવામાં આવ્યું હતું.એ.સી.બી. દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ક્રેટા કારમાં દારૂની હેરાફેરી:સચીનમાં ત્રણ અલગ-અલગ નંબર પ્લેટ સાથે ક્રેટા ઝડપાઈ, પોલીસે 6 લાખના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડ્યો
    Next Article
    Union Home Minister Amit Shah Lok Sabha Speech | લોકસભામાં અમિત શાહનું સંબોધન | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment